________________
અધ્ય–૧૫: નદી ફળ _
१३ एवामेव समणाउसो ! जो अम्हं णिग्गंथो वा णिग्गंथी वा जाव पव्वइए समाणे पंचसु कामगुणेसु सज्जेइ जाव अणुपरियट्टिस्सइ, जहा व ते पुरिसा । ભાવાર્થ:- આ પ્રમાણે તે આયુષ્યમાન શ્રમણો ! અમારા જે સાધુ અથવા સાધ્વીઓ પ્રવ્રજિત થઈને પાંચે ઇન્દ્રિયોના વિષયોમાં આસક્ત થાય છે, તેઓ તે પુરુષોની જેમ ચાવતુ ચતુર્ગતિરૂપ સંસારમાં પુનઃ पुन: परिभ्रम ४२ छ. ધન્ય સાર્થવાહનો અહિચ્છત્રામાં વ્યાપાર:१४ तए णं से धण्णे सत्थवाहे सगडी-सागडं जोयावेइ, जोयावित्ता जेणेव अहिच्छत्ता णयरी तेणेव उवागच्छइ, उवागच्छित्ता अहिच्छत्ताए णयरीए बहिया अग्गुज्जाणे सत्थणिवेसं करेइ, करित्ता सगडी-सागडं मोयावेइ ।
तए णं से धण्णे सत्थवाहे महत्थं महग्धं महरिहं रायारिहं पाहुडं गेण्हइ, गेण्हित्ता बहुपुरिसेहिं सद्धिं संपरिवुडे अहिच्छत्तं णयरिं मज्झमज्झेणं अणुप्पविसइ, अणुपविसित्ता जेणेव कणगके ऊ राया तेणेव उवागच्छइ, उवागच्छित्ता करयल जाव वद्धावेइ, वद्धावित्ता तं महत्थं पाहुडं उवणेइ । ભાવાર્થ:- ત્યાર પછી ધન્ય સાર્થવાહે ગાડી-ગાડા જોતર્યા અને તે અહિચ્છત્રા નગરી સમીપે આવ્યા. અહિચ્છત્રી નગરીની બહાર મુખ્ય ઉધાનમાં તેણે પડાવ નાંખ્યો અને ગાડી-ગાડી છોડ્યા
ત્યાર પછી ધન્ય સાર્થવાહે મહાસાધક, મહામૂલ્યવાન, મહાપુરુષોને યોગ્ય અને રાજાને યોગ્ય અનેક પદાર્થોનું ભેટશું લીધું અને ઘણા પુરુષોની સાથે પરિવૃત્ત થઈને અહિચ્છત્રા નગરીના મધ્યભાગમાં પ્રવેશ કરીને, કનકકેતુ રાજાની પાસે ગયા. ત્યાં જઈને, હાથ જોડીને, રાજાનું અભિવાદન કરીને, જય વિજયના શબ્દોથી વધાવીને તે બહુવિધ અને બહુમૂલ્ય ભેટ રાજાને આપી. १५ तए णं से कणगकेऊ राया हद्वतुढे धण्णस्स सत्थवाहस्स तं महत्थं जाव पाहुडं पडिच्छइ, पडिच्छित्ता धण्णं सत्थवाहं सक्कारेइ सम्माणेइ, सक्कारिता सम्माणित्ता उस्सुक्कं वियरइ, वियरित्ता पडिविसज्जेइ।
तए णं से धण्णे सत्थवाहे अहिच्छत्ताणयरीए जाव भंडविणिमयं करेइ, करित्ता पडिभंडं गेण्हइ, गेण्हित्ता सुहंसुहेणं जेणेव चंपा णयरी तेणेव उवागच्छइ, उवागच्छित्ता मित्तणाइणियगसयणसंबंधी परिजणेणं सद्धि अभिसमण्णागए विउलाई माणुस्सगाई भोगभोगाई भुंजमाणे विहरइ । ભાવાર્થ - કનકકેતુ રાજાએ હર્ષિત અને સંતુષ્ટ થઈને ધન્ય સાર્થવાહની તે મૂલ્યવાન ભેટનો સ્વીકાર કર્યો અને ધન્ય સાર્થવાહનો સત્કાર-સન્માન કરીને શુલ્ક(જકાત) માફ કરી દીધું અને તેમને વિદાય કર્યા. ત્યાર પછી ધન્ય સાર્થવાહે પોતાનો માલ વેંચ્યો અને બીજો માલ ખરીદયો. ત્યાર પછી સુખપૂર્વક પાછા ફરીને ચંપાનગરીમાં આવી ગયા. આવીને પોતાના મિત્રો અને જ્ઞાતિજનો તથા નિજક, સ્વજન, પરિજન સંબંધીઓ આદિને મળ્યા અને મનુષ્ય સંબંધી સુખ ભોગવતા રહ્યા.