________________
| અધ્ય–૧૬: અમરકંકા : દ્રૌપદી.
૩૫૩ ]
मिहोकहा-समुल्लावे समुप्पज्जित्था- एवं खलु देवाणुप्पिया ! अम्हं इमे विउले धण जाव सावएज्जे अलाहि जाव आसत्तमाओ कुलवंसाओ; पकामं दाउं पकामं भोत्तुं पकामं परिभाएउं । तं सेयं खलु अम्हं देवाणुप्पिया! अण्णमण्णस्स गिहेसु कल्लाकल्लि विउलं असणं पाणं खाइमं साइमं उवक्खडेउं परिभुंजमाणाणं विहरित्तए । ભાવાર્થ - એકદા તે ત્રણે ભાઈઓ સાથે મળ્યા અને સાથે બેઠેલા ત્રણે ભાઈઓ વચ્ચે આ પ્રમાણે વાર્તાલાપ થયો- હે દેવાનુપ્રિયો ! આપણી પાસે આ પુષ્કળ પ્રમાણમાં ધન યાવતુ સ્વાપQય-દ્રવ્ય આદિ વિદ્યમાન છે. સાત પેઢીઓ સુધી ખૂબ પ્રમાણમાં દાનમાં અપાય, ખૂબ વપરાય અને વહેંચાય(ભાગ પડે) તો પણ ખૂટે તેમ નથી. તો હે દેવાનુપ્રિયો ! આપણે પ્રતિદિન એકબીજાના ઘરે વારાફરતી વિપુલ, અશન, પાન, ખાદિમ, સ્વાદિમ, આ ચાર પ્રકારનો આહાર તૈયાર કરાવીએ અને એક સાથે બેસીને ભોજન કરીએ, તે આપણા માટે શ્રેયકારી છે. | ५ अण्णमण्णस्स एयमटुं पडिसुणेति, कल्लाकल्लि अण्णमण्णस्स गिहेसु विउलं असणं पाणं खाइमं साइमं उवक्खडार्वति, उवक्खडावित्ता परिभुंजेमाणा विहरंति। ભાવાર્થ:- ત્રણે બ્રાહ્મણ બંધુઓએ એકમત થઈને એકબીજાની આ વાત સ્વીકારી લીધી. તેઓ પ્રતિદિન એકબીજાના ઘરે પ્રચુર અશન, પાન, ખાદિમ અને સ્વાદિમરૂપ ચારે પ્રકારનો આહાર બનાવીને એક સાથે ભોજન કરવા લાગ્યો. કડવા તુંબડાનું શાકઃ
६ तएणं तीसे णागसिरीए माहणीए अण्णयाकयाइ भोयणवारए जाए यावि होत्था । तए णं सा णागसिरी विउलं असणं पाणं खाइमं साइमं उवक्खडेइ, एगं महं सालइयं (सारइय) तित्तालाउयं बहसंभारसंजुत्तं णेहावगाढं उवक्खडेइ. एगं बिंदयं करयलंसि आसाएइ, तं खारं कडुयं अखज्जं अभोज्जं विसभूयं जाणित्ता एवं वयासी-धिरत्थु णं मम णागसिरीए अहण्णाए अपुण्णाए दूभगाए दूभगसत्ताए दूभगणिबोलियाए, जाए णं मए सारइए तित्तालाउए बहुसंभारसंभिए णेहावगाढे उवक्खडिए सुबहुदव्वक्खए णेहक्खए यकए। ભાવાર્થ:- એકવાર નાગશ્રી બ્રાહ્મણીને ત્યાં ભોજનનો વારો હતો. નાગશ્રીએ વિપુલપ્રમાણમાં અશનાદિ ચારે પ્રકારનો આહાર બનાવ્યો અને પછી એક મોટી શારદિક—શરદઋતુમાં ઉત્પન્ન મુલાયમ તુંબડી(દૂધી)નું મસાલેદાર, તેલ નીતરતું શાક બનાવ્યું. શાક તૈયાર થઈ જવા આવ્યું ત્યારે તેના રસામાંથી રસાનું એક ટીપું પોતાની હથેળીમાં લઈ ચાખ્યું. ચાખતાંવેંત તેને ખબર પડી ગઈ કે આ શાક તો ખારું, કડવું છે, તે ખાવા લાયક નથી, ભોજનમાં કામ લાગે તેવું નથી, આ શાક તો કડવું-કડવું ઝેર જેવું છે. તે મનોમન બડબડવા લાગી કે મને નાગશ્રીને ધિક્કાર છે. હું અધન્યા, અપુણ્યા, દુર્ભાગ્યા, દુર્બલા, ભાગ્યહીન શારદિક લીંબોળીની જેમ અનાદરણીય છું. મેં આ શારદિક કડવી તુંબડીનું મસાલેદાર અને તેલ નીતરતું શાક બનાવવામાં ઘણા મસાલા અને તેલનો બગાડ કર્યો છે. |७ तं जइ णं ममं जाउयाओ जाणिस्संति, तो णं मम खिसिस्संति । तं जाव ताव मम