________________
[ ૩૨ ]
શ્રી શાતાધર્મકથા સૂત્ર
ભાવાર્થ :- નાગશ્રી નરકમાંથી નીકળીને મત્સ્યયોનિમાં ઉત્પન્ન થઈ. ત્યાં તે શસ્ત્રથી વીંધાઈને, દાહથી પીડાઈને, આયુષ્યપૂર્ણ કરીને, નીચે સાતમી નરક પૃથ્વીમાં ઉત્કૃષ્ટ તેત્રીસ સાગરોપમની સ્થિતિવાળા નરકાવાસમાં નારકીરૂપે ઉત્પન્ન થઈ. २८ सा णं तओ अणंतरं उव्वट्टित्ता दोच्चं पि मच्छेसु उववज्जइ, तत्थ वि य णं सत्थवज्झा दाहवक्कंतीए कालमासे कालं किच्चा दोच्चं पि अहेसत्तमाए पुढवीए उक्कोसं तेत्तीस सागरोवमठिइएसु णरइएसु णेरइयत्ताए उववज्जइ । ભાવાર્થ :- સાતમી નરકમાંથી નીકળીને તે બીજીવાર મલ્ય યોનિમાં ઉત્પન્ન થઈ. ત્યાં શસ્ત્રથી વીંધાઈને, દાહથી પીડાઈને, મૃત્યુ પામીને બીજીવાર નીચે સાતમી નરક પૃથ્વીમાં ઉત્કૃષ્ટ તેત્રીસ સાગરોપમની સ્થિતિ- વાળા નરકાવાસમાં નારકીરૂપે ઉત્પન્ન થઈ. २९ साणं तओहिंतो अणंतरं उव्वट्टित्ता तच्चं पि मच्छेसु उववण्णा । तत्थ वि य णं सत्थवज्झा दाहवक्कंतीए कालं किच्चा दोच्चं पि छट्ठीए पुढवीए उक्कोसेणं बावीससागरोवम ठिइएसु णरएसु णेरइयत्ताए उववण्णा । ભાવાર્થ:- સાતમી નરક પુથ્વીમાંથી નીકળીને તે ત્રીજીવાર મત્સ્ય યોનિમાં ઉત્પન્ન થઈ. ત્યાં તે શસ્ત્રથી વીંધાઈને,દાહથી પીડાઈને, મૃત્યુ પામીને બીજીવાર છઠ્ઠી નરક પૃથ્વીમાં ઉત્કૃષ્ટ બાવીસ સાગરોપમની સ્થિતિવાળા નરકાવાસમાં નારકીરૂપે ઉત્પન્ન થઈ. ३० तओ अणंतरं उव्वट्टित्ता उरएसु, एवं जहा गोसाले तहा णेयव्वं जाव खरबायर पुढविकाइएसु, अणेगसयसहस्सखुत्तो। ભાવાર્થ:- છઠ્ઠી નરકમૃથ્વીમાંથી નીકળીને તે ઉરપરિસર્પ જાતિના તિર્યંચ પંચેન્દ્રિયમાં ઉત્પન્ન થઈ. આ રીતે શ્રી ભગવતી સૂત્ર શતક–૧૫, સૂત્ર-૯૫થી ૯૭માં કથિત ગોપાલકના ભવભ્રમણની સમાન તેનું ભવભ્રમણ જાણવું યાવતુ ખર પૃથ્વીકાય રૂપે લાખોવાર ઉત્પન્ન થઈ. સુકુમાલિકાનો ભવ:३१ सा णं तओ अणंतरं उव्वट्टित्ता इहेव जंबुद्दीवे दीवे भारहे वासे चंपाए णयरीए सागरदत्तस्स सत्थवाहस्स भद्दाए भारियाए कुच्छिसि दारियत्ताए पच्चायाया । तए णं सा भद्दा सत्थवाही णवण्हं मासाणं बहुपडिपुण्णाणंदारियं पयाया । सुकुमालकोमलियं गयતાલુયલનામાં I ભાવાર્થ :- ત્યાર પછી તે નાગશ્રી પૃથ્વીકાયમાંથી નીકળીને આ જ જંબૂદ્વીપ નામના દ્વીપમાં, ભારતવર્ષમાં, ચંપાનગરમાં સાગરદત્ત સાર્થવાહની ભદ્રા ભાર્યાની કુક્ષીએ બાલિકા રૂપે ઉત્પન્ન થઈ. ભદ્રા સાર્થવાહીએ નવ માસ પૂર્ણ થતાં બાલિકાને જન્મ આપ્યો. તે બાલિકા હાથીના તાળવાની સમાન અત્યંત સુકુમાર અને કોમળ હતી. ३२ तीसेदारियाए णिव्वत्ते बारसाहियाए अम्मापियरो इमं एयारूवं गोण्णं गुणणिप्फणं