________________
| 39
શ્રી શાતાધર્મકથા સૂત્ર
७३ तए णं ताओ गोवालियाओ अज्जाओ सूमालियं अज्जं एवं वयासी- एवं खलु देवाणुप्पिए अज्जे ! अम्हं समणीओ णिग्गंथाओ ईरियासमियाओ जावबंभचेरधारिणीओ। णो खलु कप्पइ अम्हं सरीरबाउसियाए होत्तए, तुमं च णं अज्जे ! सरीरबाउसिया अभिक्खणं- अभिक्खणं हत्थे धोवसि जाव चेएसि, तं तुमं णं देवाणुप्पियाए! तस्स ठाणस्स आलोएहि जाव पडिवज्जाहि । ભાવાર્થ :- ત્યારે તે ગોપાલિકા આર્યાએ સુકુમાલિકા આર્યાને આ પ્રમાણે કહ્યું – હે દેવાનુપ્રિયે ! આપણે નિગ્રંથ સાધ્વીઓ છીએ, ઈર્યાસમિતિથી સંપન્ન યાવતું બ્રહ્મચારિણી છીએ. આપણને શરીર બકુશા થવું કલ્પતું નથી, પરંતુ તે આર્યો ! તમે શરીર બકુશા થઈ ગયા છો, તમે વારંવાર હાથ ધુઓ છો થાવતુ જમીન પર પાણી છાંટીને પછી ઊભા રહો છો, બેસો છો અને સૂવો છો. હે દેવાનુપ્રિયે ! તમે આ પ્રવૃત્તિઓની આલોચના કરો યાવત્ પ્રાયશ્ચિત્ત અંગીકાર કરો. ७४ तए णं सा सूमालिया गोवालियाणं अज्जाणं एयमटुं णो आढाइ, णो परिज्जाणइ, अणाढायमाणी अपरिजाणमाणी विहरइ । तएणंताओ अज्जाओ सूमालियं अज्जंअभिक्खणंअभिक्खणं अभिहीलंति णिदेति खिसेति गरिहंति परिभवंति, अभिक्खणं अभिक्खणं एयमटुं णिवारेंति। ભાવાર્થ - ત્યારે સુકમાલિકા આર્યાએ ગોપાલિકા આર્યાના આ આદેશનો આદર કર્યો નહીં, તેનો સ્વીકાર કર્યો નહીં પરંતુ અનાદર અને અસ્વીકાર કરતી તે જ પ્રમાણે રહેવા લાગી. ત્યાર પછી બીજી આર્યાઓ સુકુમાલિકા આર્યાના આ પ્રકારના આચરણ અને વ્યવહાર માટે વારંવાર અવહેલના કરવા લાગી, નિંદા કરવા લાગી, ખીજાવા લાગી, ગહ કરવા લાગી, અનાદર કરવા લાગી અને વારંવાર આ અનાચરણ માટે તેને રોકવા લાગી. ७५ तए णं तीसे सूमालियाए समणीहिं णिग्गंथीहिं हीलिज्जमाणीए जाव वारिज्जमाणीए इमेयारूवे अज्झथिए जावसमुप्पज्जित्था- "जया णं अहं अगारवासमज्झे वसामि, तया णं अहं अप्पवसा । जया णं अहं मुंडे भवित्ता पव्वइया, तया णं अहं परवसा । पुट्विं च णं ममं समणीओ आढायंति, इयाणिंणो आढायति । तंसेयं खलुममकल्लंपाउप्पभायाए गोवालियाणं अज्जाणं अंतियाओ पडिणिक्खमित्ता पाडिएक्कं उवस्सयं उवसंपज्जित्ता णं विहरित्तए" त्ति कट्टएवं संपेहेइ, संपेहित्ता कल्लंपाउप्पभायाएगोवालियाणं अज्जाणं अंतियाओपडिणिक्खमइ, पडिणिक्खमित्ता पाडिएक्कं उवस्सयं उवसंपज्जित्ता णं विहरइ। ભાવાર્થ:- નિગ્રંથ શ્રમણીઓ દ્વારા અવહેલના કરાતી અને રોકવામાં આવતી તે સુકમાલિકાના મનમાં આ પ્રકારના અધ્યવસાય યાવત વિચાર ઉત્પન્ન થયા કે- જ્યારે હું ગૃહસ્થ વાસમાં રહેતી હતી, ત્યારે હું સ્વાધીન હતી અને જ્યારથી હું મુંડિત થઈને દીક્ષિત થઈ છું, ત્યારથી હું પરાધીન થઈ ગઈ છું. પહેલાં જે શ્રમણીઓ મારો આદર કરતી હતી તે હવે આદર કરતી નથી. તેથી કાલે સવારે ગોપાલિકા આર્યાની પાસેથી નીકળીને અલગ ઉપાશ્રયમાં જઈને રહેવું મારા માટે શ્રેયસ્કર છે.” તેવો વિચાર કરીને તે બીજે દિવસે સવાર થતાં ગોપાલિકા આર્યા પાસેથી નીકળીને અલગ ઉપાશ્રયમાં રહેવા લાગી.