________________
| उ५८ ।
શ્રી શાતાધર્મકથા સૂત્ર
ભગવંતોની સમીપે(તેમની સાક્ષીએ) જીવન પર્યત સંપૂર્ણ પ્રાણાતિપાતના પચ્ચખાણ કરું છું યાવત સંપૂર્ણ મિથ્યાદર્શનશલ્ય, આ અઢાર પાપસ્થાનોના પચ્ચખ્ખણ કરું છું. આ રીતે બંધક મુનિની જેમ થાવત્ અંતિમ શ્વાસોશ્વાસ પર્યત મારા આ શરીરનો પણ ત્યાગ કરું છું. આ પ્રમાણે આલોચના અને પ્રતિક્રમણ કરીને સમાધિભાવપૂર્વક મૃત્યુ પામ્યા. |१७ तए णं ते धम्मघोसा थेरा धम्मरुइं अणगारं चिरं गयं जाणित्ता समणे णिग्गंथेसद्दावेति सदावित्ता एवं वयासी- एवं खलु देवाणुप्पिया ! धम्मरुइस्स अणगारस्स मासखमणपारणगंसि सारइयस्स जावणेहावगाढस्स णिसिरणट्ठयाए बहिया णिग्गए चिरावेइ। तं गच्छह णं तुब्भे देवाणुप्पिया! धम्मरुइस्स अणगारस्स सव्वओ समंता मग्गणगवेसणं करेह ।। ભાવાર્થ - ત્યાર પછી ધર્મઘોષ સ્થવિરે ધર્મરુચિ અણગારને ઘણા સમયથી બહાર ગયેલા જાણીને શ્રમણ નિગ્રંથોને બોલાવ્યા અને કહ્યું કે- હે દેવાનુપ્રિયો ! ધર્મરુચિ અણગારને મા ખમણના પારણામાં શારદિક તેલ નીતરતા કડવા તુંબડાનું શાક મળ્યું હતું. તેને પરઠવા માટે તે બહાર ગયા હતા, તેને ઘણો સમય થઈ ગયો છે. તો હે દેવાનુપ્રિયો ! તમે જાઓ અને ધર્મરુચિ અણગારની ચારે બાજુ તપાસ કરો. |१८ तएणंतेसमणा णिग्गंथा जावपडिसुणेति, पडिसुणित्ता धम्मघोसाणं थेराणं अंतियाओ पडिणिक्खमंति, पडिणिक्खमित्ता धम्मरुइस्सअणगारस्ससव्वओ समंता मग्गणगवेसणंकरेमाणा जेणेव थंडिल्ले तेणेव उवागच्छंति, उवागच्छित्ता धम्मरुइस्स अणगारस्स सरीरगं णिप्पाणं णिच्चेटू जीवविप्पजढं पासंति, पासित्ता- हा हा अहो ! अकज्जमिति कटु धम्मरुइस्स अणगारस्सपरिणिव्वाणवत्तियंकाउस्सग्गं करेंति, करित्ता धम्मरुइस्सअणगारस्स आयारभंडगं गेण्हंति, गेण्हित्ता जेणेव धम्मघोसा थेरा तेणेव उवागच्छंति, उवागच्छित्ता गमणागमणंपडिक्कमंति, पडिक्कमित्ता एवं वयासी
मीएवं खलु अम्हे तुम्भं अंतियाओ पडिणिक्खमामो, पडिणिक्खमित्ता सुभूमिभागस्स उज्जाणस्स परिपेरतेणं धम्मरुइस्स अणगारस्स सव्वओ समंता मग्गणगवेसणं करेमाणा जेणेव थंडिल्ले तेणेव उवागच्छामो, उवागच्छित्ता जाव इहं हव्वमागया । तं कालगए णं भंते ! धम्मरुइ अणगारे । इमे से आयारभंडए । ભાવાર્થ:- ત્યાર પછી શ્રમણ નિગ્રંથોએ યાવત આજ્ઞાનો સ્વીકાર કર્યો. ધર્માચાર્યની આજ્ઞાનુસાર તે મુનિઓ ધર્મઘોષ સ્થવિર પાસેથી બહાર નીકળીને ચારે બાજુ ધર્મરુચિ અણગારની માર્ગણા-ગવેષણા કરતા જ્યાં સ્થડિલ ભૂમિ હતી ત્યાં આવ્યા અને તેઓએ ધર્મરુચિ અણગારના નિપ્રાણ, નિશ્રેષ્ટ અને નિર્જીવ શરીરને જોયું અને જોતાંની સાથે જ તેમના મુખમાંથી હાય ! હાય! આ અકાર્ય થયું છે, આ અકાર્ય થયું છે. તેવા ખેદજનક શબ્દો સરી પડયા. ત્યાર પછી તેઓએ ધર્મરુચિ અણગારના પરિનિર્વાણનો(મૃત શરીરને વીસરાવવાનો) કાયોત્સર્ગ કર્યો. તેના વસ્ત્ર-પાત્ર વગેરે ઉપધિને ગ્રહણ કરીને ધર્મઘોષ સ્થવિરની પાસે આવ્યા અને ગમનાગમનનું પ્રતિક્રમણ કરીને આ પ્રમાણે કહ્યું
આપના આદેશાનુસાર અમે આપની પાસેથી નીકળીને સુભૂમિભાગ ઉધાનની ચારે બાજુ