________________
અધ્ય–૧૫: નદી ફળ _
૩૪૯
तव्वज्जणेण जह इट्ठपुरगमो विसयवज्जणेण तहा ।
परमाणंदणिबंधण-सिवपुरगमणं मुणेयव्वं ॥४॥ અર્થ– નંદીફળોનું સેવન ન કરે તે ઈષ્ટ પુર (અહિચ્છત્રા નગરી)ને પ્રાપ્ત કરે છે. તે પ્રમાણે વિષયોના પરિત્યાગથી નિર્વાણ નગરની પ્રાપ્તિ થાય છે અને તે પરમાનંદનું કારણ બને છે..૪ll.
કોઈ પણ દષ્ટાંત, રૂપક કે ઉપમાં એકદેશીય જ હોય છે. તેથી અહીં ચંપાનગરી અર્થાતુ મનુષ્યગતિમાં સ્થિત મનુષ્યો ધન્યવાર્થવાહ તુલ્ય તીર્થંકર પરમાત્માની દેશનાના આધારે, નંદીફળ જેવા ઇન્દ્રિય ભોગોથી દૂર રહે તો અહિચ્છત્રા તુલ્ય મોક્ષને પામે છે, તેટલા અંશે જ દષ્ટાંત ગ્રાહ્ય છે. “સાર્થ અહિચ્છત્રાથી પુનઃ ચંપાનગરી આવ્યો,” દષ્ટાંતનો તે અંશ બોધ માટે ગ્રાહ્ય નથી.
તે પંદરમું અધ્યયન સંપૂર્ણ