________________
અધ્ય—૧૬ : અમરકંકા : દ્રૌપદી
૩૭૭
સુકુમાલિકાની વિરાધક ગતિ અને દેવીનો ભવ ઃ
७६ तए णं सा सूमालिया अज्जा अणोहट्टिया अणिवारिया सच्छंदमई अभिक्खणं अभिक्खणं हत्थे धोवेइ जाव चेएइ । तत्थ वि य णं पासत्था पासत्थाविहारी, ओसण्णा ओसण्णविहारी, कुसीला कुसीलविहारी, संसत्ता संसत्तविहारी बहूणि वासाणि सामण्णपरियागं पाउणइ, अद्धमासियाए संलेहणाए अप्पाणं झोसेत्ता, तीसं भत्ताइं अणसणाए छेदेत्ता तस्स ठाणस्स अणालोइय- अपडिक्कंता कालमासे कालं किच्चा ईसाणे कप्पे अण्णयरंसि विमाणंसि देवगणियत्ताए उववण्णा । तत्थेगइयाणं देवीणं णव पलिओ माई ठिई पण्णत्ता । तत्थ णं सूमालियाए देवीए णव पलिओवमाइं ठिई पण्णत्ता ।
ભાવાર્થ :- અલગ ઉપાશ્રયમાં તેને કોઈ મનાઈ કરનાર તથા રોકનાર ન હોવાથી તે સુકુમાલિકા આર્યા સ્વછંદપણે વારંવાર હાથ-પગ ધોવા લાગી યાવત્ જળ છાંટીને આસન, શયન વગેરે કરવા લાગી. મહાવ્રતો અને જ્ઞાનાદિમાં શિથિલ થવાથી તેણી પાર્શ્વસ્થા બની ગઈ અને દીર્ઘકાળ પર્યંત શિથિલાચારી રહેવાથી શિથિલાચારના સ્વભાવવાળી પાર્શ્વસ્થવિહારી બની ગઈ. સમાચારીમાં આળસુ થવાથી અવસન્ન અને અવસન્ન વિહારી, અનાચારના સેવનથી કુશીલા અને કુશીલવિહારી, સંસર્ગ અને સંયોગ અનુસાર પ્રવૃત્તિ કરતી હોવાથી સંસક્તા અને સંસક્તવિહારી બની ગઈ. આ પ્રમાણે ઘણા વર્ષો સુધી સંયમ પર્યાયનું પાલન કરીને, અર્ધ માસની સંલેખના કરીને ૩૦ ભક્ત આહારનો ત્યાગ કરીને પોતાના તે દૂષિત આચારોની આલોચના અને પ્રતિક્રમણ કર્યા વિના જ યથાસમયે કાળ કરીને, ઈશાન કલ્પના કોઈવિમાનમાં દેવગણિકા (અપરિગૃહિતા દેવી) રૂપે ઉત્પન્ન થઈ. ત્યાં અનેક દેવીઓની નવ પલ્યોપમની સ્થિતિ હોય છે. સુકુમાલિકા દેવીને પણ નવ પલ્યોપમની સ્થિતિ પ્રાપ્ત થઈ.
દ્રૌપદીનો ભવઃ
७७ तेणं काणं तेणं समएणं इहेव जंबुद्दीवे दीवे भारहे वासे पंचालेसु जणवएसु कंपिल्लपुरे णामं णगरे होत्था, वण्णओ । तत्थ णं दुवए णामं राया होत्था, वण्णओ । तस्स णं चुलणी देवी, धट्ठजुण्णे कुमारे जुवराया ।
ભાવાર્થ :- તે કાલે અને તે સમયે આ જંબૂઢીપ નામના દ્વીપમાં, ભરત ક્ષેત્રમાં, પાંચાલ દેશમાં કાંપિલ્યપુર નામનું નગર હતું. ત્યાં દ્રુપદ રાજા હતા. તેને ચલણી નામની પટરાણી હતી અને ધૃષ્ટદ્યુમ્નકુમાર યુવરાજ હતો. નગર, રાજા આદિનું વિસ્તૃત વર્ણન શ્રી ઔપપાતિક આદિ સૂત્ર પ્રમાણે જાણવું.
દ્રૌપદીનો જન્મ :
७८ तए णं सा सूमालिया देवी ताओ देवलोयाओ आउक्खएणं जाव चइत्ता इहेव जंबुद्दीवे दीवे भारहे वासे पंचालेसु जणवएसु कंपिल्लपुरे णयरे दुपयस्स रण्णो चुलणीए देवीए कुच्छिसिं दारियत्ताए पच्चायाया । तए णं सा चुलणी देवी णवण्हं मासाणं जाव दारियं पयाया ।
ભાવાર્થ:- ત્યાર પછી તે સુકુમાલિકા દેવી દેવલોક સંબંધી આયુષ્યપૂર્ણ કરીને(ચ્યવીને) આ જંબુદ્રીપમાં,