________________
૩૭ર
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
અલંકૃત કરીને, તે ભિખારી પુરુષને આ પ્રમાણે કહ્યું – હે દેવાનુપ્રિય! આ મારી પુત્રી મને ઇષ્ટ છે, તેને હું તમારી ભાર્યાના રૂપમાં આપું છું. આ ભાગ્યશાળી કન્યાને પ્રાપ્ત કરીને તમે ભાગ્યશાળી થાઓ. ६२ तए णं से दमगपुरिसे सागरदत्तस्स एयमटुं पडिसुणेइ, पडिसुणित्ता सूमालियाए दारियाए सद्धिं वासघरं अणुपविसइ, सूमालियाए दारियाए सद्धिं तलिगंसि णिवज्जइ ।
तएणंसेदमगपुरिसेसूमालियाएइमंएयारूवं अंगफासंपडिसंवेदेइ, सेसंजहा सागरस्स जाव सयणिज्जाओ अब्भुढेइ, अब्भुट्टित्ता वासघराओ णिग्गच्छइ, णिग्गच्छित्ता खंडमल्लगं खंडघडं च गहाय मारामुक्के विव काए जामेव दिसंपाउब्भूए तामेव दिसंपडिगए। ___तएणं सा सूमालिया जावगएणं से दमगपुरिसे त्ति कटु ओहयमणसंकप्पा जाव झियायइ। ભાવાર્થ-તેદ્રમક (ભિખારી) પુરુષે સાગરદત્તની વાતનો સ્વીકાર કરીને સુકુમાલિકાની સાથે શયનઘરમાં પ્રવેશ કર્યો અને સુકુમાલિકાની સાથે એક શય્યા પર સૂતો.
તે સમયે તે દ્રમક પુરુષે સુકુમાલિકાના અંગ સ્પર્શનો આ પ્રકારનો એવો અનુભવ કર્યો કે- શેષ વૃત્તાંત સાગરપુત્રની સમાન જાણવું યાવતું તે શય્યા ઉપરથી ઊઠયો અને શયનાગારથી બહાર નીકળીને પોતાના તે શકોરા અને ઘડાના ઠીકરાને લઈને, મારનાર પુરુષના હાથમાંથી છૂટકારો પામેલા કાગડાની જેમ શીધ્ર જે દિશામાંથી આવ્યો હતો તે દિશામાં પાછો ગયો.
ત્યાર પછી જાગી ગયેલી યાવત્ “તે દ્રમક પુરુષ ચાલ્યો ગયો.” એમ વિચારીને સુકુમાલિકા નિરાશ બની ગઈ ભાવતુ આર્તધ્યાન કરવા લાગી. સુકુમાલિકા દાનધર્મમાં પ્રવૃત્ત - ६३ तएणं सा भद्दा कल्लं पाउप्पभायाएदासचेडिंसद्दावेइ, सद्दावेत्ता एवं वयासी-जाव सागरदत्तस्स एयमटुं णिवेदेइ । तए णं से सागरदत्ते तहेव संभंते समाणे जेणेव वासहरे तेणेव उवागच्छइ, उवागच्छित्ता सूमालियंदारियं अंके णिवेसेइ, णिवेसित्ता एवं वयासीअहो णं तुमं पुत्ता ! पुरापोराणाण जावपच्चणुब्भवमाणी विहरसि । तं मा णं तुमं पुत्ता! ओहयमणसंकप्पा जाव झियाहि. तमं णं पत्ता ! मम महाणसंसि विउलं असणं पाणं खाइमं साइमं जहा पोट्टिला जाव परिभाएमाणी विहराहि । ભાવાર્થ:- ત્યાર પછી બીજે દિવસે પ્રભાતે ભદ્રાએ દાસીને બોલાવીને વરવધૂ માટે દાતણ-પાણી લઈ જવા કહ્યું, યાવતુદાસીએ સુકુમાલિકા પાસેથી દ્રમુકના ચાલ્યા જવાની વાત સાંભળીને સાગરદત્ત સાર્થવાહની પાસે આવીને તે વૃત્તાંતનું નિવેદન કર્યું. ત્યારે સાગરદત્ત સાર્થવાહ સંબ્રાંત-વ્યાકુળ થઈને વાસગૃહમાં આવ્યા. આવીને સુકમાલિકાને ખોળામાં બેસાડીને કહ્યું- હે પુત્રી ! તું પૂર્વ જન્મમાં કરેલા હિંસા આદિ દુષ્કૃત્યો દ્વારા ઉપાર્જિત પાપકર્મોનું ફળ ભોગવી રહી છો, તેથી તું ! ભગ્નમનોરથવાળી થઈને વાવતું ચિંતા ન કર. હે પુત્રી ! મારી ભોજનશાળામાં તૈયાર થયેલા વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમરૂપ ચારે પ્રકારનો આહાર પોટ્ટિલાની જેમ યાવત શ્રમણો આદિને આપતી રહે.