________________
अध्य० - १५ : अमरडंडा द्रौपट्टी
353
णामधेज्जं करेंति- जम्हा णं अम्हं एसा दारिया सुकुमाला गयतालुयसमाणा, तं होउ णं अम्हं इमीसे दारियाए णामधेज्जं सुकुमालिया । तए णं तीसे दारियाए अम्मापियरो णामधेज्जं करेंति "सुकुमालिय" त्ति ।
ભાવાર્થ :- તે બાલિકા બાર દિવસની થઈ ત્યારે તેના માતા-પિતાએ તેનું ગુણયુક્ત નામ રાખ્યુંઅમારી આ બાલિકા હાથીના તાળવાની સમાન અત્યંત કોમળ છે, તેથી અમારી આ પુત્રીનું નામ સુકુમાલિકા રાખવું, આ પ્રમાણે વિચારીને બાલિકાના માતા-પિતાએ તેનું નામ ‘સુકુમાલિકા’ રાખ્યું. | ३३ तए णं सा सुकुमालिया दारिया पंचधाईपरिग्गहिया, तंजहा - खीरधाईए जाव गिरिकंदरमल्लीणा इव चंपगलया णिव्वाय णिव्वाघायंसि सुहंसुहेणं परिवड्ढइ । तए णं सा सुकुमालिया दारिया उम्मुक्कबालभावा जाव रूवेण य जोव्वणेण य लावण्णेण य उक्किट्ठा उक्किट्ठसरीरा जाया यावि होत्था । ભાવાર્થ :- ત્યાર પછી સુકુમાલિકા બાલિકા ક્ષીરધાત્રી વગેરે પાંચ ધાવમાતાઓ દ્વારા પાલન-પોષણ પામતી પર્વતની ગુફામાં રહેલી વાયુરહિત અને ઉપદ્રવ રહિત ચંપકલતાની જેમ સુખપૂર્વક મોટી થવા લાગી. ત્યાર પછી સુકુમાલિકા બાલ્યાવસ્થાથી મુક્ત થઈને યૌવનને પ્રાપ્ત થઈ યાવત્ તે શ્રેષ્ઠ ३५, यौवन, લાવણ્યથી યુક્ત સુંદર શરીરવાળી થઈ ગઈ.
સાગરદત સાથે પાણિગ્રહણ ઃ
| ३ ४ तत्थ णं चंपाए णयरीए जिणदत्ते णामं सत्थवाहे, वण्णओ । तस्सणं जिणदत्तस्स भद्दा भारिया, सूमाला इट्ठा जावमाणुस्सर कामभोए पच्चणुब्भवमाणा विहरइ । तस्स णं जिणदत्तस्स पुत्ते, भद्दा भारियाए अत्तए, सागरए णामं दारए सुकुमालपाणिपाए जाव सुरूवे ।
ભાવાર્થ :- તે ચંપાનગરીમાં જિનદત્ત નામનો એક ધનિક સાર્થવાહ નિવાસ કરતો હતો. તે જિનદત્તને ભદ્રા નામની પત્ની હતી. તે સુકોમળ અને જિનદત્તને પ્રિય હતી યાવત્ મનુષ્ય સંબંધી કામભોગોનું આસ્વાદન કરતી રહેતી હતી. તે જિનદત્ત સાર્થવાહનો પુત્ર અને ભદ્રા ભાર્યાનો આત્મજ સાગર નામનો પુત્ર હતો. તે પણ સુકુમાર હાથ-પગવાળો યાવત્ સુરૂપ હતો.
३५ तए णं से जिणदत्ते सत्थवाहे अण्णया कयाइ साओ गिहाओ पडिणिक्खमइ, पडिणिक्खमित्ता सागरदत्तस्स गिहस्स अदूरसामंतेणं वीईवयइ । इमं च णं सूमालिया दारिया ण्हाया, चेडियासंघपरिवुडा उप्पि आगासतलगंसि कणग-तिंदूसएणं कीलमाणीकीलमाणी विहरइ |
ભાવાર્થ :- એકવાર જિનદત્ત સાર્થવાહ પોતાના ઘેરથી નીકળ્યા અને સાગરદત્તના ઘરની બાજુમાંથી પસાર થયા. તે સમયે સુકુમાલિકા કન્યા સ્નાન કરીને, દાસીઓના સમૂહથી ઘેરાયેલી, ભવનની અગાશી પર સુવર્ણના દડાથી રમતી હતી.
३६ तए णं ते जिणदत्ते सत्थवाहे सूमालियं दारियं पासइ, पासित्ता सूमालियाए