________________
| અધ્ય–૧૬: અમરકંકા: દ્રૌપદી
[ ૩૭૩ ]
સુકુમાલિકાને ઘરે સાધ્વીઓનું ભિક્ષાર્થે આગમન - ६४ तए णं सा सूमालिया दारिया एयमटुं पडिसुणेइ, पडिसुणित्ता महाणसंसि विपुलं असणं पाणं खाइमं साइमं जावदलमाणी विहरइ ।
तेणं कालेणं तेणं समएणं गोवालियाओ अज्जाओ बहुस्सुयाओ एवं जहेव तेयलिणाए सुव्वयाओ तहेवसमोसढाओ,तहेवसंघाडओ जावअणुपविद्वेतहेव जावसूमालिया पडिलाभित्ता एवं वयासी- एवं खलु अज्जाओ ! अहं सागरस्स अणिट्ठा जाव अमणामा, णेच्छइणं सागरए मम णामं वा जावपरिभोगं वा? जस्स जस्स वि यणं दिज्जामि तस्स तस्स वि यणं अणिट्ठा जाव अमणामा भवामि, तुब्भे यणं अज्जाओ ! बहुणायाओ, एवं जहा पोट्टिला जाव उवलद्धे जेणं अहं सागरस्स दारगस्स इट्ठा कंता जाव भवेज्जामि । ભાવાર્થ :- ત્યારે સુકમાલિકા દારિકાએ આ વાતનો સ્વીકાર કરીને ભોજનશાળામાં વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમરૂપ ચારે પ્રકારનો તૈયાર થયેલો આહાર શ્રમણાદિને આપવા લાગી.
તે કાળે અને તે સમયે ગોપાલિકા નામના બહુશ્રુતા સાધ્વીજી વિચરતા હતા. તે ગોપાલિકા સાધ્વીજી ચંપાનગરીમાં પધાર્યા. તેમાંથી એક સંઘાડો સુકુમાલિકાના ઘેર ગોચરી માટે ગયો વગેરે વર્ણન તેતલીપ્રધાન નામના ચૌદમા અધ્યયનના વર્ણન સમાન જાણવું યાવતું સુકુમાલિકાએ ભક્તિભાવપૂર્વક આહાર-પાણી વહોરાવીને સાધ્વીજીઓને આ પ્રમાણે કહ્યું–
હે આર્યાઓ! મારા પતિ સાગરપુત્ર માટે હું અનિષ્ટ થાવ અમનોહર થઈ છું. તેઓ મારું નામ પણ સાંભળવા ઇચ્છતા નથી, તો ઉપભોગ-પરિભોગની તો વાત જ શું કરવી? તે સિવાય મારા પિતા જેને પત્નીરૂપે આપે તે બધા માટે હું અનિષ્ટ, અમનોજ્ઞ થઈ જાઉં છું. હે આર્યાઓ ! તમે તો બહુશ્રુત છો વગેરે પોટ્ટિલાના કથનની જેમજ સુકુમાલિકાએ પણ પતિને વશ કરવા માટે ઉપાયોની પૂછપરછ કરી અને કહ્યું કે તમે કોઈ ચૂર્ણ, મંત્રાદિ પ્રાપ્ત કર્યા હોય, તો તે મને આપો જેથી હું સાગરપુત્રને ઇષ્ટ, કાંત થઈ જાઉં. સુકુમાલિકાની દીક્ષા અને આતાપના :६५ अज्जाओ तहेव भणंति, तहेव साविया जाया, तहेव चिंता, तहेव सागरदत्तं सत्थवाहं आपुच्छइ जाव गोवालियाणं अतिए पव्वइया । तए णं सा सूमालिया अज्जा जाया- ईरियासमिया जाव बंभयारिणी; बहूहिं चउत्थछट्ठट्ठम जावविहरइ । ભાવાર્થ:- તેની વાત સાંભળીને ગોપાલિકા આર્યાએ પોટ્ટિલાના વર્ણનની જેમજ સુવ્રતા આર્યાઓની સમાન ઉત્તર આપ્યો. સાધ્વીજીના પ્રતિબોધથી પોટ્ટિલાની જેમ સુકુમાલિકા પણ શ્રાવિકા થઈ. ત્યાર પછી ક્રમશઃ દીક્ષા અંગીકાર કરવાનો વિચાર કર્યો, સાગરદત્ત સાર્થવાહ પાસેથી દીક્ષાની આજ્ઞા માંગી વગેરે વર્ણન જાણવું યાવત તે ગોપાલિકા આર્યાની પાસે પ્રવ્રજિત બની. ત્યાર પછી તે સુકુમાલિકા આર્યા ઈર્યા સમિતિથી સંપન યાવતું બ્રહ્મચારિણી થઈ ગઈ અને અનેકવિધ ઉપવાસ, છઠ, અઠ્ઠમ આદિની તપસ્યા કરતી વિચારવા લાગી. ६६ तए णं सा सूमालिया अज्जा अण्णया कयाइ जेणेव गोवालियाओ अज्जाओ