________________
૩૮૨
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
ગણિકાઓથી પરિવત્ત થઈને, સર્વઋદ્ધિ સાથે લાવતુ વાદ્યોના નાદ સાથે, દ્વારવતી નગરીની મધ્યમાંથી નીકળીને સોરઠ જનપદના મધ્યમાં થઈને દેશની સીમા પર પહોંચ્યા અને પંચાલ જનપદ(દેશ)ના મધ્યમાં થઈને, કાંપિલ્યપુર નગર તરફ પ્રયાણ કર્યું. ९१ तए णं से दुवए राया दोच्चं दूयं सद्दावेइ, सद्दावित्ता एवं वयासी- गच्छ णं तुम देवाणुप्पिया! हत्थिणाउरं णयरं । तत्थ णं तुमं पंडुरायं सपुत्तयं-जुहिट्ठिलं भीमसेणं अज्जुणं नउलं सहदेवं, दुज्जोहणं भाइसयसमग्गं, गंगेयं विदुरं दोणं जयद्दहं सउणि कीवं आसत्थामं करयल जाव कपिल्लपुर णयरे समोसरह । ભાવાર્થ:- ત્યાર પછી (પ્રથમ દૂતને દ્વારિકા મોકલ્યા પછી) દ્રુપદરાજાએ બીજા દૂતને બોલાવીને કહ્યું- હે દેવાનુપ્રિય! તમે હસ્તિનાપુર નગરમાં જાઓ. ત્યાં જઈને તમે યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, નકુલ અને સહદેવ, આ પુત્રો સહિત પાંડુરાજાને, સો ભાઈઓ સહિત દુર્યોધનને, ગાંગેયવિદુર, દ્રોણ, જયદ્રથ, શકુનિ, કલબ (શિખંડી) અને અશ્વત્થામાને હાથ જોડીને યાવત્ દ્રુપદરાજા પર અનુગ્રહ કરી સમયસર સ્વયંવરમાં પધારજો. ९२ तएणं से दूर करयल जावविणएणं पडिसुणेइ एवं जहा वासुदेवे तहेव हत्थिणापुरे पंडुराया, णवरं भेरी णत्थि जाव जेणेव कंपिल्लपुरे णयरे तेणेव पहारेत्थ गमणाए । ભાવાર્થ - ત્યારે તે દૂતે હાથ જોડી વાવ વિનયપૂર્વક દ્રુપદરાજાના આદેશનો સ્વીકાર કર્યો અને ભેરી વગાડવા સિવાય કૃષ્ણ વાસુદેવની જેમ જ યાવત્ પાંડુરાજા વગેરેને આમંત્રણ આપ્યું અને તેઓએ કાંડિલ્યપુર નગર તરફ પ્રયાણ કર્યું. ९३ एएणेव कमेणं तच्चं दूयं चंपाणयरिं, तत्थणं तुम कण्णं अंगराय, सल्लं णंदिरायं (मद्दरायं) करयल तहेव जाव समोसरह जाव पहारेत्थ गमणाए। ભાવાર્થ:- તે જ ક્રમથી ત્રીજા દૂતને ચંપાનગરી મોકલ્યો અને કહ્યું ત્યાં જઈને તમે અંગરાજ કર્ણને, અને નંદિરાજ શલ્યને(મદ્રરાજ શલ્ય)ને બન્ને હાથ જોડીને કહેજો યાવત દ્રુપદ રાજા પર અનુગ્રહ કરી શીવ્ર સ્વયંવરમાં પધારજો યાવતું ત્યાં જઈને આમંત્રણ આપ્યું અને તેઓએ કૉપિલ્યપુર નગર તરફ પ્રયાણ કર્યું. ९४ चउत्थं दूयं सुत्तिमई णयरिं । तत्थणं सिसुपालं दमघोससुयं पंचभाइयसयसंपरिवुडं करयल जावसमोसरह जावपहारेत्थ गमणाए। ભાવાર્થ - ચોથા દૂતને શુક્તિમતિ નગરી મોકલ્યો અને તેને કહ્યું કે– ત્યાં જઈને તમે દમઘોષના પુત્ર અને પાંચસો ભાઈઓથી પરિવૃત્ત શિશુપાલ રાજાને હાથ જોડીને કહેજો યાવત દ્રુપદ રાજા પર અનુગ્રહ કરી શીધ્ર સ્વયંવરમાં પધારજો યાવત્ દૂતે ત્યાં જઈને આમંત્રણ આપ્યું અને તેઓએ કાંડિલ્યપુર નગર તરફ પ્રયાણ કર્યું. ९५ पंचमगं दूयं हत्थिसीसणयरं । तत्थ णं तुमं दमदंतं णाम रायं करयल जाव समोसरह जाव पहारेत्थ गमणाए । ભાવાર્થ:- પાંચમા દૂતને હસ્તિશીર્ષ નગર મોકલ્યો અને કહ્યું કે ત્યાં જઈને તમે દમદંત રાજાને હાથ