________________
३८०
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
द्रौपट्टी - पांडवोना विवाह :
| ११७ तणं सा दोवई रायवरकण्णगा बहूणं रायवरसहस्साणं मज्झमज्झेणं समइच्छमाणी समइच्छमाणी पुव्वकयणियाणेणं चोइज्जमाणी चोइज्जमाणी जेणेव पंच पंडवा तेणेव उवागच्छइ, उवागच्छित्ता ते पंच पंडवे तेणं दसद्धवण्णेणं कुसुमदामेणं आवेढियपरिवेढि यं करे, करित्ता एवं वयासी- एए णं मए पंच पंडवा वरिया ।
भावार्थ : :- ત્યાર પછી રાજવર કન્યા દ્રૌપદી અનેક હજારો રાજાઓની મધ્યમાં થઈને, તેનું અતિક્રમણ કરતી-કરતી પૂર્વકૃત નિદાનથી પ્રેરિત થતી-થતી, જ્યાં પાંચ પાંડવ હતા, ત્યાં આવી. ત્યાં આવીને તેણે તે પાંચ પાડવોને, પંચરંગી કુસુમદામ–ફૂલોના હારથી ચારે બાજુથી વેષ્ટિત કરી દીધા. વેષ્ટિત કરીને કહ્યું– મેં આ પાંચે પાંડવોને પતિરૂપે પસંદ કર્યા છે.
| ११८ तणं तेसिं वासुदेवपामोक्खाणं बहूणिं रायसहस्साणि महया महया सद्देणं उग्घोसेमाणा उग्घोसेमाणा एवं वयंति- सुवरियं खलु भो ! दोवईए रायवरकण्णाए त्ति कट्टु सयंवरमंडवाओ पडिणिक्खमंति, पडिणिक्खमित्ता जेणेव सया सया आवासा तेणेव उवागच्छंति ।
ભાવાર્થ :- ત્યારે વાસુદેવ આદિ હજારો રાજાઓએ ઊચ્ચ સ્વરથી ઉદ્ઘોષણા કરતા કહ્યું કે– અહો ! રાજવર કન્યા દ્રૌપદીએ સરસ પસંદગી કરી ! આ પ્રમાણે કહીને તેઓ સ્વયંવર મંડપમાંથી બહાર નીકળીને પોત-પોતાના આવાસોમાં આવી ગયા.
११९ तणं धट्ठणे कुमारे पंच पंडवे दोवई रायवरकण्णं चाउग्घंटं आसरहं दुरुहावेइ, दुरुहावेत्ता कंपिल्लपुरं मज्झमज्झेणं जाव सयं भवणं अणुवि
।
ભાવાર્થ :- ત્યાર પછી ધૃષ્ટદ્યુમ્ન કુમારે પાંચ પાંડવોને અને રાજવરકન્યા દ્રૌપદીને ચાર ઘટાઓવાળા અશ્વરથ પર બેસાડ્યા અને કાંપિલ્યપુરની મધ્યમાં થતાં યાવત્ પોતાના ભવનમાં પ્રવેશ કર્યો.
१२० तणं दुव राया पंच पंडवे दोवां रायवरकण्णं पट्टयं दुरुहावेइ, दुरुहावेत्ता सेयापीए हिं कलसेहिं, मज्जावेइ, मज्जावित्ता अग्गिहोमं करावेइ, पंचण्हं पंडवाणं दोवईए य पाणिग्गहणं करावे |
ભાવાર્થ :- ત્યાર પછી દ્રુપદરાજાએ પાંચે પાંડવોને તથા રાજવર કન્યા દ્રૌપદીને બાજોઠ પર બેસાડયા. બેસાડીને ચાંદી અને સોનાના કળશોથી અભિષેક કરાવ્યો અને અગ્નિહોમ કરાવ્યો. ત્યાર પછી પાંચ પાંડવોનું દ્રૌપદી સાથે પાણિગ્રહણ(હસ્ત મેળાપ) કરાવ્યું.
| १२१ तणसे दुवए राया दोवईए रायवरकण्णयाए इमं एयारूवं पीइदाणं दलयइ, तंजा-अ हिरण्णकोडीओ जाव अटु पेसणकारीओ दासचेडीओ, अण्णं च विडलं धणकणग जावदलय ।
तए णं से दुवए राया ताई वासुदेवपामोक्खाइं बहूइं रायसहस्साइं विउलेणं असण पाण-खाइम्साइमेणं पुप्फवत्थगंध मल्लालंकारणे सक्कारेइ सम्माणेइ, सक्कारेत्ता सम्माणेत्ता पडिविसज्जइ ।