________________
| અધ્ય–૧૬: અમરકંકા: દ્રૌપદી .
૩૬૧ ]
આ પ્રમાણે કહીને તે બ્રાહ્મણોએ “હે પાપિણી! પતિતા! તું મરીજા” વગેરે આક્રોશકારી વચનોથી (ગાળો આપી) તેને ફિટકારી; તું હલકા નિમ્ન કુળની છો, તેવા વચનોથી તેનો ઉધડો લીધો; તિરસ્કૃત કરીને ચાલ અમારા ઘરમાંથી નીકળી જા, તેવા વચનોથી તિરસ્કાર કરી; અપમાનિત કરીને, વસ્ત્ર અને ઘરેણા કાઢીને, અમારા ઘરમાંથી ચાલી જા, તેવા વચનોથી ભયભીત કરી; જોજે હવે તારી શું વલે થાય છે, તેવા વચનો સાથે હાથ લાંબા કરી-કરીને; આંગળી બતાવી-બતાવીને તર્જના કરી અને થપ્પડ, લાફા, ગડદાપાટાથી માર માર્યો. આ રીતે ઢોર માર મારીને તેને ઘરમાંથી બહાર કાઢી મૂકી. નાગશ્રીની દુર્દશા અને ભવભ્રમણ:२५ तएणंसा णागसिरी सयाओ गिहाओ णिच्छूढा समाणी चंपारणयरीए सिंघाडगतिय चउक्क चच्चस्चउम्मुहमहापहपहेसुबहुजणेणं हीलिज्जमाणी खिसिज्जमाणी णिदिज्जमाणी गरहिज्जमाणी तज्जिज्जमाणी पव्वहिज्जमाणी धिक्कारिज्जमाणी थुक्कारिज्जमाणी कत्थइ ठाणं वा णिलयं वा अलभमाणी दंडीखंङणिवसणा खंडमल्लग-खंडघडग-हत्थगया फुट्ट हडाहङ सीसा मच्छिया-चडगरेणं अण्णिज्जमाणमग्गा गेहं गेहेणं देहबलियाए वित्तिंकप्पेमाणी વિહાર | ભાવાર્થ:- ત્યાર પછી પોતાના ઘરમાંથી કાઢી મૂકાયેલી તે નાગશ્રી ચંપાનગરીના ત્રિકોણાકાર માર્ગોમાં, ત્રણ રસ્તા જ્યાં મળતા હોય તેવા માર્ગોમાં, ચાર રસ્તા જ્યાં ભેગા થતાં હોય તેવા માર્ગમાં, ચતુર્મુખી ચોરાહોમાં ઘણા માણસો દ્વારા અવહેલનાને પામતી,ખ્રિસના(તિરસ્કાર) નિંદા(પરોક્ષમાં) અને ગહ-પ્રત્યક્ષ નિંદાને પામતી, આંગળી દેખાડી-દેખાડીને તર્જના કરાતી, લાકડી આદિના મારથી વ્યથિત કરાતી, ધિક્કારાતી તથા ઘૂંકાતી તે રહેવા માટે કે ઊભા રહેવા માટે કયાંય સ્થાન પામી શકી નહીં. ત્યારે તે જૂના, ફાટેલા કપડાના ટુકડાને શરીર પર વીંટાળીને, ભિક્ષા માટે હાથમાં શકોરાના ઠીકરાને અને પાણી માટે માટલીની ઠીબડી લઈને, વિખરાયેલા વાળવાળી, માખીઓના ટોળા જેની પાછળ ગણગણતા હતા, તેવી તે નાગશ્રી પેટ ભરવા એક ઘેરથી બીજે ઘેર ભટકવા લાગી. २६ तए णं तीसे णागसिरीए माहणीए तब्भवंसि चेव सोलसरोगायंका पाउब्भूया । तंजहा-सासेकासेजोणिसूले जावकोढे । तएणंसा णागसिरी माहणी सोलसेहिंरोगायंकेहिं अभिभूया समाणी अठ्ठदुहट्टवसट्टा कालमासे कालं किच्चा छट्ठीए पुढवीए उक्सोसेणं बावीससागरोवमठिइएसु णरएसु णेरइयत्ताए उववण्णा । ભાવાર્થ:- ત્યાર પછી તે નાગશ્રી બ્રાહ્મણીને તે જ ભવમાં સોળ રોગાંતક ઉત્પન્ન થયા- શ્વાસ, કાસ, યોનિશૂળ યાવતુ કોઢ. આ સોળ રોગાંતકથી દુઃખી, શારીરિક-માનસિક વ્યથાથી વ્યથિત તે નાગશ્રી બ્રાહ્મણી કાળના સમયે કાળ કરીને છઠ્ઠી નરક પૃથ્વીમાં ઉત્કૃષ્ટ બાવીસ સાગરોપમની સ્થિતિવાળા નરકાવાસમાં નારકીરૂપે ઉત્પન્ન થઈ. २७ साणं तओ अणंतरं उव्वट्ठित्ता मच्छेसु उव्वण्णा, तत्थणं सत्थवज्झा दाहवक्कंतीए कालमासे कालं किच्चा अहे सत्तमाए पुढवीए उक्कोसाए तित्तीससागरोवमठिइएसुणरएसु णेरइयत्ताए उववण्णा ।