________________
| 30
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
માસખમણના પારણામાં શારદિક યાવત તેલ નીતરતું કડવી ઝેરી તુંબડીનું શાક વહોરાવ્યું હતું, તેનાથી જ મુનિનું અકાળે મરણ થયું છે.
२२ तए णं ते समणा णिग्गंथा धम्मघोसाणं थेराणं अंतिए एयमटुं सोच्चा णिसम्म चंपाए सिंघाडगतिग जाव बहुजणस्स एवमाइक्खंति-धिरत्थुणंदेवाणुप्पिया !णागसिरीएमाहणीए जावणिंबोलियाए, जाए णं तहारूवे साहू साहूरूवे धम्मरुई अणगारे सारइएणं अकाले चेव जीवियाओ ववरोविए। ભાવાર્થ:- ત્યાર પછી તે શ્રમણ-નિગ્રંથોએ ધર્મઘોષ સ્થવિર પાસેથી આ વૃત્તાંત સાંભળી અને સમજીને ચંપાનગરીના શૃંગાટક, ત્રિક આદિ સ્થળોમાં જઈને ઘણા લોકોને આ પ્રમાણે કહ્યું કે- હે દેવાનુપ્રિયો ! નાગશ્રી બ્રાહ્મણીને ધિક્કાર છે યાવત્ લીંબોળી જેવી અનાદરણીય નાગશ્રી બ્રાહ્મણીએ તથારૂપના સાધુ એવા ધર્મરુચિ નામક અણગારને માસખમણના પારણે ઝેર જેવું કડવું શાક આપ્યું. તે આહારથી જ મુનિનું અકાળે મરણ થયું છે.સિામાન્ય રીતે શ્રમણોને પોતાના ઉપર મારણાંતિક કષ્ટ આવવા છતાં પણ આ પ્રકારનો પ્રચાર કરવો કાતો નથી પરંતુ ઝેરના પરિણામવાળમત કલેવર જોઈને લોકોમાં કશકાઓ ન થાય તે લયે મુનિઓને આ પ્રકારે નગરમાં સ્પષ્ટીકરણ કરવું પડ્યું २३ तए णं तेसिं समणाणं अंतिए एयमटुं सोच्चा णिसम्म बहुजणो अण्णमण्णस्स एवमाइक्खइ एवं भासइ-धिरत्थु णं णागसिरीए माहणीए जावजीवियाओ ववरोविए । ભાવાર્થ - શ્રમણો પાસેથી આ વૃત્તાંતને સાંભળીને અને સમજીને ઘણા લોકો એકબીજાને આ પ્રમાણે કહેવા લાગ્યા કે– તે નાગશ્રી બ્રાહ્મણીને ધિક્કાર છે યાવત્ તેણીએ પોતાના દુષ્કૃત્યથી મુનિને મારી નાંખ્યા છે. २४ तए णं ते माहणा चंपाए णयरीए बहुजणस्स अंतिए एयमढे सोच्चा णिसम्म आसुरुत्ता जाव मिसिमिसेमाणा जेणेव णागसिरी माहणी तेणेव उवागच्छंति, उवागच्छित्ता णागसिरिं माहणिं एवं वयासी
हं भो णागसिरी ! अपत्थियपत्थिए दुरंतपंतलक्खणे हीणपुण्णचाउद्दसे धिरत्थु णं तव अधण्णाए अपुण्णाए दूभगाए दूभगसत्ताए दूभगणिबोलियाए, जाए णं तुमे तहारूवे साहू साहूरूवे मासखमणपारणगंसि सारइएणं जावववरोविए । उच्चावएहिं अक्कोसणाहिं अक्कोसंति उच्चावयाहिं उद्धंसणाहिं उद्धंसेंति, उच्चावयाहिं णिब्भत्थणाहिं णिब्भत्थेति, उच्चावयाहिं णिच्छोडणाहिं णिच्छोडेंति, तजेंति, तालेति, तज्जेत्ता तालेत्ता सयाओ गिहाओ णिच्छुभंति । ભાવાર્થ - ત્યાર પછી તે બ્રાહ્મણો ચંપાનગરીના ઘણા લોકો પાસેથી આ વૃત્તાંત સાંભળીને અને સમજીને કુપિત થયા ભાવ ક્રોધથી ધમધમાતા નાગશ્રી બ્રાહ્મણી પાસે આવીને તેણીને આ પ્રમાણે કહ્યું–
- ઓ નાગશ્રી ! મરણને ઇચ્છનારી, દુષ્ટ અને અશુભ લક્ષણોવાળી, નિકૃષ્ટ કાળી ચૌદશના દિવસે જન્મેલી, અધન્યા, અપુણ્યા, ભાગ્ય હીન, અભાગણી, અત્યંત દુર્ભાગિની, લીંબોળીની સમાન કડવી, તને ધિક્કાર છે; તે તથારૂપના અણગારને માસખમણના પારણામાં યાવતુ ઝેરીલું શાક વહોરાવીને મારી નાંખ્યા છે.