________________
અધ્ય—૧૬ : અમરકંકા : દ્રૌપદી
૩૭૧
લઈ આવ્યા. ત્યાર પછી તેના શકોરાના ઠીકરા તથા ઘડાના ઠીબડાને એક બાજુ ફેંકી દીધા. પોતાના શકોરાનું ઢીંકરું અને ઘડાના ઠીબડાને એક બાજુએ ફેંકી દેતા જોઈને તે ભિખારી મોટેથી બૂમ-બરાડા પાડતો રોવા લાગ્યો. ५९ त णं से सागरदत्ते तस्स दमगपुरिसस्स तं महया महया आरसियसद्दं सोच्चा णिसम्म कोडुंबियपुरिसे एवं वयासी - किं णं देवाणुप्पिया ! एस दमगपुरिसे महया महया सद्देणं आरसइ ? तए णं ते कोडुंबियपुरिसा एवं वयासी- एस णं सामी ! तंसि खंडमल्लगंसि खंडघडगंसि य एगंते एडिज्जमाणंसि महया - महया सद्देणं आरसइ । त
सागरदत्तं कोडुंबिय पुरिसे एवं वयासी- मा णं तुब्भे देवाणुप्पिया ! एयस्स दमगस्स तं खंड जाव एडेह, पासे ठवेह, जहा णं पत्तियं भवइ । ते वि तहेव ठवेंति । ભાવાર્થ :- ત્યાર પછી સાગરદત્તે તે ભિખારીના રડવાના મોટો અવાજ અને બૂમ-બરાડાના શબ્દો સાંભળીને, હૃદયમાં ધારણ કરીને કર્મચારી પુરુષોને પૂછ્યું કે– હે દેવાનુપ્રિયો ! આ ભિખારી પુરુષ જોર-જોરથી કેમ બૂમરાણ કરી રહ્યો છે ? ત્યારે કર્મચારી પુરુષોએ કહ્યું – હે સ્વામિન્ ! તેના શકોરા અને ઘડાના ઠીકરાંને એક બાજુ નાંખી દેવાના કારણે તે જોર-જોરથી બૂમો પાડે છે. ત્યારે સાગરદત્ત સાર્થવાહે તે કર્મચારી પુરુષોને કહ્યું– હે દેવાનુપ્રિયો ! તમે તે ભિખારીના શકોરા અને ઘડાના ઠીકરાંને એકબાજુ ફેંકી ન દેતા તેની સામે જ રાખો, તેથી તેને પોતાની વસ્તુનો અને તમારો વિશ્વાસ રહે. આ સાંભળીને તેઓએ તે ઠીકરાં તેની પાસે રાખી દીધા.
=
६० तणं ते कोडुंबियपुरिसे तस्स दमगस्स अलंकारियकम्मं करेंति, करिता सयपागसहस्सपागेहिं तेल्लेहिं अब्भंगेर, अब्भंगिए समाणे सुरभिगंधुव्वट्टणेणं गायं उव्वट्टेति उव्वट्टेत्ता उसिणोदगगंधोदरणं ण्हार्णेति, सीओदगेणं व्हार्णेति, ण्हाणित्ता पम्हल सुकुमालगंधकासाईए गायाइं लूहेति, लूहित्ता हंसलक्खणं पट्टसाडगं परिर्हेति, परिहित्ता सव्वालंकार- विभूसियं करेंति, करिता विउलं असणं पाणं खाइमं साइमं भोया भोयावित्ता सागरदत्तस्स उवर्णेति ।
ભાવાર્થ :- ત્યાર પછી તે કર્મચારી પુરુષોએ તે ભિખારીનું અલંકાર કર્મ–હજામત આદિ કરાવ્યા. શતપાક અને સહસ્રપાક (સો કે હજાર ઔષધ નાંખીને બનાવેલા) તેલથી માલિશ કર્યું. ત્યાર પછી સુવાસિત ગંધ પિષ્ટક—પીઠી ચોળીને ઉષ્ણોદક, ગંધોદક અને શીતોદકથી સ્નાન કરાવ્યું. સ્નાન કરાવીને બારીક અને સુકોમલ ગંધકષાય વસ્ત્રથી શરીર લૂંછ્યું. ત્યાર પછી હંસ જેવા શ્વેત, સ્વચ્છ વસ્ત્રો પહેરાવ્યા અને સર્વ અલંકારોથી વિભૂષિત કર્યો. વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ વગેરે ભોજન કરાવ્યું, ભોજન કરાવ્યા પછી તેને સાગરદત્તની સમીપે લઈ ગયા.
६१ तणं सागरदत्ते सूमालियं दारियं ण्हायं जाव सव्वालंकारविभूसियं करिता तं दमगपुरिसं एवं वयासी- एस णं देवाणुप्पिया ! मम धूया इट्ठा, एयं च णं अहं तव भारियत्ताए दलामि भद्दियाए भद्दओ भविज्जासि ।
ભાવાર્થ :- ત્યાર પછી સાગરદત્તે સુકુમાલિકા પુત્રીને સ્નાન કરાવીને યાવત્ સમસ્ત અલંકારોથી