________________
| અધ્ય–૧૬: અમરકંકા: દ્રૌપદી
| I७
અલંકાર આદિથી સત્કારિત અને સન્માનિત કરીને વિદાય કર્યા. ત્યાર પછી સાગરપુત્ર સુકુમાલિકાની સાથે વાસગૃહ(શયનાગાર)માં આવ્યો અને સુકુમાલિકાની સાથે શય્યા પર સૂતો. ४५ तए णं से सागरए दारए सूमालियाए दारियाए इमं एयारूवं अंगफासं पडिसंवेदेइ, से जहाणामए असिपत्ते इ वा जाव अमणामतरागं चेव अंगफासं पच्चणुभवमाणे विहरइ । तए णं से सागरए दारए सूमालियाए दारियाए अंगफासं असहमाणे अवसवसे मुहुत्तमित्तं संचिट्ठइ । तए णं से सागरदारए सूमालियं दारियं, सुहपसुत्तं जाणित्ता सूमालियाए दारियाए पासाओ उठेइ, उठ्ठित्ता जेणेव सए सयणिज्जे तेणेव उवागच्छइ, उवागच्छित्ता सयणिज्जसि णिवज्जइ। ભાવાર્થ:- તે સમયે સાગરપુત્રે સુકુમાલિકાના આ પ્રકારના અંગ સ્પર્શને અનુભવ્યો. જેમ કે- તે કોઈ તલવારના સ્પર્શ યાવતું અત્યંત અમનોજ્ઞ અને અમનોહર અંગ સ્પર્શને અનુભવતો રહ્યો. ત્યાર પછી સાગરપુત્રને સુકમાલિકાનો તે અંગસ્પર્શ અસહ્ય બની ગયો છતાં પણ લાચાર બનીને થોડીવાર સુધી ત્યાં રહ્યો. પછી સુકુમાલિકા દારિકાને ગાઢ નિદ્રામાં સૂતેલી જાણીને તે સાગરપુત્ર તેની પાસેથી ઊઠીને પોતાની શય્યા હતી ત્યાં ચાલ્યો ગયો અને તેના પર સૂઈ ગયો. ४६ तएणं सूमालिया दारिया तओ मुहत्तंतरस्स पडिबुद्धा समाणी पइव्वया पइमणुरत्ता पति पासे अपस्समाणी तलिमाउ उढेइ, उद्वित्ता जेणेव से सयणिज्जे तेणेव उवागच्छइ, उवागच्छित्ता सागरस्स पासे णिवज्जइ । ભાવાર્થ - થોડીવારમાં સુકુમાલિકાદારિકા જાગી ગઈ. પતિવ્રતા, પતિમાં અનુરકતા તેવી તે સુકુમાલિકાએ પોતાની પાસે પતિને ન જોતા જ શય્યા પરથી ઊભી થઈ ગઈ અને સાગરપુત્ર જ્યાં સૂતો હતો ત્યાં આવીને તેની પાસે સૂઈ ગઈ. ४७ तए णं सागरदारए सूमालियाए दारियाए दोच्चं पि इमं एयारूवं अंगफासं पडिसंवेदेइ, जाव अकामए अवसवसे मुहुत्तमित्तं संचिटुइ ।
तए णं से सागरदारए सूमालियं दारियं सुहपसुत्तं जाणित्ता सयणिज्जाओ उठेइ, उद्वित्ता वासघरस्स दारं विहाडेइ, विहाडित्ता मारामुक्के विव काए जामेव दिसिं पाउब्भूए तामेव दिसिं पडिगए। ભાવાર્થ-ત્યાર પછી સાગરપુત્રે બીજીવાર પણ સુકુમાલિકાના પૂર્વોક્ત પ્રકારના અંગસ્પર્શનો અનુભવ કર્યો યાવતું તેની સાથે સૂવાની ઇચ્છા વિના, વિવશ થઈને થોડીવાર સુધી ત્યાં રહ્યો.
પછી સાગરપુત્ર સુકમાલિકાને સુખપૂર્વક સૂતેલી જાણીને શય્યામાંથી ઊઠયો, પોતાના શયનાગારનું દ્વાર ઉઘાડ્યું. દરવાજો ઉઘાડીને તે મારનારા પુરુષના હાથમાંથી છૂટકારો પામેલા કાગડાની જેમ શીઘ્રગતિથી જે દિશાથી આવ્યો હતો તે દિશામાં પાછો ગયો અર્થાતુ પોતાના ઘેર ચાલ્યો ગયો. ४८ तए णं सूमालिया दारिया तओ मुहुत्तंतरस्स पडिबुद्धा पइव्वया जाव अपासमाणी