________________
| અધ્ય–૧૬: અમરકંકા: દ્રૌપદી
[ ૩૫ ]
સમાન સંયોગરૂપ લાગતો હોય તો સાગરપુત્રને માટે સુકુમાલિકાને આપો. તો હે દેવાનુપ્રિય! સુકુમાલિકાને માટે અમે શું મૂલ્ય આપીએ? ३९ तए णं से सागरदत्ते तं जिणदत्तं एवं वयासी- एवं खलु देवाणुप्पिया ! सूमालिया दारिया मम एगा एगजाया इट्ठा जाव उंबरपुप्फ व दुल्लहा सवणयाए, किमंग पुण पासणयाए? तंणो खलु अहं इच्छामि सूमालियाए दारियाए खणमवि विप्पओगं । तंजइणं देवाणुप्पिया! सागरदारए मम घरजामाउए भवइ, तो णं अहं सागरस्स सूमालियं दलयामि । ભાવાર્થ - ત્યારે સાગરદત્તે જિનદત્તને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિય ! સુકુમાલિકા પુત્રી અમારી એકની એક પુત્રી છે. મારે તે એક જ સંતાનરૂપ છે. અમોને તે ઇષ્ટ છે યાવત ઉદુબર પુષ્પની જેમ તેનું નામ સાંભળવું પણ દુર્લભ છે એટલે તેનું નામ સાંભળવાથી જ અમોને હર્ષ થાય છે, તો જોવાની તો વાત જ શી કરવી, તેથી દેવાનુપ્રિય! હું ક્ષણભરને માટે પણ સુકુમાલિકાનો વિયોગ ઇચ્છતો નથી. જો આપનો પુત્ર સાગર અમારો ઘર જમાઈ બનીને રહે, તો હું સાગરપુત્રને મારી પુત્રી સુકુમાલિકા આપું. ४० तए णं जिणदत्ते सत्थवाहे सागरदत्तेणं सत्थवाहेणं एवं वुत्ते समाणे जेणेव सए गिहे तेणेव उवागच्छइ, उवागच्छित्ता सागरदारगं सद्दावेइ, सदावित्ता एवं वयासी- एवं खलु ! सागरदत्ते सत्थवाहे ममं एवं वयासी- एवं खलु देवाणुप्पिया ! सूमालिया दारिया मम एगा एगजाया इट्ठा, तंचेव सव्वं । तं जइणं सागरदारए मम घरजामाउए भवइ तो णंदलयामि। तए णं से सागरएदारए जिणदत्तेणं सत्थवाहेणं एवं वुत्ते समाणे तुसिणीए संचिट्ठइ । ભાવાર્થ:- સાગરદત્તે આ પ્રમાણે કહ્યું ત્યારે જિનદત્ત સાર્થવાહ પોતાના ઘરે ગયા, ઘરે આવીને તેણે સાગરપુત્રને બોલાવ્યો અને આ પ્રમાણે કહ્યું- હે પુત્ર ! સાગરદત્ત સાર્થવાહે મને આ પ્રમાણે કહ્યું છે– હે દેવાનુપ્રિય! સુકુમાલિકા મારી એકની એક પ્રિય પુત્રી છે યાવત સાગર મારો ઘર જમાઈ બનીને રહે તો હું મારી દીકરી આપું. જિનદત્ત સાર્થવાહે આ પ્રમાણે કહ્યું ત્યારે સાગરપુત્ર(સ્વીકૃતિરૂપે) મૌન રહ્યો. ४१ तएणं जिणदत्ते सत्थवाहे अण्णया कयाई सोहणंसितिहिकरणणक्खक्तमुहत्तंसि विउलं असणं पाणं खाइमं साइमं उवक्खडावेइ, मित्तणाइ जाव सक्कारेत्ता सम्माणित्ता सागरदारयं ण्हायं जावसव्वालंकारविभूसियंकरेइ,करित्ता पुरिससहस्सवाहिणीयंसीयंदुरुहावेइ, दुरुहावित्ता मित्तणाइ जाव संपरिखुडे सव्विड्डीए साओ गिहाओ णिग्गच्छइ, णिग्गच्छित्ता चंपाणयरिं मज्झमज्झेणं जेणेव सागरदत्तस्स गिहे तेणेव उवागच्छइ, उवागच्छित्ता सीयाओ पच्चोरुहइ, पच्चोरुहित्ता सागरगं दारगं सागरदत्तस्स सत्थवाहस्स उवणेइ । ભાવાર્થ - ત્યાર પછી એકદા શુભતિથિ, કરણ નક્ષત્ર અને મુહૂર્તમાં જિનદત્ત સાર્થવાહે વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ આદિ ચારે પ્રકારનો આહાર તૈયાર કરાવીને મિત્રો, જ્ઞાતિજનો આદિને યાવત સત્કારિત-સન્માનિત કર્યા. પછી સાગરપુત્રને સ્નાન કરાવીને યાવત સર્વ અલંકારોથી વિભૂષિત કરીને હજાર પુરુષોથી વહન કરી શકાય તેવી શિબિકામાં બેસાડીને મિત્રો જ્ઞાતિજનોને સાથે લઈને સંપૂર્ણ વૈભવ સાથે પોતાના ઘરેથી નીકળીને ચંપાનગરીમાં થઈને સાગરદત્તના ઘરે પહોંચ્યા, ત્યાં પહોંચીને સાગરપુત્રને શિબિકામાંથી નીચે ઉતાર્યો અને તેને સાગરદત્ત સાર્થવાહ પાસે લઈ ગયા.