________________
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
નિળડિમાળ :- જિન શબ્દ ઘણા અર્થમાં પ્રયુક્ત થાય છે. હેમચંદ્રાચાર્ય રચિત હૈમીય નામમાલા ગ્રંથમાં જિન શબ્દના આ પ્રમાણે અર્થ બતાવ્યા છે.
३८८
अर्हन्नपि जिनचैव, जिनः सामान्य केवली ।
લોજિગિનથૈવ, બિનો નારાયળો હરીઃ ॥- હૈમીયનામ માલા.
અર્થ– (૧) કષાયો, મોહ, પરિષહને જીતી લીધા હોવાથી અત્યંત ભગવાન જિન કહેવાય છે. (૨) ચાર ઘાતી કર્મોને જીતી લીધા હોવાથી સામાન્ય કેવળી ભગવાન જિન કહેવાય છે. (૩) ત્રણે લોકને વશ કર્યા હોવાથી—જીત્યા હોવાથી કામદેવ પણ જિન કહેવાય છે અને (૪) હરિ, વિષ્ણુ, વાસુદેવે ત્રણ ખંડને જીત્યા હોવાથી તેઓ પણ જિન કહેવાય છે.
દ્રૌપદી સ્વયંવર મંડપમાં વરની પસંદગી માટે જઈ રહી હતી, તેથી તે સમયે તે કામદેવની પૂજા કરીને ગઈ હોય તે સ્વાભાવિક છે. આ જ અર્થને વિજય ગચ્છીય ગુણસાગર સૂરિએ ‘ઢાલ સાગર’ નામના કાવ્યના છઠ્ઠા ખંડમાં કહ્યું છે–
કરિ પૂજા કામદેવની, ભાખે દ્રુપદીનાર ।
દેવ ! દયા કરી મુજને, ભલો દેજો ભરથાર II
પ્રસ્તુતમાં ઉપરોક્ત વિચારણાથી, પ્રસંગાનુરૂપ જિન પડિમા શબ્દનો અર્થ કામદેવની પ્રતિમા કરવામાં આવ્યો છે.
દ્રૌપદીનો સ્વયંવર મંડપમાં પ્રવેશ ઃ
११२ णं तं दोव रायवरकण्णं अंतेउरियाओ सव्वालंकारविभूसियं करेंति । किं ते? वरपायपत्तेणेउरा जाव चेडिया-चक्कवाल-महयरग-विंद परिक्खित्ता अंतेउराओ पडिणिक्खमइ, पडिणिक्खमित्ता जेणेव बाहिरिया उवट्ठाणसाला, जेणेव चाउग्घंटे आसरहे तेणेव उवागच्छइ, , उवागच्छित्ता किड्डावियाए लेहियाए सद्धिं चाउग्घंटं आसरहं दुरुहइ । ભાવાર્થ :- ત્યાર પછી અંતઃપુરની સ્ત્રીઓએ રાજવરકન્યા દ્રૌપદીને સર્વ અલંકારોથી વિભૂષિત કરી. કેવા પ્રકારે વિભૂષિત કરી ? તે કહે છે– પગમાં શ્રેષ્ઠ નૂપુર પહેરાવ્યા યાવત્ દાસીઓના સમૂહથી પરિવૃત્ત થઈને તે અંતઃપુરમાંથી બહાર નીકળીને બાહ્ય ઉપસ્થાનશાળા(સભા)માં જ્યાં ચાર ઘંટાવાળો અશ્વરથ હતો, ત્યાં આવી અને રાજકુલના વંશ, નામ વગેરેનો પરિચય આપનારી, ક્રીડનધાત્રી(ધાવમાતા)
સાથે ચાર ઘંટાવાળા રથમાં બેઠી.
| ११३ तए णं धट्टज्जुणे कुमारे दोवईए कण्णाए सारत्थं करेइ । तए णं सा दोवई रायवरकण्णा कंपिल्लपुरं णयरं मज्झमज्झेणं जेणेव सयंवरमंडवे तेणेव उवागच्छइ, उवागच्छित्ता रहं ठवेइ, ठवित्ता रहाओ पच्चोरुहइ, पच्चोरुहित्ता किड्डावियाए लेहिगाए यसद्धिं सयंवर- मंडवं अणुपविसइ, करयल जाव तेसिं वासुदेवपामोक्खाणं बहूणं रायवरसहस्साणं पणामं करेइ ।
ભાવાર્થ :- તે સમયે ધૃષ્ટદ્યુમ્નકુમાર, દ્રૌપદીકુમારીના રથનો સારથી બન્યો. ત્યાર પછી રાજવરકન્યા