________________
પંદરમી રસકપ્પિકાનું નામ છે નદીફળ. તે ફળ દેખાવમાં ખૂબ સુંદર હોય છે પરંતુ વિષ ભરેલું હોય છે. તેની છાયા માત્ર જીવનનો નાશ કરી નાખે છે. તેનું કથાનક ધન્ય સાર્થવાહથી જાણવું. તેનું તારણ એટલું છે કે સાધક આત્મા માટે સંસારના વિષયજન્ય સુખ નંદીફળ જેવા છે. તે સંસારીના વિષયભોગની છાયા પણ તેના માટે નુકશાનકારક છે, તેથી ખૂબ સાવચેત થવા વાંચો- આ પ્રસ્તુત સૂત્રનું કથાનક.
સોળમી રસકુપ્પિકાનું નામ છે અમરકંકા. ક્ષેત્ર સ્પર્શના, વાસનાના યોગે, અશિષ્ટાચારને કારણે અતિથિ આંગણે આવે ત્યારે તેની આગતા સ્વાગતા ન કરવાના કારણે, ઈર્ષાની આગ કેવું ભયંકર પરિણામ લાવે છે તેની વિવિધ વાનગીથી ભરેલી વાત નાગશ્રી બ્રાહ્મણીથી શરૂ થાય છે. દ્રૌપદીનો ઇતિહાસ ત્રણ-ત્રણ ભવ સાથે સંબંધિત છે પાંચ પાંડવની પત્ની થવું તે આશ્ચર્યજનક ઘટક, ધર્મીને શાક વહોરાવી બંધાયેલું ભારે કર્મ. સુકુમાલિકાના ભવમાં મળેલો કર્કશ આગ જેવો તીવ્ર સ્પર્શ, કોઈ ઇચ્છે નહીં તેવી પરિસ્થિતિ, ધર્મના શરણનો સ્વીકાર અને તેમાંય ગુણીની આજ્ઞાનો અનાદર, ખુલ્લી જગ્યામાં ધરેલું ધ્યાન, વેશ્યાને પાંચ પુરુષો સાથે જોવાથી બાંધેલું પાંચ પતિની પત્ની થવાનું નિયાણું અને દ્રૌપદી તરીકે દેવલોકમાંથી આવીને પાંચ પાંડવોની પત્ની બનવાનું સૌભાગ્ય. કુન્તામાતા સાસુ, પાંડુ રાજા સસરાજી, ત્રણ ખંડના નરેશ કૃષ્ણવાસુદેવની બહેન બનીને સુખમય જીવન વિતાવતી સતી દ્રૌપદી. એકવાર નારદજીને આવવું, વિનય ન કરવાને કારણે નારદજીએ ધાતકીખંડના ભરતક્ષેત્રના ત્રણ ખંડના નરેશ કપિલ વાસુદેવના ખંડિયા રાજા પક્વોત્તરને ઉશ્કેરવા હરણ કરવાના ભાવ ઊભા કરીને કેવા પાપ કરાવ્યા, તેનું રોમાંચ ભર્યું ચરિત્ર આ રસકુપ્લિકામાં ભર્યું છે.
તારણ એજ છે કે વિનય શિષ્ટાચાર, વડીલોનો આદર, જિનાજ્ઞા પાળવામાં તત્પર રહેવું. નિર્દોષ મનોજ્ઞ આહાર સુપાત્રે આપવો, કરેલા તપનું નિયાણું ન બાંધવું. આવો અલૌકિક અદ્ભુત રસાસ્વાદ તમે વાંચીને પ્રાપ્ત કરો.
સત્તરમી રસકૂપિકાનું નામ છે આકીર્ણ. આકીર્ણ એટલે ઉત્તમ જાતિના અશ્વો. તેઓ જેવું શિક્ષણ આપો તેવું જલદી ગ્રહણ કરે અને માલિકને પૂરા વફાદાર રહે.
ઘણા દરિયાઈ સોદાગરો કાલિક દ્વીપમાં જાય છે. ત્યાં વિવિધ વર્ણના અશ્વો જુએ છે, રાજાને તે વાત વિદિત કરે છે. ત્યાંથી અશ્વોને લાવવાની આજ્ઞા થાય છે, તે અશ્વોને વશ કરવાની સામગ્રી કેવી જોઈએ, તેનું વર્ણન છે. જે અશ્વો લાલચથી જાળમાં ફસાઈ જાય છે તે હંમેશાં બંધાઈ જઈને પરાધીન થઈ જાય છે અને જે લાલચમાં નથી ફસાતા તે નિરાળું મુક્તપણે રહેવાનું સુખ પ્રાપ્ત કરે છે. તેનું અજોડ દષ્ટાંત પૂરું પાડતું આ કથાનક છે.
R
)..
(38