________________
| અધ્ય–૧૬: અમરકંકા: દ્રૌપદી
[ ૩૮૯ ]
દ્રૌપદીનો રથ કપિલ્યપુર નગરની મધ્યમાં થઈને સ્વયંવર મંડપ સમીપે આવીને ઊભો રહ્યો. તે રથ ઉપરથી નીચે ઊતરી અને પરિચય દેનારી, ક્રીડા કરાવનારી ધાવમાતા સાથે તેણીએ સ્વયંવર મંડપમાં પ્રવેશ કર્યો ત્યાં તેણે બન્ને હાથ જોડીને વાસુદેવ આદિ હજારો રાજાઓને પ્રણામ કર્યા ११४ तएणं सा दोवई रायवरकण्णा एगं महं सिरिदामगंडं, किं ते? पाडलमल्लियचंपय जाव सत्तच्छयाईहिं गंधद्धणि मुयंत परमसुहफासं दरिसणिज्ज गिण्हइ । ભાવાર્થ - ત્યાર પછી રાજવર કન્યા દ્રૌપદીએ એક મોટો શ્રીદામકાંડ(સુશોભિત પુષ્પમાળાઓનો હાર) ગ્રહણ કર્યો. તે કેવો હતો? પાટલ, મલ્લિકા, ચંપક થાવત્ સપ્તપર્ણ આદિના ફૂલોથી ગુંથેલો હતો, તે અતિ સુગંધી, અત્યંત સુખદ સ્પર્શવાળો અને દર્શનીય હતો. ११५ तए णं सा किड्डाविया सुरूवा जाव वामहत्थेणं चिल्लगंदप्पणं गहेउण सललियं दप्पणसंकेतबिंबसंदंसिए य से दाहिणेणं हत्थेणं दरिसिए पवररायसीहे । फुङविसयविसुद्धरिभियगंभीस्महुस्भणिया सा तेसिसव्वेसिंपत्थिवाणं अम्मापिऊणं वंससत्तसामत्थ गोक्तविक्कंतिकंतिबहुविहआगममाहप्परूव-जोव्वण-गुण-लावण्णकुलसील-जाणिया कित्तणं करेइ । ભાવાર્થ :- ક્રીડા કરાવનારી તે ધાવમાતા સુંદર રૂપવાળી હતી યાવતુ તે ધાવમાતાએ ડાબા હાથમાં ચમકતો અરીસો લીધો અને તે જમણા હાથથી સંકેત કરીને, તે અરીસામાં પડતાં રાજાઓના પ્રતિબિંબને બતાવતી, તે તે સિંહ જેવા પરાક્રમી રાજાઓનો પરિચય આપવા લાગી. તે ધાવમાતા પ્રગટ અર્થવાળા ફટ, નિર્મળ વર્ણવાળા વિશદ, શબ્દ અને અર્થના દોષોથી રહિત એવા વિશુદ્ધ, સ્વરની ઘોલવાવાળા રિભિત, મેઘની ગર્જના જેવા ગંભીર અને કાનને સુખદાયી એવા મધુર વચનો દ્વારા તે તે રાજાઓના માતા-પિતા, તેમના વંશ, દઢતા અને ધીરતારૂપ સત્ત્વ, શારીરિક બળરૂપ સામર્થ્ય, ગોત્ર, પરાક્રમ, કાંતિ, તેઓનું વિવિધ પ્રકારનું જ્ઞાન, માહાભ્ય, રૂપ, યૌવન, ગુણ, લાવણ્ય, કુળ અને શીલ-સ્વભાવ આદિ પોતે જાણતી હતી તેનું વર્ણન કરવા લાગી. ११६ पढमं जाव वण्हिपुंगवाणं दसदसारवर-वीरपुरिसाणं तेलोक्कबलवगाणं सत्तु सय सहस्स माणावमद्दगाणं भवसिद्धियपवरपुंडरीयाणं चिल्लगाणं बलवीरियरूक्जोव्वणगुणलावण्ण कित्तिया-कित्तणं करेइ, ततो पुणो उग्गसेणमाईणंजायवाणं,भणइ य-सोहग्गरूव कलिए वरेहि वरपुरिसगंधहत्थीणं जो हु ते होइ हिययदइयो । ભાવાર્થ:- ધાત્રીએ તે હજારો રાજાઓમાંથી સર્વ પ્રથમ વૃષ્ણિઓ(યાદવો)માં પ્રધાન સમુદ્રવિજય આદિ દસ દસારોનું વર્ણન કર્યું. તે શ્રેષ્ઠ વીરપુરુષો ત્રણે લોકમાં બળવાન છે. લાખો શત્રુઓના માનનું મર્દન કરનારા છે. ભવ્યજીવોમાં શ્વેત કમળની સમાન શ્રેષ્ઠ છે. સ્વાભાવિક તેજથી દેદીપ્યમાન છે; તે રાજાઓ શારીરિક શક્તિરૂપ બળ, ઉત્સાહરૂપ વીર્ય, રૂપ-સૌંદર્ય, યૌવન, ઔદાર્ય, ગાંભીર્ય વગેરે ગુણો અને શરીરના તેજરૂ૫ લાવણ્યથી સંપન્ન છે. પ્રશંસા કરનારી તે ધાવમાતાએ તે રાજાઓની પ્રશંસા કરી અને ત્યાર પછી ઉગ્રસેન આદિ યાદવોનું વર્ણન કર્યું અને કહ્યું– આ યાદવો સૌભાગ્ય અને રૂપથી સુશોભિત છે. શ્રેષ્ઠ પુરુષોમાં ગંધહસ્તિની સમાન છે. તેમાંથી કોઈ તમારા હૃદયને વલ્લભ-પ્રિય હોય તો તેને પસંદ કરો.