________________
[ ૩૪૬]
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
થાવત્ મનોહર છાયાવાળા જે વૃક્ષો છે તે જ નંદીફળ નામના વૃક્ષો છે. હે દેવાનુપ્રિયો! આ નંદીફળ વૃક્ષના મૂળ, કંદ, પુષ્પ, ત્વચા, પત્ર, ફળ, બીજ, લીલી કૂંપળ આદિનું સેવન કરશો નહીં થાવ તે અકાળે જ જીવનથી રહિત કરી દે છે. તેથી ક્યાંક એવું ન બને કે તમે તેનું સેવન કરીને જીવનનો નાશ કરી નાંખો. તેથી તેનાથી દૂર રહીને જ વિશ્રામ કરજો, જેથી તમારા જીવનનો નાશ ન થાય. તમે સહુ બીજા વૃક્ષોના મૂળ આદિનું સેવન કરજો અને તેની છાયામાં વિશ્રામ કરજો. કર્મચારી પુરુષોએ આ પ્રમાણેની ઘોષણા વારંવાર કરીને આજ્ઞા પાછી સોંપી. નંદીફળ ન ખાવાનું પરિણામ:१० तत्थ णं अत्थेगइया पुरिसा धण्णस्स सत्थवाहस्स एयमटुं सद्दहति, पत्तियति रोयंति, ए यमद्वं सद्दहमाणा पत्तियमाणा रोयमाणा तेसिं णंदिफलाणं दूरदूरेणं परिहरमाणा-परिहरमाणा अण्णेसिं रुक्खाणं मूलाणि य जाव वीसमंति । तेसिंणं आवाए णो भद्दए भवइ, तओ पच्छा परिणममाणा-परिणममाणा सुहरूवत्ताए भुज्जो-भुज्जो परिणमंति । ભાવાર્થ:- તે સાર્થમાંથી કેટલાક પુરુષોએ ધન્ય સાર્થવાહની આ વાત પર શ્રદ્ધા, પ્રતીતિ અને રુચિ કરી. તેઓ ધન્ય સાર્થવાહના કથન પર શ્રદ્ધા કરતાં નંદીફલોથી દૂર દૂર રહીને બીજા વૃક્ષોના મૂળ આદિનું સેવન કર્યું યાવત તેની જ છાયામાં વિશ્રામ કર્યો. તેઓને તાત્કાલિક વિશેષ દેખાતું સુખ પ્રાપ્ત ન થયું, પરંતુ ત્યાર પછી જેમ-જેમ તેનું પરિણમન થતું ગયું તેમ સુખ મળ્યું અર્થાત્ તેઓના જીવન સુરક્ષિત રહ્યા. |११ एवामेव समणाउसो ! जो अम्हं णिग्गंथो वा णिग्गंथी वा जावपंचसु कामगुणेसु णो सज्जेइ, णो रज्जेइ, सेणं इहभवे चेव बहूणं समणाणं, समणीणं, सावयाणं, सावियाणं अच्चणिज्जे भवइ, परलोए वि य णो आगच्छइ जाववीईवइस्सइ; जहा व ते पुरिसा । ભાવાર્થ એ પ્રમાણે તે આયુષ્યમાન્ શ્રમણો! અમારા જે નિગ્રંથો કેનિગ્રંથીઓ યાવતુ પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં આસક્ત થતા નથી, અનુરક્ત થતા નથી તે આ ભવમાં પણ ઘણા શ્રમણો, શ્રમણીઓ, શ્રાવકો અને શ્રાવિકાઓના પૂજનીય બને છે અને પરલોકમાં પણ દુઃખ પામતા નથી. જેમ નંદીફળને ન ખાનારા પુરુષો અટવી પાર કરી જાય છે તેમ તે અનુક્રમથી સંસાર અટવીને પાર કરી જાય છે અર્થાત્ સિદ્ધિ પ્રાપ્ત કરે છે. નંદીફળ ખાવાનું પરિણામ:|१२ तत्थ णं जे से अप्पेगइया पुरिसा धण्णस्स एयमटुं णो सद्दहति णो पत्तियत्ति णो रोयंति, धण्णस्स एयमटुं असद्दहमाणा जेणेव तेणंदिफला तेणेव उवागच्छंति, उवागच्छित्ता तेसिंणंदिफलाणं मूलाणि य जाव आहारति, छायाए य वीसमंति, तेसिंणं आवाए भद्दए भवइ, तओ पच्छा परिणममाणा जाव ववरोवेति । ભાવાર્થ:- તે સાર્થમાંથી કેટલાક પુરુષોએ ધન્ય સાર્થવાહની આ વાત પર શ્રદ્ધા, પ્રતીતિ, રુચિ કરી નહીં, તેઓ ધન્ય સાર્થવાહની વાત પર શ્રદ્ધા નહીં કરતા જ્યાં નંદી ફલના વૃક્ષો હતા ત્યાં ગયા, ત્યાં જઈને તેઓએ તે નંદીફલ વૃક્ષોના મૂળ આદિ ખાધા અને તેની છાયામાં વિશ્રામ કર્યો. તેઓને તાત્કાલીન સુખ તો પ્રાપ્ત થયું પરંતુ તેનું પરિણમન થતાં જ તેઓ જીવનથી મુક્ત થઈ ગયા, મૃત્યુ પામ્યા.