________________
| उ५४ ।
શ્રી જ્ઞાતાધર્મકથા સત્ર
जाउयाओ ण जाणंति ताव मम सेयं एयं सारइयं तित्तालाउयं बहुसंभारणेहकडं एगंते गोवेत्तए, अण्णं सारइयं महुरालाउयं बहुसंभारसंभियं णेहावगाढं उवक्खडेत्तए; एवं संपेहेइ, संपेहित्ता तं सारइयं जावगोवेइ अण्णं सारइयं महुरालाउयं उवक्खडेइ, उवक्खडेत्ता;
तेसिं माहणाणं ण्हायाणं जाव भोयणमंडवंसि सुहासणवरगयाणं तं विउलं असणं पाणं खाइमं साइमं परिवेसेइ । तए णं ते माहणा जिमियभुत्तुत्तरागया समाणा आयंता चोक्खा परमसुइभूया सकम्मसंपउत्ता जाया यावि होत्था । तए णं ताओ माहणीओ ण्हायाओ जावविभूसियाओ तं विउलं असणं पाणं खाइमं साइमं आहारैति, आहारित्ता जेणेव सयाई गेहाई तेणेव उवागच्छंति, उवागच्छित्ता सकम्मसंपउत्ताओ जायाओ। ભાવાર્થ - મારી દેરાણીઓ જો આ વાત જાણી જશે તો મારી નિંદા કરશે. જ્યાં સુધી મારી દેરાણીઓ આ વાત જાણતી નથી(હજુ આવી નથી) ત્યાં સુધીમાં આ શારદિક કડવી તુંબડીના મસાલેદાર શાકને એકબાજુ સંતાડીને મૂકી દેવું અને બીજી શારદિક મીઠી તુંબડીનું મસાલેદાર તેલ નીતરતું શાક બનાવી લેવું યોગ્ય છે. આ પ્રમાણે વિચાર કરીને નાગશ્રીએ તે કડવી તુંબડીનું શાક યાવત્ સંતાડી દીધું અને અન્ય શારદિક મીઠી તુંબડીનું શાક બનાવી લીધું.
- ત્યાર પછી તે બ્રાહ્મણો સ્નાન કરીને ભોજન મંડપમાં સુખાસને બેઠા હતા ત્યારે તેઓને તે પ્રચુર અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ વગેરે ચારે પ્રકારનું ભોજન પીરસવામાં આવ્યું. તે બ્રાહ્મણો ભોજન કરીને, પછી કોગળા કરીને મોટું સ્વચ્છ કરી, હાથ-પગ ધોઈને પરમ પવિત્ર થઈને પોત-પોતાના કામમાં પરોવાઈ ગયા. ત્યાર પછી સ્નાન કરેલી અને વિભૂષિત થયેલી તે બ્રાહ્મણીઓએ વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમનું ભોજન કર્યું. જમીને તેઓ પણ પોત-પોતાના ઘરે જઈને પોત-પોતાના કામમાં પરોવાઈ ગયા. ધર્મરુચિનું ભિક્ષાર્થ ગમન :
८ तेणं कालेणं तेणं समएणं धम्मघोसा णाम थेरा जावबहुपरिवारा जेणेव चंपा णामं णयरी, जेणेव सुभूमिभागे उज्जाणे, तेणेव उवागच्छंति, उवागच्छित्ता अहापडिरूवं ओग्गह ओगिण्हित्ता संजमेणं तवसा अप्पाणं भावमाणा विहरंति। परिसा णिग्गया । धम्मो कहिओ। परिसा पडिगया। ભાવાર્થ:- તે કાલે અને તે સમયે ધર્મઘોષ નામના સ્થવિરમુનિ યાવતું વિશાળ શિષ્ય પરિવારની સાથે ચંપા નગરીના સુભૂમિભાગ ઉદ્યાનમાં પધાર્યા. સાધુને યોગ્ય સ્થાન અને સસ્તારકની યાચના કરીને ત્યાં રહ્યાં યાવત સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા વિચારવા લાગ્યા. તેઓને વંદના કરવા માટે પરિષદ નીકળી. સ્થવિર મુનિરાજે ધર્મનો ઉપદેશ આપ્યો. ઉપદેશ સાંભળીને પરિષદ પાછી ફરી.
९ तए णं तेसिं धम्मघोसाणं थेराणं अंतेवासी धम्मरुई णाम अणगारे ओराले जाव मासमासेणं खममाणे विहरइ।
तए णं से धम्मरुई अणगारे मासखमणपारणगंसि पढमाए पोरिसीए सज्झायं करेइ,