________________
૩૮૪
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
રાજાઓને કહેજો યાવત્ દ્રુપદ રાજા પર અનુગ્રહ કરી શીધ્ર સ્વયંવરમાં પધારજો. ત્યાર પછી તે દસમો દૂત તે જ પ્રમાણે નીકળ્યો અને ગ્રામ, આકર, નગર આદિમાં જઈને બધા રાજાઓને તે જ પ્રમાણે કહ્યું કે દ્રુપદ રાજા પર અનુગ્રહ કરીને શીધ્ર સ્વયંવરમાં પધારજો. ત્યારે તે અનેક હજાર રાજાઓ આદિ દૂત પાસેથી આ સંદેશ સાંભળી, હૃદયમાં ધારણ કરીને હૃષ્ટ-તુષ્ટ થયા, તે દૂતનો સત્કાર-સન્માન કરીને તેને વિદાય કર્યો. ત્યાર પછી આમંત્રિત કરાયેલા પ્રત્યેકે-પ્રત્યેક હજારો રાજાઓએ સ્નાન કર્યું, કવચ ધારણ કરીને તૈયાર થયા અને શ્રેષ્ઠ હાથી પર આરૂઢ થઈને પછી ઘોડા, હાથી, રથ અને મોટા-મોટા યોદ્ધાઓના સમૂહરૂપ ચતુરંગિણી સેનાની સાથે પોત-પોતાના નગરોમાંથી પંચાલ દેશ જવા માટે નીકળ્યા. १०१ तए णं से दुवए राया कोडुंबियपुरिसे सद्दावेइ, सद्दावित्ता एवं वयासी- गच्छह णं तुम देवाणुप्पिया ! कंपिल्लपुरे णयरे बहिया गंगाए महाणईए अदूरसामंते एगं महं सयंवरमंडवं करेह अणेगखंभसयसण्णिविटुं लीलट्ठियसालभंजियागं जावपच्चप्पिणंति। ભાવાર્થ - તે સમયે દ્રુપદરાજાએ કર્મચારી પુરુષોને બોલાવીને આ પ્રમાણે કહ્યું કે– હે દેવાનુપ્રિયો ! તમે જાઓ, કપિલ્યપુર નગરની બહાર ગંગા નદીથી ન અતિ દૂર ન અતિ સમીપ(થોડે દૂર) એક વિશાળ, અનેક સેંકડો સ્તંભોવાળો, નૃત્ય કરતી પુતળીઓથી યુક્ત, પ્રસન્નતાજનક, સુંદર, દર્શનીય અને અત્યંત રમણીય એક સ્વયંવર મંડપ તૈયાર કરો યાવત્ તે કર્મચારી પુરુષોએ મંડપ તૈયાર કરીને રાજાને જાણ કરી. १०२ तए णं से दुवए राया कोडुंबियपुरिसे सद्दावेइ, सदावित्ता एवं वयासी-खिप्पामेव भो देवाणुप्पिया ! वासुदेवपामोक्खाणं बहुणं रायसहस्साणं आवासे करेह, ते वि करित्ता पच्चप्पिणति । ભાવાર્થ:- ત્યાર પછી દ્રુપદરાજાએ બીજા કર્મચારી પુરુષોને બોલાવીને કહ્યું કે- હે દેવાનુપ્રિયો! તમે જલદી વાસુદેવ વગેરે હજારો રાજાઓને ઊતરવા માટે આવાસ સ્થાન ઊભા કરો. તેઓએ આવાસો બનાવીને આજ્ઞા પાછી સોંપી. १०३ तए णं दुवए राया वासुदेवपामोक्खाणं बहूणं रायसहस्साणं आगमणं जाणेत्ता पत्तेयं पत्तेयं हत्थिखंधवरगए जावपरिवुडे अग्धं चपज्जंच गहायसव्विड्डीए कंपिल्लपुराओ णिग्गच्छइ, णिग्गच्छित्ता जेणेव ते वासुदेवपामोक्खा बहवे रायसहस्सा तेणेव उवागच्छइ, उवागच्छित्ता ताई वासुदेवपामोक्खाई अग्घेण य पज्जेण य सक्कारेइ सम्माणेइ, सक्कारित्ता सम्माणित्ता तेसिं वासुदेवपामोक्खाणं पत्तेयं-पत्तेयं आवासे वियरइ । ભાવાર્થ - ત્યાર પછી દ્રુપદરાજાએ વાસુદેવ આદિ હજારો રાજાઓ આવી ગયા છે, તે સમાચાર જાણીને, પ્રત્યેક રાજાનું સ્વાગત કરવા માટે શ્રેષ્ઠ હાથીના સ્કંધ પર આરૂઢ થઈને યાવતુ સુભટોના પરિવારથી પરિવૃત્ત થઈને પૂજાની સામગ્રી અને ચરણ પ્રક્ષાલન કરવા માટેનું પાણી લઈને, સંપૂર્ણ ઋદ્ધિ સાથે દ્રુપદરાજા કાંપિલ્યપુર નગરમાંથી બહાર નીકળ્યા અને વાસુદેવ આદિ હજારો રાજાઓ પાસે જઈને અક્ષત, ચંદનાદિથી તેઓનું પૂજન કર્યું, જળથી ચરણ પ્રક્ષાલન કરી સત્કાર-સન્માન કર્યું, સત્કાર-સન્માન કરીને તે વાસુદેવ આદિ રાજાઓને અલગ-અલગ આવાસ સ્થાન આપ્યા. १०४ तए णं ते वासुदेवपामोक्खा जेणेव सया सया आवासा तेणेव उवागच्छंति,