________________
બોલાવીને તેમણે એક અફલાતુન વાવ બંધાવી. લોકોને જોઈએ તેવી સુવિધા તેમાં રાખી હતી. તેથી નંદ મણિયાર પોતાની પ્રશંસા સાંભળીને વાવ પ્રત્યે આસક્ત બન્યો. તે આસક્તિના પરિણામે મૃત્યુ પામી દેડકો થયા. તદાકાળે ગુરુ ભગવંતના દર્શન કરવા શ્રેણિક મહારાજાની સવારી નીકળી અને દેડકો પણ પ્રભુની દેશના સાંભળવા જઈ રહ્યો હતો ત્યારે સેનાના ઘોડાના પગ નીચે એ કચડાઈ ગયો. દર્શન-દર્શન કરવાની ધૂનમાં તેનું સંથારા સહિત મૃત્યુ થયું હોવાથી દેવલોક મેળવ્યો.
તારણ એજ છે કે સંત દર્શન પામી, વ્રત ધારણ કર્યા પછી પણ સંત સમાગમ છોડવો નહીં. તેમજ ગમે તે મનગમતા પદાર્થો મળે કે યશોકીર્તિ મળે પણ તેમાં આસક્તિ ન રાખવી. અનાસક્ત યોગ કેળવવો.
ચૌદમી રસકુષ્પિકાનું નામ છે તેતલીપુત્ર. માનવમાત્રને જેટલા પ્રમાણમાં સુખોપભોગની સાધન સામગ્રી પ્રાપ્ત થાય, તેટલા જ પ્રમાણમાં લોભવૃત્તિ કે આસક્તિ વધતી જાય છે તેને પ્રતિકૂળતા મળતા વૈરાગ્યની સુવાસ પ્રાપ્ત થાય છે.
તેતલીપુર નામના નગરમાં કનકરથ રાજા અને તેતલીપુત્ર તેનો પ્રધાન. રાજાને રાજયમાં અતિ આસક્તિ હતી. ભવિષ્યમાં રાજ્યનો વારસ કોઈન બને તેના માટે જેટલા પુત્રો તેને થતા હતાં તેને વિકલાંગ કરી દેતો. એકદા રાણી પદમાવતી અને તેતલીપ્રધાને વિચાર વિનિમય કર્યો. રાણી અને પોટ્ટિલા બંનેને એકદિવસે બાળકનો પ્રસવ થયો. પોટ્ટિલાએ મૃત બાળકીને જન્મ આપ્યો અને રાણીએ સુંદર બાળકને જન્મ આપ્યો. પ્રધાને રાત્રે બાળક–બાલિકાની અરસ-પરસ અદલા-બદલી કરી લીધી. રાજકુમારનો ઉછેર કર્યો. કાળક્રમે પોઢિલાએ દીક્ષાની આજ્ઞા માંગી, અમાત્યે વચન માંગ્યું દેવ બનો તો પ્રતિબોધિત કરવા આવજો. પોટ્ટિલાએ વચનથી બંધાઈને દીક્ષા લીધી. સરાગ સંયમ પાળી દેવ બની. રાજા કનકરથ મૃત્યુ પામ્યા ત્યારે કનકધ્વજને રાજા બનાવ્યો. રાજા પ્રધાનને ખૂબ માન આપતા હતા. તેને પૂછીને દરેક કાર્ય કરતા હતા. તેતલીપ્રધાનને બોધ પમાડવા પોટ્ટિલ દેવે ભરચક પ્રયત્ન કર્યા પરંતુ અસર થઈ નહીં. પોટ્ટિલદેવે રાજાને, પ્રજાને, ઘરના કુટુંબીજનોને પ્રધાનથી વિમુખ બનાવ્યા, ત્યારે પ્રધાને દુઃખી થઈને મૃત્યુ પામવાના અનેક અખતરા કર્યા. સર્વ જગ્યાએ દેવે તેને બચાવી લીધો અને પછી પ્રગટ થઈને બોધ આપ્યો. પ્રધાને દીક્ષા લીધી, કર્મક્ષય કરી મોક્ષ પધાર્યા. તારણ એજ છે કે સન્માર્ગની સાધનામાં પ્રમાદ બાધક થાય છે પરંતુ જોરદાર દુઃખનું નિમિત્ત મળે છે ત્યારે પ્રમાદ તૂટે છે અને રસ્તો પ્રશસ્ત બની જાય છે. વાંચો રસપ્રદ આ કથાનક કલ્યાણ કરો શીઘ્ર.
37