________________
[ ૩૭૦ ]
શ્રી શાતાધર્મકથા સૂત્ર
નીકળીને પોતાના ઘરે આવ્યો અને સુકુમાલિકા પુત્રીને બોલાવીને પોતાના ખોળામાં બેસાડીને આ પ્રમાણે કહ્યું
હે પુત્રી ! સાગરપુત્રે તને છોડી દીધી તો શું થયું? હવે હું તને એવા પુરુષ સાથે પરણાવીશ, જેને તું ઇષ્ટ, કાંત, પ્રિય અને મનોજ્ઞ થઈશ; આ પ્રમાણે કહીને સુકમાલિકા પુત્રીને ઇષ્ટ વાણી દ્વારા આશ્વાસન આપ્યું. આશ્વાસન આપીને તેને વિદાય કરી. ભિખારી સાથે પુનર્વિવાહ અને તેનું પલાયન - ५६ तए णं से सागरदत्ते सत्थवाहे अण्णया उप्पिं आगासतलगंसि सुहणिसण्णे रायमग्गं आलोएमाणे आलोएमाणे चिट्ठइ । तए णं से सागरदत्ते एगं महं दमगपुरिसं पासइ, दंडिखंडणिवसणं खंडमल्लग-खंडघडगहत्थगयं फुट्टहडाहड सीसं मच्छियासहस्सेहि अण्णिज्जमाणमग्ग। ભાવાર્થ:- ત્યાર પછી કોઈ એક સમયે સાગરદત્ત સાર્થવાહ ભવનની અગાશીમાં સુખાસને બેઠા-બેઠા રાજમાર્ગને જોતાં હતા. તે સમયે સાગરદત્તે એક અત્યંત દરિદ્ર પુરુષ(ભિખારી)ને જોયો. તેણે ચીંથરે હાલ વસ્ત્રો પહેર્યા હતા. તેના હાથમાં શકોરાનું ઠીકરું અને પાણી માટે માટીનું ઠીબડું હતું, તેના વાળના ઝીંથરાં ઉડતા હતા, તેની ઉપર હજારો માખીઓ બણબણતી હતી. ५७ तए णं से सागरदत्ते कोडुंबियपुरिसे सद्दावेइ सदावित्ता एवं वयासी- तुब्भे णं देवाणुप्पिया ! एयं दमगपुरिसं विउलेणं असणपाण-खाइमसाइमेणं पलोभेह, पलोभित्ता गिहं अणुप्पवेसेह, अणुप्पवेसित्ता खंडगमल्लगं खंडघडगं च से एगंते एडेह एडित्ता अलंकारियकम्मं कारेह, कारित्ता ण्हायं जावसव्वालंकारविभूसियं करेह, करित्ता मणुण्णं असणं-पाणं-खाइम-साइमं भोयावेह, भोयावित्ता मम अंतिय उवणेह । ભાવાર્થ - ત્યાર પછી સાગરદત્તે કર્મચારી પુરુષોને બોલાવીને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિય! તમે જાઓ અને તે ભિખારી) પુરુષને વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ, આ ચારે પ્રકારના આહારનું પ્રલોભન આપીને ઘરની અંદર લાવો. અંદર લાવીને તેના કોરા અને ઘડાના ઠીકરાંને એક તરફ ફેંકાવીને અલંકારિક કર્મ(હજામત આદિ) કરાવો, પછી સ્નાન કરાવીને વાવત સર્વ અલંકારોથી વિભૂષિત કરો. ત્યાર પછી તેને મનોજ્ઞ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ આદિ જમાડીને તેને મારી પાસે લઈ આવો. ५८ तए णं कोडंबियपुरिसा जाव पडिसुर्णेति, पडिसुणित्ता जेणेव से दमगपुरिसे तेणेव उवागच्छंति, उवागच्छित्ता तंदमगं असणंपाणंखाइमसाइमं उवप्पलोभेइ, उवप्पलोभित्ता सयं गिहं अणुप्पवेसेंति, अणुप्पवेसित्ता तं खंडमल्लगं खंडघडगं च तस्स दमगपुरिसस्स एगंते પતિ
तएणं से दमगे तंसि खंडमल्लगंसि खंडघडगंसि य एगंते एडिज्जमाणंसि महया महया सद्देणं आरसइ । ભાવાર્થ:- ત્યારે તે કર્મચારી પુરુષોએ સાગરદત્તની આજ્ઞાનો સ્વીકાર કર્યો. તેઓ તે ભિખારી પ્રષની પાસે ગયા, જઈને તે ભિખારીને અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ, આ ચારે પ્રકારના ભોજનની લાલચ આપીને ઘરમાં