________________
અધ્ય—૧૫ : નંદી ફળ
૩૪૫
तं जो णं देवाणुप्पिया ! तेसिं णंदिफलाणं रुक्खाणं मूलाणि वा कंदाणि वा तयाणि वा पत्ताणि वा पुप्फाणि वा फलाणि वा बीयाणि वा हरियाणि वा आहारेइ, छायाए वा वीसमइ, तस्स णं आवाए भद्दए भवइ । तओ पच्छा परिणममाणा परिणममाणा अकाले चेव जीवियाओ ववरोवेंति । तं मा णं देवाणुप्पिया ! केइ तेसिं णंदिफलाणं मूलाणि वा जाव हरियाणि वा आहरउ, छायाए वा वीसमउ; मा णं से वि अकाले चेव जीवियाओ ववरोविज्जस्सइ । तुब्भे णं देवाणुप्पिया ! अण्णेसिं रूक्खाणं मूलाणि य जाव हरियाणि य आहारेह, छायासु वीसमह, त्ति घोसणं घोसेह जाव पच्चप्पिणंति । ભાવાર્થ:- હે દેવાનુપ્રિયો ! તમે મારા સાર્થના પડાવમાં મોટા અવાજથી વારંવાર ઉદ્ઘોષણા કરતા કહો કે– હે દેવાનુપ્રિયો ! આગળ આવનારી અટવીમાં મનુષ્યોનું આવાગમન નથી અને તે અટવી ઘણી લાંબી છે. તે અટવીના મધ્યભાગમાં ‘નંદી ફલ’ નામના વૃક્ષો છે. તે ઘેરા લીલા(કાળા) વર્ણવાળા યાવત્ પાંદડા, ફૂલો, ફળોથી યુક્ત અને લીલાછમ હોવાથી અત્યંત સુંદર હોય છે. તે વૃક્ષો મનોજ્ઞ વર્ણ, મનોજ્ઞ ગંધ, મનોજ્ઞ રસ, મનોજ્ઞ સ્પર્શ અને મનોજ્ઞ છાયાવાળા છે.
તે
હે દેવાનુપ્રિયો ! જે કોઈ પણ મનુષ્ય તે નંદીફળ વૃક્ષોના મૂળ, કંદ, છાલ, પત્ર, પુષ્પ, ફળ, બીજ કે લીલીકૂંપળોને ખાશે અથવા તેની છાયામાં પણ બેસશે, તેને થોડીવાર ખૂબ સારું લાગશે પણ પછી તેનું પરિણમન થતાં જ તે અકાળે મૃત્યુને પ્રાપ્ત થશે. તેથી હે દેવાનુપ્રિયો ! કોઈ તે નંદીફળ વૃક્ષોના મૂળ આદિનું સેવન કરે નહીં યાવત્ તેની છાયામાં વિશ્રામ પણ કરે નહીં, જેથી તમારા કોઈના જીવનનો અકાળે નાશ થાય નહીં. હે દેવાનુપ્રિયો ! તમારે બીજા વૃક્ષોના મૂળ યાવત્ કૂંપળોને ખાવા અને તેની છાયામાં વિશ્રામ લેવો. તેવા પ્રકારની ઘોષણા કરો અને મને કાર્ય થઈ ગયાની ખબર આપો. કર્મચારી પુરુષોએ આજ્ઞાનુસાર ઘોષણા કરીને જાણ કરી.
નંદીફળ વૃક્ષ સમીપે પડાવ ઃ
९ तर णं धणे सत्थवाहे सगडी- सागडं जोएइ, जोइत्ता जेणेव णंदिफला रुक्खा तेणेव उवागच्छ्इ, उवागच्छित्ता तेसिं णंदिफलाणं अदूरसामंते सत्थणिवेसं करेइ, करिता दोच्वंपि तच्चंपिकोडुंबियपुरिसे सद्दावेइ, सद्दावित्ता एवं वयासी - तुब्भेणंदेवाणुप्पिया ! मम सत्थणिवेसंसि महया-महया सद्देणं उग्घोसेमाणा - उग्घोसेमाणा एवं वयह- एए णं देवाणुप्पिया ! ते णंदिफला रुक्खा किण्हा जाव मणुण्णा छायाए । तं जो णं देवाणुप्पिया ! एएसिं णंदिफलाणं रुक्खाणं मूलाणि वा जाव हरियाणि वा आहारेइ जाव अकाले चैव जीवियाओ ववरोवेंति । तं माणं तुभे जावदूरं दूरेणं परिहरमाणा वीसमह, मा णं अकाले जीवियाओ ववरोविस्संति। असं रुक्खाणं मूलाणि य जाव आहारेह छायाए य वीसमह त्ति कट्टु घोसणं घोसेह जावपच्चपिणंति । ભાવાર્થ:- ત્યાર પછી ધન્ય સાર્થવાહે ગાડી-ગાડાઓને જોતરાવ્યા અને અટવીમાં આગળ વધતા નંદી ફળ નામના વૃક્ષો હતા, ત્યાં આવી પહોંચ્યા. તે નંદી ફળના વૃક્ષોથી ન અતિ દૂર ન અતિ નજીક પોતાના સાર્થને રોકયો. ત્યાર પછી બે-ત્રણવાર કર્મચારી પુરુષોને બોલાવ્યા અને તેઓને કહ્યું– હે દેવાનુપ્રિયો ! તમે મારા પડાવમાં મોટા અવાજે પુનઃ પુનઃ ઘોષણા કરતા કહો કે હે દેવાનુપ્રિયો ! આ કૃષ્ણ વર્ણવાળા