________________
તેનું તારણ સાધકદશા માટે બહુ-બહુ વિચારણીય છે. સંસારમાં, સમાજમાં રહીને કોઈ સાથે ઇન્દ્રિયોના વિષયોમાં ફસાઈ ન જવું જોઈએ. ચાલો પાઠકો! વાંચો, વિચારો અને આચરણ સુધારો.
અઢારમી રસકપ્પિકાનું નામ છે સુસુમા. તેનું કથાનક આ પ્રમાણે પ્રસ્તુત થાય છે. ધન્યશેઠને ત્યાં પાંચ પુત્ર અને એક લાડકવાયી પુત્રી, નામ તેનું સુંસુમા. તેનો ઉછેર કરવા ચિલાત નામનો નોકર રાખ્યો. તે બદમાશી બહુ કરતો, બાળકોને માર મારતો, બહુ ફરિયાદ આવતા શેઠે તેને કાઢી મૂક્યો. તે ચોર ડાકુ બન્યો, વિજય ચોરની પલ્લીમાં પહોંચ્યો. તેમની પાસે અનેક વિદ્યા શીખ્યો. વિજય મૃત્યુ પામ્યો અને ચિલાત મખ્ય બન્યો. ધન્ય સાર્થવાહને ત્યાં ધાડ પાડી. સંસમાને ઉપાડી લઈ ગયો. તેની પાછળ કોટવાળ તથા શેઠ, પાંચ પુત્રો દોડ્યા. બધા ચોરો પકડાઈ ગયા અને ચિલાત ચાલાકી કરી સુંસુમાને મારીને મસ્તક લઈને રવાના થઈ ગયો, આખરમાં તે મૃત્યુ પામ્યો. પિતા પુત્રોએ સુસુમાને મૃત જોઈ ખૂબ રડારોળ કરી, અંતે ભૂખ તરસથી પીડાવા લાગ્યા ત્યારે પ્રાણ બચાવવા દુઃખી હૈયે, કાંપતે કાળજે અનાસક્ત ભાવે પુત્રીનું માંસ રાંધી ખાધુ. કેવી દુર્દશા ! મરેલી પુત્રીનું માંસ ખાવું પડ્યું.
આ કથાનકનું તારણ એ જ છે કે સાધક શરીર દ્વારા જ્ઞાન, દર્શન, ચારિત્રની વૃદ્ધિ કરવા, કર્મક્ષય કરવાનું સાધન માની, મળેલો બિલકુલ નિર્દોષ આહાર અનાસકત ભાવે વાપરીને કાર્ય સિદ્ધ કરે.
વાંચો થરથર કંપાવતી રસકપ્પિકાનું કથાનક, વૈષયિક સુખ કેવું છે ભયાનક.
ઓગણીસમી રસકૂપિકાનું નામ છે પુંડરીક. તેમાં મહાવિદેહક્ષેત્રનું કથાનક છે– ત્યાં હંમેશાં ચોથા આરા જેવા ભાવ વર્તે છે. છતાં એ બળીયાના બે ભાગ જેવી આ વાત છે. બે સગાભાઈ પુંડરીક અને કંડરીક, પિતાજી સંયમના માર્ગે ગયા અને પુંડરીક રાજા બન્યા, કંડરીક રાજકુમારને વૈરાગ્ય આવ્યો, દીક્ષા લીધી. સંયમ પાળતા રુણ અવસ્થા આવી. દવા વગેરે ઉપચાર કરતાં ચારિત્રથી લથડી પડ્યા. રાજ્ય ભોગવવાની ઇચ્છા થઈ. ઘણા વર્ષનું ચારિત્ર પાલન હોવા છતાં મન ડગી ગયું અને ઘણા વર્ષોનું રાજ્ય ભોગવનાર ભાઈ પુંડરીક, ધર્મમય જીવન ગાળવા લાગ્યા. કંડરીક પાછા ફર્યા. રાજ્ય માંગ્યું, વેશ ઉતાર્યો, મોટાભાઈ પુંડરીકે જૈન શાસનની શાન રાખવા તે વેશ પહેરી ચારિત્ર અંગીકાર કર્યું. ચઢતા પરિણામે પુંડરીક યોગી બન્યા અને કંડરીક ઉતરતા પરિણામે રાજ્ય ભોગવટાના ભોગી બની, માત્ર અઢી દિવસનું રાજ્ય ભોગવી આયુષ્ય પૂર્ણ કરી સાતમી નરકના મહેમાન બન્યા અને પુંડરીકમુનિ અઢી દિવસનું યોગીપણું પાળી
Ro)
39