________________
| અધ્ય–૧૬: અમરકંકા: દ્રૌપદી
[ ૩પ૭ ]
એક ટીપું જમીન પર નાંખતા અનેક હજારો કીડીઓ મરી ગઈ, તો જો હું બધું જ શાક ભૂમિ પર નાંખીશ તો ઘણા પ્રાણી, ભૂત, જીવ અને સત્ત્વોની હિંસાનું કારણ થશે, તેથી આ શાક મારે જ ખાઈ જવું શ્રેયકારી છે; ભલેને મારું આ શરીર સમાપ્ત થઈ જાય. આ પ્રમાણે વિચાર કરીને મુખવસ્ત્રિકાની પ્રતિલેખના કરી, મસ્તકથી પગ પર્યત અર્થાત્ સંપૂર્ણ શરીરનું પ્રમાર્જન કરીને ઘણા તેલથી વ્યાપ્ત શારદિક કડવી તુંબડીના શાકને બિલમાં સર્પના(સીધા) પ્રવેશની જેમ અર્થાત્ મોઢામાં મમળાવ્યા વિના, સ્વાદ લીધા વિના પોતાના શરીરરૂપ કોઠામાં(પેટમાં) તે બધું જ શાક નાંખી દીધું. અનશનપૂર્વક મરણ અને સતિઃ१५ तएणं तस्स धम्मरुईस्स सारइयं जावणेहावगाढं आहारियस्स समाणस्स मुहुत्तंतरेणं परिणममाणंसि सरीरगंसि वेयणा पाउब्भूया- उज्जला विउला कक्खडा पगाढा चंडा दुक्खा दुरहियासा । ભાવાર્થ - તે શારદિક તુંબડીનું તેલ નીતરતું શાક ખાઈ લીધા પછી, એક મુહૂર્તમાં તેનું પરિણમન થતાં ધર્મરુચિ અણગારના શરીરમાં વેદના ઉત્પન્ન થઈ. તે વેદના અસહ્ય, વિપુલ, કર્કશ, પ્રગાઢ, ભયંકર, દુઃખકારી તથા દુસહ્ય હતી. १६ तएणंधम्मरुई अणगारे अथामे अबले अवीरिए अपुरिसक्कारपरक्कमे अधारणिज्जमिति कटु आयारभंडगं एगते ठवेइ, ठवित्ता थंडिल्ले पडिलेहेइ, पडिलेहित्ता दब्भसंथारगं संथारेइ, संथारित्ता दब्भसंथारगं दुरुहइ दुरुहित्ता पुरत्थाभिमुहे संपलियंकाणिसण्णे करयल परिग्गहियं सिरसावत्तं मत्थए अंजलि कटु एवं वयासी
णमोत्थुणं अरिहंताणं जावसंपत्ताणं । णमोत्थुगंधम्मघोसाणं थेराणंममधम्मायरियाणं धम्मोवएसगाणं । पुव्वि पिणं मए धम्मघोसाणं थेराणं अंतिए सव्वे पाणाइवाएपच्चक्खाए जावज्जीवाए जाव सव्वे मिच्छादसणसल्ले पच्चक्खाए जावज्जीवाए । इयाणि पिणं अहं तेसिं चेव भगवंताणं अंतिए सव्वं पाणाइवायं पच्चक्खामि जावसव्वं मिच्छादसणसल्लं पच्चक्खामिजावज्जीवाए एवं जहा खंदओ जावचरिमेहिं उस्सासणिस्सासेहिं वोसिरामि त्ति कटु आलोइयपडिक्कंते समाहिपत्ते कालगए । ભાવાર્થ - ત્યાર પછી ધર્મરુચિ અણગાર ઉઠવા-બેસવાની શક્તિથી રહિત, મનોબળથી રહિત, વીર્ય તથા પુરુષકાર અને પરાક્રમથી રહિત થઈ ગયા. હવે આ શરીર ટકી શકે તેમ નથી, એવું લાગ્યું ત્યારે તેઓએ સંયમોપકરણ–પાત્ર આદિને એક બાજુ રાખી દીધા અને પછી ઈંડિલ ભૂમિનું પ્રતિલેખન કરીને, દર્ભનો સંથારો પાથરીને, તેના પર બેઠા. પૂર્વ દિશાભિમુખ પર્યક આસને બેસીને, હાથ જોડી મસ્તક પર આવર્તન પૂર્વક અંજલી બદ્ધ અવસ્થામાં આ પ્રમાણે બોલ્યા
કર્મશત્રુઓનો નાશ કરનાર યાવત સિદ્ધિ ગતિને પામેલા સિદ્ધ ભગવંતોને નમસ્કાર હો. મારા ધર્માચાર્ય અને ધર્મોપદેશક ધર્મઘોષ સ્થવિર મુનિને નમસ્કાર હો. પહેલા મેં ધર્મઘોષ સ્થવિરની પાસે સંપૂર્ણ પ્રાણાતિપાત યાવત્ મિથ્યાદર્શનશલ્યના જીવન પર્યત પચ્ચખ્ખાણ કર્યા હતા. આ સમયે પણ હું તે જ