________________
| उ७८
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
ભારતવર્ષમાં, પંચાલ જનપદમાં કાંપિલ્યપુર નગરમાં દ્રુપદ રાજાની ચલણી રાણીની કુક્ષીમાં પુત્રી રૂપે ઉત્પન્ન થઈ. ત્યાર પછી ચલણી દેવીએ નવ માસ પૂર્ણ થયા ત્યારે પુત્રીને જન્મ આપ્યો. ७९ तए णं तीसे दारियाए णिव्वत्तबारसाहियाए इमं एयारूवं णामधेज्ज- जम्हा णं ए सा दारिया दुवयस्सरण्णो धूया चुलणीए देवीए अत्तया, तं होउणं अम्हं इमीसेदारियाए णामधिज्जे दोवई । तए णं तीसे अम्मापियरो इमं एयारूवं गोण्णं गुणणिप्फण्णं णामधेज्ज करेंति- दोवई । ભાવાર્થ:- તે પુત્રી બાર દિવસની થઈ ત્યારે તેનું નામ કરણ થયું કે આ બાલિકા દ્રુપદ રાજાની પુત્રી અને ચલણી રાણીની આત્મજા છે. તેથી અમારી આ બાલિકાનું નામ દ્રૌપદી હો, આ પ્રમાણે નક્કી કરીને માતા-પિતાએ તેનું દ્રોપદી' તેવું ગુણવાળું અને ગુણ નિષ્પન્ન નામ રાખ્યું. ८० तएणं सा दोवई दारिया पंचधाइपरिग्गहिया जावगिरिकंदरमल्लीणा इव चंपगलया णिवायणिव्वाघायंसि सुहंसुहेणं परिवड्डइ । तएणंसा दोवई रायवरकण्णा उम्मुक्कबालभावा जाव उक्किट्ठसरीरा जाया यावि होत्था । ભાવાર્થ - ત્યાર પછી પાંચ ધાવમાતા દ્વારા ગ્રહણ કરાયેલી તે દ્રૌપદીપુત્રી પર્વતની ગુફામાં સ્થિત, વાયુ આદિના વ્યાઘાતથી રહિત ચંપકલતાની જેમ સુખપૂર્વક વધવા લાગી. તે શ્રેષ્ઠ રાજકન્યા બાલ્યાવસ્થાથી મુક્ત થઈને ક્રમશઃ યૌવનાવસ્થાને પ્રાપ્ત થઈ, સમજદાર થઈ ગઈ. ઉત્કૃષ્ટ રૂપ, યૌવન, અને લાવણ્યથી યુક્ત તથા ઉત્કૃષ્ટ શરીરવાળી થઈ અર્થાત્ સર્વાગ સુંદર થઈ ગઈ. ८१ तएणं तंदोवई रायवरकण्णं अण्णया कयाइ अंतेउरियाओ ण्हायं जावसव्वालंकारविभूसियं करेंति, करित्ता दुवयस्सरण्णो पायवंदियं पेसति । तएणं सा दोवई रायवरकण्णा जेणेव दुवए राया तेणेव उवागच्छइ, उवागच्छित्ता दुवयस्सरण्णो पायग्गहणं करेइ । ભાવાર્થ:- ત્યાર પછી કોઈસમયે અંતઃપુરની પરિચારિકાઓએ રાજવર કન્યા દ્રૌપદીને સ્નાન કરાવ્યું થાવત સર્વ અલંકારોથી વિભૂષિત કરીને દ્રુપદરાજા પાસે પાય-વંદન માટે મોકલી. શ્રેષ્ઠ રાજકુમારી દ્રૌપદીએ દ્રુપદરાજાની પાસે જઈને દ્રુપદરાજાનો(પિતાનો) ચરણ-સ્પર્શ કર્યો. ८२ तएणं से दुवए राया दोवइंदारियं अंके णिवेसेइ, णिवेसित्ता दोवईए रायवरकण्णाए रूवेण य जोव्वणेण य लावणेण य जायविम्हए दोवई रायवरकण्णं एवं वयासी- जस्स णं अहं पुत्ता ! रायस्स वा जुवरायस्स वा भारियत्ताए सयमेव दलइस्सामि, तत्थ णं तुम सुहिया वा दुक्खिया वा भविज्जासि । तए णं ममं जावजीवाए हिययडाहे भविस्सइ । तंणं अहं तव पुत्ता ! अज्जयाए सयंवरं विरयामि । अज्जयाए णं तुम दिण्णसयंवरा । जंणं तुम सयमेव रायं वा जुवरायं वा वरेहिसि, से णं तव भत्तारे भविस्सइ, त्ति कटु ताहिं इठ्ठाहिं जाव आसासेइ, आसासित्ता पडिविसज्जेइ । ભાવાર્થ:- ત્યાર પછી દ્રપદરાજાએ દ્રૌપદી રાજકન્યાને પોતાના ખોળામાં બેસાડી, બેસાડીને તેના રૂપ, યૌવન અને લાવણ્યથી વિસ્મિત થઈને તે રાજકન્યા દ્રૌપદીને આ પ્રમાણે કહ્યું- “હે પુત્રી ! જો હું કોઈ