________________
૩૫૦
શ્રી શાતાધર્મકથા સૂત્ર
સોળમું અધ્યયન
અધ્યયન સાર
ક
ક
ક
ક
ક
ક
ક
ક
ક .
.
.
.
.
આ અધ્યયનમાં દ્રૌપદીના ભવોનું વર્ણન છે, તેની પ્રમુખતાએ અધ્યયનનું નામ દ્રૌપદી પ્રસિદ્ધ છે.
પદ્મનાભ રાજા દ્રૌપદીનું હરણ કરાવીને તેને ધાતકીખંડ દ્વીપની અમરકંકા નગરીમાં લઈ ગયા હતા. તે નગરીની પ્રમુખતાએ શાસ્ત્રમાં આ અધ્યયનનું નામ અમરકંકા છે.
આ અધ્યયનમાં દ્રૌપદીના અસંખ્ય પૂર્વભવોનું અને કેટલાક ભાવી ભવોનું વર્ણન છે. તે વર્ણનનો પ્રારંભ નાગશ્રીના ભવથી થાય છે અને છેલ્લે મોક્ષ પ્રાપ્તિના વર્ણન સાથે તે પૂર્ણ થાય છે. નાગશ્રીનો ભવ:– ચંપા નગરીમાં સોમ, સોમદત્ત, સોમભૂતિ, આ ત્રણ બ્રાહ્મણ ભાઈઓના પરિવાર આનંદપૂર્વક રહેતા હતા. તેઓ વારાફરતી એક-એક ભાઈના ઘેર સાથે બેસીને ભોજન કરતા હતા. એકવાર સોમને ત્યાં ભોજનનો વારો હતો. સોમની પત્ની નાગશ્રીએ ભોજનમાં તુંબડાનું(દૂધીનું) ઉત્તમ શાક બનાવ્યું અને ચાખતાં જ તેને ખબર પડી ગઈ કે તુંબડી કડવી ઝેર જેવી છે. અપયશ અને નિંદાથી બચવા નાગશ્રીએ તે શાક એક બાજુ સંતાડીને રાખી દીધું અને બીજું શાક બનાવી લીધું. બધા ભોજન કરીને ચાલ્યા ગયા. તે સમયે માસખમણના પારણે ધર્મરુચિ અણગાર તેના ઘેર પધાર્યા. નાગશ્રીએ તે શાકને ઠેકાણે પાડવા દુષ્ટ પરિણામોથી તે વિષયુક્ત શાક મુનિના પાત્રમાં ઠાલવી દીધું. પોતાના સ્થાને આવી મુનિએ તે શાક ગુરુને બતાવ્યું. શાકને વિષાક્ત જાણી ગુરુએ તે શાક પરઠવી દેવા જણાવ્યું. ધર્મરુચિ અણગારે એકાંતમાં પરઠવા યોગ્ય ભૂમિ પર જઈને શાકનું એક ફોડવું જમીન ઉપર નાખ્યું. તેના સ્વાદથી આકર્ષાઈને હજારો કીડીઓ ત્યાં આવી અને તેને ખાતાં જ મૃત્યુ પામી. તે જોઈ દયાળુ મુનિરાજ જીવોની દયા માટે સ્વયં બધું શાક આરોગી ગયા અને અનશનવ્રત સ્વીકારીને બેસી ગયા. થોડી જ વારમાં શરીરમાં વિષનું પરિણમન થતાં તેઓ સંથારાપૂર્વક કાળધર્મ પામીને સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થયા.
લોકોને નાગશ્રીના આ કૃત્યની જાણ થતાં તેના પર ફિટકાર વરસાવવા લાગ્યા. સોમ બ્રાહ્મણે તેને ઘરમાંથી કાઢી મૂકી. સર્વ લોકોની અવહેલના પામતી અને પોતાના કર્મોદયે તે સોળ રોગથી આક્રાંત બની, મૃત્યુપામીને છઠ્ઠી નરકમાં નારકી રૂપે ઉત્પન્ન થઈ. ત્યાર પછી એક-એક નરકમાં બે-બે ભવ અને વચ્ચે તિર્યંચોના ભવ; એમ ભવભ્રમણ કરતાં લાખો ભવ એકેન્દ્રિય આદિમાં કરતી-કરતી અંતે ત્યાંથી નીકળી તે સાગરદત્ત સાર્થવાહ અને તેની પત્ની ભદ્રાના ઘેર સુકુમાલિકા નામની પુત્રીરૂપે જન્મી. સુકુમાલિકાનો ભવઃ- સુકુમાલિકા યુવાન બની ત્યારે તેના લગ્ન સાગરપુત્ર સાથે થયા. સુકુમાલિકાના શરીરનો સ્પર્શ તલવાર, શસ્ત્ર, અગ્નિ આદિ જેવો મારક, દાહક, અનિષ્ટ હોવાથી સાગરદત્તે લગ્નની રાતે જ તેને ત્યજી દીધી. ત્યાર પછી તેના પિતાએ તેના લગ્ન એક ભિખારી સાથે કરાવ્યા, તે ભિખારી પણ તેનો સ્પર્શ સહન ન કરી શકતાં, શેઠના સ્વર્ગ જેવા સુખના પ્રલોભનને ઠોકર મારીને તે જ રાતે સુકુમાલિકાનો ત્યાગ કરી ભાગી ગયો. નિરાશ અને હતાશ બનેલી સુકુમાલિકા દાનશાળામાં દાન આપતી, જીવન વ્યતીત કરવા લાગી. તે દરમ્યાન તે ગોપાલિકા સાધ્વીજીના પરિચયમાં આવી. ત્યાર પછી તેણીએ દીક્ષા અંગીકાર કરી સંયમ અને તપની આરાધના કરવા લાગી.
કોઈ સમયે ગોપાલિકા આર્યાની આજ્ઞા ન હોવા છતાં સુકુમાલિકા આર્યા ઉધાનમાં જઈ એકાકીપણે