________________
| અધ્ય–૧૬: અમરકંકા: દ્રૌપદી
[ ૩૫૯ ]
ધર્મરુચિ અણગારને શોધતાં ઈંડિલ ભૂમિમાં ગયા, ત્યાં જઈને યાવતુ પાછા અહીં આવ્યા છીએ. તો હે ભગવન્! ધર્મરુચિ અણગાર કાળધર્મને પ્રાપ્ત થયા છે. આ તેના સંયમી જીવનના ભંડોપકરણ છે. १९ तएणं तेधम्मघोसा थेरा पुव्वगए उवओगंगच्छंति, गच्छित्ता समणे णिग्गंथेणिग्गंधीओ य सदाति, सद्दावित्ता एवं वयासी-एवं खलु अज्जो ! मम अंतेवासी धम्मरुइ णामं अणगारे पगइभद्दए जावविणीएमासमासेणं अणिक्खित्तेणंतवोकम्मेणं अप्पाणंभावमाणे जावणागसिरीए माहणीए गिहे अणुपवितु । तए णं सा णागसिरी माहणी जावणिसिरइ । तए णं से धम्मरुइ अणगारे अहापज्जत्तमितिकटुणागसिरीएमाहणीएगिहाओ पडिणिक्खमइ जाव समाहिपत्ते कालगए। ભાવાર્થ - ત્યાર પછી ધર્મઘોષ સ્થવિરે પૂર્વશ્રુતમાં ઉપયોગ મૂક્યો અને શ્રમણ નિગ્રંથ-નિગ્રંથીઓને બોલાવીને આ પ્રમાણે કહ્યું – હે આર્યો ! મારા અંતેવાસી ધર્મરુચિ નામના અણગાર સ્વભાવથી ભદ્ર યાવત વિનીત હતા. તે માસખમણના પારણે મા ખમણની તપસ્યા કરી રહ્યા હતા યાવતુ તે પારણામાં નાગશ્રી બ્રાહ્મણીના ઘેર ભિક્ષા માટે ગયા. ત્યારે નાગશ્રી બ્રાહ્મણીએ કડવા ઝેરી તુંબડાનું બધું જ શાક તેના પાત્રમાં નાખી દીધું. ત્યારે ધર્મરુચિ અણગાર પોતાના માટે પર્યાપ્ત આહાર જાણીને નાગશ્રીના ઘરેથી નીકળીને અહીં આવ્યા યાવતુ તેઓ કાળ ધર્મ પામ્યા છે. ધર્મરુચિનું ભાવી - २० से णं धम्मरुइ अणगारे बहूणि वासाणि सामण्णपरियागं पाउणित्ता आलोइयपडिक्कंते समाहिपत्ते कालमासे कालं किच्चा उड्डे जावसव्वट्ठसिद्धे महाविमाणे देवत्ताए उववण्णे । तत्थ णंअजहण्णमणुक्कोसं तेत्तीसं सागरोवमाइंठिई पण्णत्ता । तत्थ धम्मरुइस्स वि देवस्स तेत्तीसं सागरोवमाई ठिई पण्णत्ता । से णं धम्मरुई देवे ताओ देवलोगाओ जाव चइत्ता महाविदेहे वासे सिज्झिहिइ । ભાવાર્થ:- ધર્મરુચિ અણગાર ઘણા વર્ષો સુધી શ્રમણ્ય પર્યાયનું પાલન કરીને, આલોચના-પ્રતિક્રમણ કરીને સમાધિમાં લીન થઈને કાલના સમયે કાલધર્મ પામીને ઉપર ઊર્ધ્વલોકમાં યાવતુ સર્વાર્થ સિદ્ધ નામના મહાવિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થયા છે. ત્યાં બધા દેવોની જઘન્ય-ઉત્કૃષ્ટના ભેદથી રહિત એક સમાન તેત્રીસ સાગરોપમની સ્થિતિ કહેલી છે. ધર્મરુચિ દેવની પણ તેત્રીસ સાગરોપમની સ્થિતિ છે. તે ધર્મરુચિદેવ તે ભવનો ક્ષય થતાં ત્યાંથી ચ્યવીને, મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્ય જન્મ ધારણ કરીને સિદ્ધિને પ્રાપ્ત કરશે. નાગશ્રીના અકાર્યનું પરિણામ:२१ तं धिरत्थु णं अज्जो ! णागसिरीए माहणीए अधण्णाए अपुण्णाए जावणिबोलियाए, जाए णं तहारूवे साहू धम्मरुई अणगारे मासखमणपारणगंसि सारइएणं जाव णेहावगाढेणं अकाले चेव जीवियाओ ववरोविए। ભાવાર્થ- ધર્મઘોષ સ્થવિરે નિગ્રંથોને કહ્યું–] હે આર્યો! તે નાગશ્રી બ્રાહ્મણીને ધિક્કાર છે. તે અધન્યા, અપુણ્યા યાવત લીંબોળીની સમાન અનાદરણીય નાગશ્રી બ્રાહ્મણીએ તથારૂપના સાધુ ધર્મરુચિ અણગારને