________________
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
४२ तरणं सागरदत्ते सत्थवाहे विउलं असणं पाणं खाइमं साइमं उवक्खडावेइ, उवक्खडावित्ता जाव सम्माणेत्ता सागरगं दारगं सूमालियाए दारियाए सद्धिं पट्टयं दुरुहावेइ, दुरुहावित्ता सेयापीयएहिं कलसेहिं मज्जावेइ, मज्जावित्ता अग्गि होमं करावेइ, करावित्ता सागरं दारयं सूमालियाए दारिया पाणिं गेण्हावेइ ।
359
ભાવાર્થ :- ત્યાર પછી સાગરદત્ત સાર્થવાહે વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ આદિ ભોજન તૈયાર કરાવીને યાવત્ તેનું સન્માન કરીને સાગરપુત્રને સુકુમાલિકા પુત્રીની સાથે બાજોઠ પર બેસાડ્યો, બેસાડીને ચાંદી અને સોનાના કળશોથી અભિષેક કરાવ્યો, અભિષેક કરાવીને અગ્નિ હોમ કરાવ્યો. ત્યાર પછી અગ્નિની સાક્ષીએ સાગરપુત્રને સુકુમાલિકા પુત્રીનું પાણિગ્રહણ કરાવ્યું.
સુકુમાલિકાનો અનિષ્ટ સ્પર્શઃ સાગરદત્તનું પલાયન :
४३ तए णं सागरदारए सूमालियाए दारियाए इमं एयारूवं पाणिफासं पडिसंवेदेइ, से जहाणाम- असिपत्ते इ वा करपत्ते इ वा खुरपत्ते इ वा कलंबचीरियापत्ते इ वा सत्तिअग्गे इ वा कोंतग्गे इ वा तोमरग्गे इ वा भिंडिमालग्गे इ वा सूचिकलावए इ वा विच्छुयडंके इ वा कविकच्छू इ वा इंगाले इ वा मुम्मुरे इ वा अच्ची इ वा जाले इ वा अलाइव सुद्धागणी इवा, भवे एयारूवे ?
णो इट्टे समट्टे । एत्तो अणिट्ठतराए चेव अकंततराए चेव अप्पियतराए चेव अमणुण्णतराए चेव अमणामतराए चेव पाणिफासं पडिसंवेदेइ । तए णं से सागरए अकामए अवसवसे तं मुहुत्तमित्तं संचिट्ठइ ।
ભાવાર્થ:- હસ્તમેળાપ સમયે સાગરપુત્રને સુકુમાલિકા દારિકાના હાથનો સ્પર્શ આ પ્રકારનો લાગ્યો भ } तसवार, २वत, अस्त्रो, म्हंजीरिडा-छरीनी धार, शक्तिनी धार, भासानी अशी, तीरनी અણી,ભિંદિવાલ–શસ્ત્ર વિશેષનો અગ્રભાગ, સોયની અણી, વીંછીંના ડંખ, ખંજવાળ ઉત્પન્ન કરનાર કપિકચ્છ વનસ્પતિ, જ્વાળા રહિત અગ્નિ, મુર્મુર–રાખમાં રહેલા અગ્નિકણો, ઇંધન સહિતની જ્વાળા, ઇંધન રહિતની જ્વાળા, અલાતની અગ્નિ, લોહપિંડસ્થ શુદ્ધઅગ્નિનો સ્પર્શ અનિષ્ટ હોય છે. શું સુકુમાલિકાના હાથનો સ્પર્શ તેના જેવો લાગ્યો હતો ? ના, તેના હાથનો સ્પર્શ ઉપરોક્ત વસ્તુઓના સ્પેશથી પણ વધુ અનિષ્ટ, અકાંત, અપ્રિય, અમનોજ્ઞ અને અમનોહર હતો. આ પ્રકારના સ્પર્શના કારણે તે અનિચ્છાએ, પરવશપણે થોડીવાર સહન કરતો બેઠો રહ્યો.
४४ तए णं से सागरदत्ते सत्थवाहे सागरस्स दारगस्स अम्मापियरो मित्तणाइ जाव विलेणं असण-पाण-खाइम-साइमेणं पुप्फवत्थ गंध-मल्लालंकारेण य सक्कारेत्ता सम्माणेत्ता पडिविसज्जेइ। तए णं सागर दारए सूमालियाए सद्धिं जेणेव वासघरे तेणेव उवागच्छइ, उवागच्छित्ता सूमालियाए दारियाए सद्धिं तलिमंसि णिवज्जइ ।
ભાવાર્થ:- ત્યાર પછી સાગરદત્ત સાર્થવાહે સાગરપુત્રના માતા-પિતાને તથા મિત્રો, જ્ઞાતિજનો, આદિને વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમરૂપ ચારે પ્રકારના ભોજનથી તથા પુષ્પ, વસ્ત્ર ગંધ, માલા,