________________
| અધ્ય–૧૬: અમરકંકા: દ્રૌપદી
૩૮૭
આવીને મંડપમાં પ્રવેશ કરીને પોત-પોતાના નામોથી અંકિત આસનો પર બેસી, રાજવર કન્યા દ્રૌપદીની પ્રતીક્ષા કરવા લાગ્યા. ११० तए णं से दुवए राया कल्लं हाए जाव सव्वलंकारविभूसिए हत्थिखंधवरगए जावविंदपरिक्खित्ते कंपिल्लपुरं मज्झमझेणं णिग्गच्छइ, णिग्गच्छित्ता जेणेव सयंवरमंडवे, जेणेव वासुदेवपामोक्खा बहवे रायसहस्सा, तेणेव उवागच्छइ, उवागच्छित्ता तेसिं वासुदेवपामुक्खाणं करयल जाव वद्धावेत्ता कण्णस्स वासुदेवस्स सेयवरचामरं गहाय उववीयमाणे चिट्ठइ । ભાવાર્થ:- ત્યાર પછી દ્રુપદરાજા પ્રભાતે સ્નાન કરીને વાવત વિભૂષિત થઈને, હાથીના સ્કંધપર આરૂઢ થઈને યાવત્ ચતુરંગિણી સેનાની સાથે તથા અન્ય સુભટો અને રથોથી પરિવૃત્ત થઈને કાંપિલ્યપુર નગરની મધ્યના રાજમાર્ગેથી બહાર નીકળીને સ્વયંવર મંડપમાં જ્યાં વાસુદેવ વગેરે હજારો રાજાઓ બિરાજમાન હતા, ત્યાં આવીને વાસુદેવ વગેરે રાજાઓને હાથ જોડીને વાવતુ જય-વિજયના શબ્દોથી તેઓનું અભિવાદન કર્યું. ત્યાર પછી શ્વેત ચામર હાથમાં ગ્રહણ કરીને કૃષ્ણવાસુદેવને ચામર ઢોળવા લાગ્યા. १११ तए णं सा दोवई रायवरकण्णा कल्लं पाउप्पभायाए जेणेव मज्जणघरे तेणेव उवागच्छइ, उवागच्छित्ता मज्जणघरं अणुपविसइ, अणुपविसित्ता बहाया जावसुद्धप्पावेसाई मंगल्लाई वत्थाई पवरपरिहिया जिणपडिमाणं अच्चणं करेइ, करित्ता जेणेव अंतेउरे तेणेव उवागच्छइ । ભાવાર્થ - ત્યાર પછી બીજા દિવસે સવારે તે રાજવર કન્યા દ્રૌપદીએ સ્નાનગૃહ તરફ જઈને, સ્નાનગૃહમાં પ્રવેશ કરીને, સ્નાન કર્યું કાવત્ સભામાં પ્રવેશ કરવા યોગ્ય શુદ્ધ અને માંગલિક ઉત્તમ વસ્ત્રો ધારણ કર્યા. કામદેવની પ્રતિમાનું પૂજન કરવા ગઈ અને પૂજન કરીને પાછી અંતઃપુરમાં આવી. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં દ્રૌપદીના સ્વયંવરની ભવ્ય તૈયારીનું વિસ્તૃત વર્ણન છે.
દ્રુપદ રાજાએ સ્વયંવર માટે વિવિધ દેશના રાજાઓને, રાજકુમારોને, પ્રતિષ્ઠિત વ્યક્તિઓને આમંત્રણ આપ્યું હતું.
આ સુત્રોક્ત નિમંત્રિત વ્યક્તિઓમાં પાંડુરાજા, ભીષ્મપિતામહ, દ્રોણાચાર્ય, દસ દશાર આદિ વડીલો પણ છે તથા યુધિષ્ઠિર આદિ પાંચે ભાઈ, દુર્યોધન આદિ એકસોભાઈ, કૃષ્ણ અને બલદેવ તથા તેઓના પુત્રો પણ છે.
આ સ્વયંવરના વર્ણન ઉપરથી તત્કાલીન રાજાઓનો પરિચય પ્રાપ્ત થાય છે. અનેક રાજાઓ અને તેમના પુત્રો આ સ્વયંવરમાં આમંત્રિત હતા. દ્રુપદ રાજાએ પ્રતિવાસુદેવ જરાસંધને નહીં પણ તેના પુત્ર સહદેવને આમંત્રણ મોકલ્યું હતું; તે ઉપરથી અને સ્વયંવર મંડપમાં દ્રુપદરાજા સ્વયં કૃષ્ણ વાસુદેવને ચામર ઢોળતા હતા, તેના ઉપરથી નિર્ણય કરી શકાય કે દ્રૌપદીના સ્વયંવર સમયે પ્રતિવાસુદેવ જરાસંધ હૈયાત ન હતા અને શ્રી કૃષ્ણ, “વાસુદેવ પદ”ને પામી વાસુદેવ થઈ ગયા હતા.