SearchBrowseAboutContactDonate
Page Preview
Page 416
Loading...
Download File
Download File
Page Text
________________ | उ५७ શ્રી શાતાધર્મકથા સૂત્ર अकाले चेव जीवियाओ ववरोविज्जसि । तं मा णं तुमं देवाणुप्पिया ! इमं जाव आहारेसि, मा णं तुमं अकाले चेव जीवियाओ ववरोविज्जसि । तं गच्छह णं तुम देवाणुप्पिया ! इमं सारइयं जाव एगंतमणावाए अचित्ते थंडिले परिटुवेहि, परिटुवित्ता अण्णं फासुयं एसणिज्ज असणं पाणं खाइमं साइमं पडिगाहेत्ता आहारं आहारेहि । ભાવાર્થ - તે સમયે ધર્મઘોષ સ્થવિરે, તે શારદિક કડવી તુંબડીના મસાલેદાર અને તેલ નીતરતા શાકની ગંધથી અભિભૂત થઈને તે તેલ નીતરતાં શાકમાંથી એક ટીપું હાથમાં લીધું અને ચાખ્યું. ચાખતાંવેંત જ તે શાકને ખારું, કડવું, અખાદ્ય, અભોજ્ય અને કડવું-કડવું ઝેર જેવું જાણીને ધર્મરુચિ અણગારને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિય! જો તમે આ તુંબડાનું શાક ખાશો તો અકાળે જ મૃત્યુ પામશો. તેથી હે દેવાનુપ્રિય! તમે આ શાક ખાતા નહીં અને અકાલમાં જ મૃત્યુને આધીન બનતા નહીં. તો હે દેવાનુપ્રિય! તમે જાઓ અને આ શારદિક તુંબડીના શાકને એકાંત, આવાગમનથી રહિત, અચિત્તભૂમિમાં પરઠી દો અને બીજા પ્રાસુક અને એષણીય અશન, પાન, ખાધ અને સ્વાધ ગ્રહણ કરીને તેનો આહાર કરો. १३ तए णं से धम्मरुई अणगारे धम्मघोसेणं थेरेणं एवं वुत्ते समाणे धम्मघोसस्स थेरस्स अंतियाओ पडिणिक्खमइ, पडिणिक्खमित्ता सुभूमिभागाओ उज्जाणाओ अदूरसामंते थंडिल्लं पडिलेहेइ, पडिलेहित्ता तओ सारइयाओ एग बिंदुगं गहेइ गहित्ता थंडिलंसि णिसिरइ । ભાવાર્થ - ત્યાર પછી ધર્મઘોષ સ્થવિરે આ પ્રમાણે કહ્યું ત્યારે ધર્મરુચિ અણગાર ધર્મઘોષ સ્થવિરની પાસેથી નીકળ્યા. નીકળીને સુભૂમિભાગ ઉદ્યાનથી ન અતિ દૂર ન અતિ નજીક અર્થાત્ થોડે દૂર રહેલી ઈંડલ ભૂમિમાં જઈને, તેની પ્રતિલેખના કરીને, તે શારદિક તુંબડાના શાકનું એક ટીપું લઈને જમીન પર નાંખ્યું. જીવ દયા માટે ઝેરી શાકનું આરોગવું - १४ तएणं तस्ससारइयस्सतित्तालाउयस्स बहुणेहावगाढस्स गंधेणं बहूणि पिपीलिगासहस्साणिपाउब्भूयाई । जा जहा यणंपिपीलिगा आहारेइ, सा तहा अकाले चेवजीवियाओ ववरोविज्जइ। तए णं तस्स धम्मरुइस्स अणगारस्स इमेयारूवे अज्झत्थिए जाव समुप्पज्जित्था- जइ ताव इमस्स सालइयस्स जाव एगम्मि बिंदुगम्मि पक्खित्तम्मि अणेगाई पिपीलिगासहस्साई ववरोविजंति, तं जई णं अहं एयं सारइयं थंडिल्लंसि सव्वं णिसिरामि, तए णं बहूणं पाणाणं भूयाणं जीवाणं सत्ताणं वहकारणं भविस्सइ । तं सेयं खलु ममेयं सारइयं जावणेहावगाढं सयमेव आहारेत्तए, मम चेव एएणं सरीरेणं णिज्जाउत्तिकटु एवं संपेहेइ, संपेहेत्ता मुहपोत्तियं पडिलेहेइ, पडिलेहित्ता ससीसोवरियं कायं पमज्जेइ, पमज्जित्ता तं सारइयं तित्तलाउयं ब हुणेहावगाढं बिलमिव पण्णगभूएणं अप्पाणेणं सव्वं सरीरकोटुगंसि पक्खिवइ। ભાવાર્થ - ત્યાર પછી તે શારદિક કડવી તુંબડીના તેલ નીતરતા શાકની ગંધથી હજારો કીડીઓ ત્યાં આવી. જે જે કીડીઓએ તે શાક ખાધું, તે તે કીડીઓ તરત જ અકાળે મૃત્યુ પામી. ત્યારે ધર્મરુચિ અણગારના મનમાં આ પ્રકારનો વિચાર ઉત્પન્ન થયો કે જો આ શારદિક શાકનું
SR No.008763
Book TitleAgam 06 Ang 06 Gnatadharma Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSumanbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages564
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy