________________
| 3८०
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
ભાવાર્થ :- ત્યાર પછી દૂતે બન્ને હાથ જોડીને યાવત મસ્તક પર અંજલિ કરીને દ્રુપદરાજાના આ કથનનો સ્વીકાર કર્યો. સ્વીકાર કરીને, પોતાના ઘરે આવીને કર્મચારી પુરુષને બોલાવીને કહ્યું કે- હે દેવાનુપ્રિય! શીધ્ર ચાર ઘંટાવાળો અશ્વરથ જોડીને ઉપસ્થિત કરો યાવત્ તેઓએ રથ ઉપસ્થિત કર્યો. ८५ तए णं से दूए ण्हाए जाव अलंकियविभूसियसरीरे चाउग्घंटं आसरहं दुरुहइ, दुरुहित्ता बहूहिं पुरिसेहिसण्णद्ध जावगहियाउहपहरणेहि सद्धिं संपरिखुडे कंपिल्लपुरंणयरमझमज्झेणं णिग्गच्छइ, णिग्गच्छित्ता पंचालजणवयस्स मज्मज्झेणं जेणेव देसप्पंते तेणेव उवागच्छइ, उवागच्छित्ता सुद्धाजणवयस्समझमज्झेणंजेणेव बारवई णयरी तेणेव उवागच्छइ, उवागच्छित्ता बारवई णगरिं मॉमज्झेणं अणुपविसइ, अणुपविसित्ता जेणेव कण्हस्स वासुदेवस्स बाहिरिया उवट्ठाणसाला तेणेव उवागच्छइ, उवागच्छित्ता चाउग्घंटआसरहं ठवेइ, ठवित्ता रहाओ पच्चोरुहइ, पच्चोरुहित्ता मणुस्सव'गुरापरिक्खित्तेपायविहार- चारेणंजेणेव कण्हे वासुदेवे तेणेव उवागच्छइ, उवागच्छित्ता कण्हं वासुदेवंसमुद्दविजय पामोक्खे यदसदसारे जावछप्पन्नंबलवगसाहस्सीओ करयल तं चेव जावसमोसरह ।। ભાવાર્થ:- ત્યાર પછી તે દૂતે સ્નાન કરીને વાવત અલંકારોથી વિભૂષિત થઈને ચાર ઘંટાવાળા અશ્વરથ પર આરોહણ કર્યું, આરોહણ કરીને, કવચ ધારી યાવત અસ્ત્ર-શસ્ત્રધારી ઘણા પુરુષોની સાથે કાંપિલ્યપુર નગરના મધ્યભાગમાં થઈને નીકળ્યો અને પંચાલ દેશના મધ્યભાગમાં થઈને દેશની સીમા પર આવ્યો. પછી સોરઠ જનપદની મધ્યમાં થઈને તારવતી (દ્વારકા) નગરી તરફ ગયો. ત્યાર પછી દ્વારવતી નગરીમાં પ્રવેશ કરીને કૃષ્ણ વાસુદેવની બહારની સભા સમીપે આવ્યો; ચાર ઘંટાઓવાળા અશ્વરથને ઊભો રાખ્યો; રથમાંથી નીચે ઉતર્યો અને ઘણા મનુષ્યોના સમૂહથી પરિવૃત્ત થઈને પગપાળા ચાલતા કૃષ્ણ વાસુદેવની પાસે ગયો, ત્યાં જઈને કૃષ્ણ વાસુદેવને, સમુદ્રવિજય આદિ દસ દસારોને યાવત મહાસેન આદિ છપ્પન હજાર બળવાન વર્ગને બન્ને હાથ જોડીને અભિવાદન કરીને યાવત્ સ્વયંવરમાં પધારવાનું આમંત્રણ આપ્યું. ८६ तए णं से कण्हे वासुदेवे तस्स दुयस्स अंतिए एयमढे सोच्चा णिसम्म हट्ठ तुट्ठ जाव हियए तं दूयं सक्कारेइ सम्माणेइ, सक्कारित्ता सम्माणित्ता पडिविसज्जेइ । ભાવાર્થ- ત્યાર પછી કૃષ્ણ વાસુદેવ તે દૂત પાસેથી આ વૃત્તાંત સાંભળીને હૃદયમાં ધારણ કરીને હર્ષિત અને સંતુષ્ટ થયા યાવત્ તેઓએ તે દૂતને સત્કારિત-સન્માનિત કરીને વિદાય કર્યો. ८७ तए णं से कण्हे वासुदेवे कोडुबियपुरिसं सद्दावेइ, सद्दावित्ता एवं वयासीगच्छह णं तुमं देवाणुप्पिया ! सभाए सुहम्माए सामुदाइयं भेरिं तालेहि ।
___ तए णं से कोडुबियपुरिसे करयल जाव कण्हस्स वासुदेवस्स एयमढे पडिसुणेइ, पडिसुणित्ता जेणेव सभाए सुहम्माए सामुदाइया भेरी तेणेव उवागच्छइ, उवागच्छित्ता सामुदाइयं भेरि महया-महया सद्देणं तालेइ । ભાવાર્થ - ત્યાર પછી કૃષ્ણ વાસુદેવે કર્મચારી પુરુષને બોલાવીને કહ્યું – હે દેવાનુપ્રિય! જાઓ અને સુધર્મા સભામાં રાખેલી સામુદાયિક ભેરી વગાડો.