________________
| अध्य-११ : अमाद्रीपही
| 3७८ ]
રાજા કે યુવરાજને તારા પતિરૂપે પસંદ કરીને તેની સાથે તને પરણાવું, તો ત્યાં તું સુખી થઈશ કે દુઃખી થઈશ તે ખબર નથી. જો તું ત્યાં દુઃખી થાય, તો મને જીંદગીભર મનમાં દુઃખ રહે, માટે હે પુત્રી ! થોડા દિવસોમાં જ હું તારો સ્વયંવર કરીશ. આજથી જ મેં તને સ્વયંવરમાં આપી દીધી છે. તું તારી ઇચ્છાથી જે કોઈ રાજા કે યુવરાજને પસંદ કરીશ, તે જ તારો ભરથાર(પતિ) થશે. આ પ્રમાણે ઇષ્ટ, પ્રિય આદિ વચનોથી દ્રૌપદીને આશ્વાસન આપીને વિદાય કરી. દ્રૌપદીનો સ્વયંવર :८३ तए णं से दुवए राया दूयं सद्दावेइ, सद्दावित्ता एवं वयासी- गच्छह णं तुम देवाणुप्पिया ! बारवइं णयरिं, तत्थ णं तुमं कण्हं वासुदेवं, समुद्दविजयपामोक्खे दस दसारे, बलदेवपामोक्खे पंच महावीरे, उग्गसेणपामोक्खे सोलस रायसहस्से, पज्जुण्णपामोक्खाओ अद्भुट्ठाओ कुमारकोडीओ, संबपामोक्खाओ सढेि दुइंतसाहस्सीओ, वीरसेणपामोक्खाओ इक्कवीसं वीरपुरिससाहस्सीओ, महासेणपामोक्खाओ छप्पण्णं बलवगसाहस्सीओ, अण्णे य बहवे राईसस्तलवस्माइंबियकोडुंबियइब्भसेट्टिसेणावइ सत्थवाहपभिइओ करयल- परिग्गहियं दसणहं सिरसावत्तं मत्थए अंजलिं कटु जएणं विजएणं वद्धावेहि, वद्धावित्ता एवं वयाहि___ एवं खलु देवाणुप्पिया ! कंपिल्लपुरे णयरे दुवयस्स रण्णो धूयाए चुलणीए देवीए अत्तयाए धट्ठजुण्णकुमारस्स भगिणीए, दोवईए रायवरकण्णाए सयंवरे भविस्सइ। तंणं तुब्भे देवाणुप्पिया !दुवयं रायं अणुगिण्हेमाणा अकालपरिहीणं चेव कंपिल्लपुरेणयरे समोसरह। ભાવાર્થ - ત્યાર પછી દ્રુપદરાજાએ દૂતને બોલાવીને આ પ્રમાણે કહ્યું – હે દેવાનુપ્રિય! તમે દ્વારવતી (દ્વારકા) નગરી જાઓ. ત્યાં તમે કૃષ્ણ વાસુદેવને, સમુદ્રવિજય આદિ દસ દસારોને, બળદેવ આદિ પાંચ મહાવીરોને, ઉગ્રસેન આદિ સોળ હજાર રાજાઓને, પ્રધુમ્ન આદિ સાડા ત્રણ ક્રોડ કુમારોને, શાંબ આદિ સાઠ હજાર દુર્દાન્તો(બળવાનો)ને, વીરસેન આદિ એકવીસ હજાર વીર પુરુષોને, મહાસેન આદિ છપ્પન હજાર બલિષ્ઠ રાજવર્ગને તથા અન્ય ઘણા રાજાઓ, યુવરાજો, તલવરો, માડંબિકો, કૌટુંબિકો, ઈભ્યો, શ્રેષ્ઠીઓ, સેનાપતિઓ અને સાર્થવાહો આદિને બન્ને હાથ જોડીને, દસે નખ મેળવીને, મસ્તક પર આવર્તન કરીને, અંજલિ બદ્ધ થઈને, “જયવિજય’ના શબ્દોથી વધાવીને અભિવાદન કરીને આ પ્રમાણે કહેજો
હે દેવાનુપ્રિયો ! કપિલ્યપુર નગરમાં દ્રુપદરાજાની પુત્રી, ચલણી દેવીની આત્મજા અને ધૃષ્ટદ્યુમ્ન રાજકુમારની ભગિની રાજવર કન્યા દ્રૌપદીનો સ્વયંવર થવાનો છે, તેથી હે દેવાનુપ્રિયો ! તમો બધા દ્રુપદરાજા પર અનુગ્રહ કરીને, શીઘ્ર કાંપિલ્યપુર નગરમાં પધારજો. ८४ तए णं से दूए करयल जाव कटु दुवयस्स रण्णो एयमटुं विणएणं पडिसुणेइ, पडिसुणित्ता जेणेव सए गिहे तेणेव उवागच्छइ, उवागच्छित्ता कोडुंबियपुरिसे सद्दावेइ, सद्दावित्ता एवं वयासी-खिप्पामेव भो देवाणुप्पिया ! चाउग्घंटं आसरहं जुत्तामेव उवट्ठवेह। जाव ते वि तहेव उवट्ठवेइ ।