________________
અધ્ય–૧૬: અમરકંકા: દ્રૌપદી .
| उ५५ । बीयाए पोरिसीए झाणं झियाइ, एवं जहा गोयमसामी तहेव भायणाई उग्गाहेइ, तहेव धम्मघोसं थेरं आपुच्छइ घरसमुदाणस्स भिक्खायरियाए जाव अडमाणे जेणेव णागसिरीए माहणीए गिहे तेणेव अणुपविढे । ભાવાર્થ:- તે ધર્મઘોષ સ્થવિરના અંતેવાસી શિષ્ય ધર્મરુચિ નામના અણગાર હતા. તે શ્રેષ્ઠ ગુણવાળા થાવત્ માસખમણના પારણે મા ખમણનું તપ કરતા હતા. કોઈ એક સમયે મા ખમણના પારણાના દિવસે ધર્મરુચિ અણગારે પહેલી પોરસીમાં સ્વાધ્યાય કર્યો, બીજી પોરસીમાં ધ્યાન કર્યું અને ગૌતમસ્વામીની જેમ ત્રીજી પોરસીમાં પાત્રાનું પડિલેહણ કરીને, પાત્રા લઈને ધર્મઘોષ સ્થવિર પાસે ગયા અને ગોચરી લાવવાની આજ્ઞા માંગી લાવત્ ચંપાનગરીના ઘરોમાં સામુદાનિકરૂપે(ઉચ્ચ, નિમ્ન અને મધ્યમ કળોનો ભેદ રાખ્યા વિના) ભિક્ષાર્થે ભ્રમણ કરતાં તેમણે નાગશ્રી બ્રાહ્મણીના ઘરમાં પ્રવેશ કર્યો. કડવા તુંબડાના શાકનું દાન - १० तए णं सा णागसिरी माहणी धम्मरुई एज्जमाणं पासइ, पासित्ता तस्स सारइयस्स तित्तालाउयस्स बहुसंभास्संभियस्स हावगाढस्स एडणट्ठयाए हट्ठतुट्ठा उढेइ, उद्वित्ता जेणेव भत्तघरे तेणेव उवागच्छइ, उवागच्छित्ता तं सारइयं तित्तालाउयं बहुसंभारसंभियं णेहावगाढं धम्मरुइस्स अणगारस्स पडिग्गहसि सव्वमेव णिसिरइ ।। ભાવાર્થ:- નાગશ્રી બ્રાહ્મણીએ ધર્મરુચિ અણગારને આવતા જોઈને તે શારદિક-શરદઋતુની કડવી તુંબડીના ઘણા મસાલા અને તેલથી યુક્ત શાકને કાઢી નાંખવાનો યોગ્ય અવસર જાણીને તે હૃષ્ટ-તુષ્ટ થઈ અને પોતાના આસન ઉપરથી ઊઠીને ભોજનગૃહમાં ગઈ. ત્યાં જઈને તેણે તે શારદિક કડવી તુંબડીનું મસાલેદાર અને તેલવાળું બધું જ શાક ધર્મરુચિ અણગારના પાત્રમાં વહોરાવી દીધું. ११ तए णं से धम्मरुई अणगारे अहापज्जत्तमिति कटु णागसिरीए माहणीए गिहाओ पडिणिक्खमइ, पडिणिक्खमित्ता चपाए णगरीए मज्झंमज्झेणं पडिणिक्खमइ, पडिणिक्ख-मित्ता जेणेव सुभूमिभागे उज्जाणे जेणेव धम्मघोसा थेरा तेणेव उवागच्छइ, उवागच्छित्ता धम्मघोसस्स अदूरसामंते इरियावहियं पडिक्कमइ, अण्णपाणं पडिलेहेइ अण्णपाणं करयलंसि पडिदंसेइ । ભાવાર્થ - ત્યાર પછી ધર્મરુચિ અણગાર “આ આહાર પર્યાપ્ત છે” એવું જાણીને, નાગશ્રી બ્રાહ્મણીના ઘરેથી બહાર નીકળીને ચંપાનગરીમાં થતાં સુભૂમિભાગ ઉદ્યાનમાં આવ્યા. તેઓએ ધર્મઘોષ સ્થવિરની પાસે આવી, અતિ દૂર ન અતિ નજીક રહીને ઇર્યાપથનું પ્રતિક્રમણ કર્યું. લાવેલા આહાર-પાણીનું પ્રતિલેખન કરીને, તે આહાર-પાણીનું પાત્ર હાથમાં લઈને સ્થવિર ભગવંતને બતાવ્યું. १२ तए णं ते धम्मघोसा थेरा तस्स सारइयस्स तित्तालाउयस्स बहुसंभारसंभियस्स णेहावगाढस्स गंधेण अभिभूया समाणा तओ सारइयाओ णेहावगाढाओ एगं बिंदुयं गहाय करयलंसि आसाएइ, तित्तगं खारं कडुयं अखज्ज अभोज्जं विसभूयं जाणित्ता धम्मरुइं अणगारं एवं वयासी-जइ णं तुमं देवाणुप्पिया ! एयं जाव आहारेसि तो णं तुम