________________
ઉપર
શ્રી શાતાધર્મકથા સૂત્ર
સોળમું અધ્યયન અમરકંકાઃ દ્રૌપદી
અધ્યયન પ્રારંભ - | १ जइ णं भंते ! समणेणं भगवया महावीरेणं पण्णरसमस्स णायज्झयणस्स अयमढे पण्णत्ते, सोलसमस्स णं भंते ! णायज्झयणस्स के अटे पण्णत्ते? ભાવાર્થ:- હે ભગવન્! શ્રમણ ભગવાન મહાવીરે પંદરમા જ્ઞાત-અધ્યયનના આ ભાવ કહ્યા છે, તો સોળમા જ્ઞાત-અધ્યયનના કયા ભાવ ફરમાવ્યા છે? | २ एवं खलुजंबू ! तेणंकालेणं तेणं समएणं चंपा णामंणयरी होत्था, वण्णओ । तीसे णं चंपाए णयरीए बहिया उत्तर पुरच्छिमे दिसीभाए सुभूमिभागेणामं उज्जाणे होत्था, वण्णओ। ભાવાર્થ:- હે જંબૂ! તે કાલે અને તે સમયે ચંપા નામની નગરી હતી. તે ચંપાનગરીની બહાર ઉત્તર-પૂર્વ (ઈશાન) દિશામાં સુભૂમિભાગ નામનું ઉદ્યાન હતું. નગરી અને ઉદ્યાનનું વર્ણન ઔપપાતિક સૂત્રાનુસાર જાણવું. દ્રૌપદીનો પૂર્વ ભવઃ નાગશ્રી બ્રાહ્મણી :| ३ तत्थ णं चंपाए णयरीए तओ माहणा भायरो परिवसंति, तंजहा- सोमे, सोमदत्ते, सोमभूई, अड्डा जाव अपरिभूया; रिउव्वेय जउव्वेयसामवेय अथव्वणवेय जाव बंभण्णएसु य सत्थेसु सुपरिणिट्ठिया ।।
तेसिंणंमाहणाणं तओ भारियाओ होत्था, तंजहा- णागसिरी, भूयसिरी-जक्खसिरी, सुकुमालपाणिपायाओ जावतेसिणं माहणाणं इट्ठाओ, विउले माणुस्सए कामभोगे पच्चणुभवमाणीओ विहरंति। ભાવાર્થ:- તે ચંપાનગરીમાં ત્રણ બ્રાહ્મણ બંધુઓ નિવાસ કરતા હતા. તેના નામ આ પ્રમાણે હતા- સોમ, સોમદત્ત અને સોમભૂતિ. તેઓ ધનાઢય યાવતુ ઘણાં લોકો માટે આદર્શભૂત હતા. તે બ્રાહ્મણો ઋગ્વદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ, આ ચાર વેદ તથા અન્ય બ્રાહ્મણ શાસ્ત્રોમાં અત્યંત પ્રવીણ હતા.
તે ત્રણે બ્રાહ્મણોની ત્રણ પત્નીઓના નામ ક્રમશઃ આ પ્રમાણે હતા- નાગશ્રી, ભૂતશ્રી અને યક્ષશ્રી. તેઓ સુકુમાર હાથ-પગ આદિ અવયવોવાળી યાવતુ બ્રાહ્મણોને પ્રિય હતી અને મનુષ્ય સંબંધી વિપુલ સુખો ભોગવતી રહેતી હતી. સહભોજનનો નિર્ણય - |४ तएणंतेसिंमाहणाणं अण्णया कयाइ एगयओ सहियाणं समुवागयाणं जावइमेयारूवे