________________
[ ૩૮૬ ]
શ્રી શાતાધર્મકથા સૂત્ર
सयंवरमंडवे तेणेव उवागच्छइ, उवागच्छित्ता पत्तेयंपत्तेयंणामंकेसुआसणेसुणिसीयह,णिसीइत्ता दोवई रायवरकण्णं पडिवालेमाणा पाडिवालेमाणा चिटुह त्ति घोसणं घोसेह, घोसेत्ता मम ए यमाणत्तियं पच्चप्पिणह । तए णं कोडुंबिया तहेव जावपच्चप्पिणंति । ભાવાર્થ - ત્યાર પછી દ્રુપદરાજાએ પૂર્વાપરાહ્નકાળ(સાયંકાલ)ના સમયે કર્મચારી પુરુષોને બોલાવીને આ પ્રમાણે કહ્યું કે હે દેવાનુપ્રિયો ! તમે જાઓ અને કાંપિલ્યપુર નગરના શૃંગાટક આદિ માર્ગોમાં તથા વાસુદેવ આદિ હજારો રાજાઓના આવાસોમાં હાથીના સ્કંધ પર આરૂઢ થઈને, બુલંદ અવાજથી યાવત વારંવાર ઉદ્ઘોષણા કરતા આ પ્રમાણે કહો- હે દેવાનુપ્રિયો ! કાલે સવારે દ્રુપદરાજાની પુત્રી, ચલણી દેવીની આત્મજા અને ધૃષ્ટદ્યુમ્નની ભગિની રાજવર કન્યા દ્રૌપદીનો સ્વયંવર થશે, તેથી હે દેવાનુપ્રિયો ! તમો બધા દ્રુપદ રાજા પર અનુગ્રહ કરીને સ્નાન વગેરેથી પરવારીને વિભૂષિત થઈને, હાથીના સ્કંધ પર આરૂઢ થઈને, કોરંટ વૃક્ષની પુષ્પમાળા સહિતના છત્રને ધારણ કરીને, ઉત્તમ શ્વેત ચામરોથી વીંઝાતા, ઘોડા, હાથી, રથ અને મોટા-મોટા સુભટોના સમૂહથી યુક્ત ચતુરંગિણી સેનાથી પરિવૃત્ત થઈને, સ્વયંવર મંડપમાં પોત-પોતાના નામાંકિત આસનો પર બેસીને રાજવર કન્યાની પ્રતીક્ષા કરજો.આ પ્રમાણે ઘોષણા કરીને મને કાર્ય પૂર્ણ થયાની ખબર આપો. ત્યારે તે કર્મચારી પુરુષે આ પ્રમાણે ઘોષણા કરીને યાવત દ્રુપદ રાજાને તેની ખબર આપી. १०८ तए णं से दुवए राया कोडुंबियपुरिसे सद्दावेइ, सद्दावित्ता एवं वयासी- गच्छह णं तुब्भे देवाणुप्पिया ! सयंवरमंडवं आसियसंमज्जियोवलित्तं सुगंधवरगंधियं पंचवण्णपुप्फपुंजोवयारकलियं कालागरु-पवर-कुंदुरुक्क तुरुक्क जाव गंधवट्टिभूयं मंचाइमंचकलियं करेह कारवेह, करित्ता कारवेत्ता वासुदेवपामोक्खाणं बहूणं रायसहस्साणं पत्तेयं पत्तेयं णामंकियाइं आसणाई अत्थुय सेयवत्थपच्चत्थुयाइंरएह, रयइत्ता एयमाणत्तियं पच्चप्पिणह। ते वि जाव पच्चप्पिणंति । ભાવાર્થ - ત્યાર પછી દ્રુપદરાજાએ કૌટુંબિક પુરુષોને બોલાવીને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયો ! તમે સ્વયંવર મંડપમાં જાઓ. ત્યાં પાણી છાંટો, કચરો દૂર કરો, લીંપો અને સુગંધિત દ્રવ્યોથી સુગંધિત કરો. પાંચ વર્ણોના ફૂલોના સમૂહથી વ્યાપ્ત કરો, કાલાગુરુ, શ્રેષ્ઠ કુંદુરુષ્ક અને તુરુષ્ક(લોબાન) આદિના ધૂપ કરીને સુગંધી અગરબત્તી જેવું સુગંધિત બનાવો, ત્યાં મંચ ઉપર મંચ(સ્ટેજ)ની ગોઠવણી કરો, પછી વાસુદેવ આદિ હજારો રાજાઓના નામોથી અંકિત, શ્વેત વસ્ત્રથી આચ્છાદિત અલગ-અલગ આસનો તૈયાર કરો. આ સર્વે કાર્ય કરીને મને ખબર આપો. કર્મચારી પુરુષોએ તેમ કરીને સૂચના આપી. १०९ तए णं वासुदेवपामोक्खा बहवे रायसहस्सा कल्लं पाउप्पभायाए ण्हाया जाव विभूसिया हत्थिखंधवरगया जाव णाइय रवेणं जेणेव सयंवरमंडवे तेणेव उवागच्छंति, उवागच्छित्ता अणुपविसंति अणुपविसित्ता पत्तेयंपत्तेयं णामंकिएसु आसणेसु णिसीयंति, दोवई रायवरकण्णं पडिवालेमाणा-पडिवालेमाणा चिटुंति । ભાવાર્થ:- ત્યાર પછી વાસુદેવ આદિ અનેક હજાર રાજાઓ બીજે દિવસે પ્રભાતે સ્નાન કરીને ભાવતું વિભૂષિત થઈને, શ્રેષ્ઠ હાથીના સ્કંધ પર આરૂઢ થઈને યાવત વાદ્ય ધ્વનિની સાથે સ્વયંવર મંડપ પાસે