________________
અધ્ય–૧૬: અમરકંકા: દ્રૌપદી .
| 3e
वयासी-किं णं देवाणुप्पिया ! एवं जुत्तं वा पत्तं वा कुलाणुरूवं वा कुलसरिसं वा, जंणं सागरदारए सूमालियं दारियं अदिट्ठदोसं पइव्वयं विप्पजहाय इहमागओ? बहूहिं खिज्जणियाहि यरुंटणियाहि य उवालंभइ । ભાવાર્થ:- દાસી પાસેથી આ વૃત્તાંત સાંભળીને, સમજીને સાગરદત્ત અત્યંત ગુસ્સે થયો અને તરત જ જિનદત્ત સાર્થવાહના ઘરે ગયો અને જિનદત્તને આ પ્રમાણે કહ્યું કે હે દેવાનુપ્રિય! શું આ વાત વ્યાજબી છે? કુળમર્યાદાને યોગ્ય છે? કુળને અનુરૂપ છે? કુળની શોભા વધારનારી છે? કે સાગરપુત્ર પતિવ્રતા એવી સુકુમાલિકાપુત્રીના કોઈપણ જાતના દોષ-અપરાધ વિના, તેનો ત્યાગ કરીને અહીં આવતો રહ્યો છે? આ રીતે ખેદ કરતાં, ગળગળા થઈને (જિનદત્તને) ઘણો ઠપકો આપ્યો. |५३ तए णं जिणदत्ते सागरदत्तस्स एयमढे सोच्चा जेणेव सागरे दारए तेणेव उवागच्छइ, उवागच्छित्ता सागरयं दारयं एवं वयासी-दुठु णं पुत्ता ! तुमे कयं सागरदत्तस्स गिहाओ इह हव्वमागए । तं गच्छह णं तुमं पुत्ता ! “एयमवि गए सागरदत्तस्स गिहे । ભાવાર્થ :- જિનદત્ત, સાગરદત્તના આ ઠપકાને સાંભળીને સાગરપુત્ર પાસે ગયો અને સાગરપુત્રને કહ્યું- હે પુત્ર! તેં ખરાબ કર્યું છે તે સાગરદત્તના ઘરેથી અહીં એકદમ પાછો આવી ગયો, તે સારું કર્યું નથી. તો હે પુત્ર ! અત્યારે આ જ ક્ષણે તું સાગરદત્તના ઘરે ચાલ્યો જા. ५४ तए णं से सागरए दारए जिणदत्तं एवं वयासी- अवियाइं अहं ताओ ! गिरिपडणं वा तरूपडणं वा मरुप्पवायं वा जलप्पवेसं वा जलणप्पवेसं वा विसभक्खणं वा वेहाणसं वा सत्थोवाडणं वा गिद्धपिटुं वा पव्वज्ज वा विदेसगमणं वा अब्भुवगच्छिज्जामि, णो खलु अहं सागरदत्तस्स गिहं अणुगच्छिज्जा । ભાવાર્થ - ત્યારે સાગરપુત્રે જિનદત્તને આ પ્રમાણે કહ્યું- હે પિતાજી ! મને પર્વત ઉપરથી કે વૃક્ષ ઉપરથી પડવાનું માન્ય છે, મરુપ્રદેશમાં પડવું સ્વીકાર્ય છે, પાણીમાં ડૂબી જવું, અગ્નિમાં પ્રવેશ કરવો, વિષ ભક્ષણ કરવું, ગળે ફાંસો ખાવો, શસ્ત્રનો ઘા ખમવો, વૃદ્ધ પૃષ્ઠ મરણ મને માન્ય છે. તે જ રીતે દીક્ષા લઈ લેવી કે પરદેશમાં ચાલ્યા જવું સ્વીકાર્ય છે પરંતુ હું નિશ્ચયથી સાગરદત્તના ઘરે પાછો નહીં જ જાઉં. ५५ तए णं से सागरदत्ते सत्थवाहे कुडंतरिए सागरस्स एयमटुं णिसामेइ, णिसामित्ता लज्जिए विलीए विड्डे जिणदत्तस्स गिहाओ पडिणिक्खमइ, पडिणिक्खमित्ता जेणेव सए गिहे तेणेव उवागच्छइ, उवागच्छित्ता सुकुमालियं दारियं सद्दावेइ, सदावित्ता अंके णिवेसेइ, णिवेसित्ता एवं वयासी
किं णं तव पुत्ता ! सागरएणं दारएणं मुक्का ? अहं णं तुमं तस्स दाहामि, जस्स णं तुमंइट्ठा जावमणामा भविस्ससित्ति सूमालियंदारियं ताहिं इटाहिं वग्गूहिं समासासेइ, समासासित्ता पडिविसज्जेइ। ભાવાર્થ :- સમયે સાગરદત્ત સાર્થવાહે દિવાલની પાછળથી સાગરપુત્રની આ વાત સાંભળીને તે મનમાં લજ્જિત થયો, બીજા બધાથી લજ્જા પામ્યો, સ્વ–પરથી લજ્જા પામતો તે જિનદત્તના ઘરેથી બહાર