________________
[ ૩૪૮ |
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
ધન્ય સાર્થવાહની પ્રવજ્યા અને ભવિષ્યઃ१६ तेणं कालेणं तेणं समएणं थेरागमणं। धण्णे सत्थवाहे धम्म सोच्चा, जेटुपुत्तं कुडुंबे ठावेत्ता पव्वइए । सामाइमाइयाई एक्कारस अंगाई अहिज्जित्ता बहूणि वासाणि सामण्ण- परियागं पाउणित्ता, मासियाए संलेहणाए अत्ताणं झूसेत्ता, सट्ठिभत्ताइंअणसणाई छेदित्ता अण्णयरेसु देवलोएसु देवत्ताए उववण्णे । से णं देवे ताओ देवलोगाओ आउक्खएणं जाव चयं चइत्ता महाविदेहे वासे सिज्झिहिइ जाव अंतं करेहिइ । ભાવાર્થ:- તે કાલે તે સમયે સ્થવિરમુનિ ભગવંતનું આગમન થયું. ધન્ય સાર્થવાહે ધર્મદેશના સાંભળીને મોટા પુત્રને કુટુંબના વડા તરીકે સ્થાપિત કરીને સ્વયં દીક્ષિત થયા. સામાયિકથી લઈને અગિયાર અંગોનું અધ્યયન કર્યું અને ઘણા વર્ષો સુધી સંયમનું પાલન કરીને, એક માસની સંલેખના કરીને, સાઠ ભક્તના આહારનો અનશન દ્વારા ત્યાગ કરીને, કોઈ એક દેવલોકમાં દેવરૂપે ઉત્પન્ન થયા અને દેવલોકના આયુષ્યનો ક્ષય થતાં ત્યાંથી ચ્યવીને મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્ય જન્મ ધારણ કરીને સિદ્ધિ પ્રાપ્ત કરશે યાવત જન્મ-મરણનો અંત કરશે. १७ एवं खलु जंबू ! समणेणं भगवया महावीरेणं पण्णरसमस्स णायज्झयणस्स अयमढे પણ7 II રિ વેરિ II ભાવાર્થ:- આ પ્રમાણે હે જંબૂ! શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ પંદરમાં જ્ઞાત-અધ્યયનનો આ અર્થ કહ્યો છે. જેમ મેં સાંભળ્યું છે તેમ કહ્યું છે. વિવેચન :
પ્રસ્તુત અધ્યયનમાં સાધકોને ધન્ય સાર્થવાહના દષ્ટાંત દ્વારા ઇન્દ્રિયોના વિષયોથી દૂર રહેવાનો બોધ આપ્યો છે. આ દષ્ટાંતના રૂપકોને વૃત્તિકારે ચાર ગાથા દ્વારા ઘટિત કર્યા છે. જેમ કે
चंपा इव मणयगई. धणो व्व भयवं जिणो दएक्करसो।
अहिछत्ता णयरिसमं, इह णिव्वाणं मुणेयव्वं ॥१॥ અર્થ- ચંપાનગરીના સ્થાને મનુષ્યગતિ, ધન્ય સાર્થવાહના સ્થાને એકાંત દયાળુ તીર્થકર ભગવાન અને અહિચ્છત્રા નગરીના સ્થાને નિર્વાણ સમજવું.nl
घोसणया इव तित्थंकरस्स सिवमग्गदेसणमहग्छ ।
चरगाइणो व्व इत्थं सिवसुहकामा जिया बहवे ॥२॥ અર્થ– ધન્ય સાર્થવાહની ઘોષણાના સ્થાને તીર્થકર ભગવાનની મોક્ષમાર્ગની અણમોલ દેશના, અનેક ચરક આદિના સ્થાને મુક્તિ સુખની કામના કરનારા ઘણા પ્રાણી સમજવા.રા.
णंदिफलाइ व्व इह, सिवपहपडिवण्णगाण विसया उ ।
तब्भक्खणाओ मरणं, जह तह विसएहिं संसारो ॥३॥ અર્થ– મોક્ષમાર્ગને અંગીકાર કરનારાઓ માટે ઇન્દ્રિયોના વિષયો(વિષય) નંદી ફળની સમાન છે. જેમ નંદીફળોના ભક્ષણથી મરણ થાય છે, તેમ ઇન્દ્રિય વિષયોના સેવનથી સંસારમાં જન્મ મરણ થાય છે.llall.