________________
| उ४४ ।
શ્રી શાતાધર્મકથા સૂત્ર
ભાવાર્થ:- ત્યાર પછી તે કર્મચારી પુરુષોએ યાવતું આ રીતની ઘોષણા કરી– “હે ચંપા નગરીના નિવાસી ચરક આદિ ભગવંતો! સાંભળો,” ઇત્યાદિ કહીને પૂર્વોક્ત ઘોષણા કરીને તેઓએ ધન્ય સાર્થવાહને ઘોષણા થઈ ગયાની જાણ કરી.
६ तए णं से कोडंबियपुरिसाणं घोसणं सोच्चा चंपाए णयरीए बहवे चरगा य जाव गिहत्था य जेणेव धण्णे सत्थवाहे तेणेव उवागच्छंति । तए णं धण्णे तेसिंचरगाण य जाव गिहत्थाण य अच्छत्तगस्स छत्तंदलयइ जावपत्थयणंदलयइ, दलइत्ता एवं वयासी- गच्छह णंतुब्भेदेवाणुप्पिया !चंपाएणयरीए बहिया अग्गुज्जाणंसिममंपडिवालेमाणा-पडिवालेमाणा चिट्ठह । तएणं चरगा य जावगिहत्था यधण्णेणं सत्थवाहेणंएवं वुत्ता समाणा जावचिट्ठति । ભાવાર્થ :- ત્યાર પછી કર્મચારી પુરુષોની પૂર્વોક્ત ઘોષણા સાંભળીને ચંપા નગરીના ઘણા ચરકો યાવતુ ગૃહસ્થો ધન્ય સાર્થવાહની પાસે આવ્યા ત્યારે ધન્ય સાર્થવાહે તે ચરક યાવત ગૃહસ્થોમાંથી જેની પાસે છત્ર ન હતા તેને છત્ર આપ્યા યાવત્ જેની પાસે ભાતુ ન હતું તેને ભાત આપ્યું. પછી તેઓને કહ્યું- હે દેવાનુપ્રિયો! તમે જાઓ અને ચંપા નગરીની બહાર મુખ્ય ઉદ્યાનમાં મારી પ્રતીક્ષા કરો. ત્યાર પછી તે ચરકો યાવત ગૃહસ્થો આદિને ધન્ય સાર્થવાહે આ પ્રમાણે કહ્યું ત્યારે તેઓ મુખ્ય ઉદ્યાનમાં તેમની પ્રતીક્ષા કરતા રહ્યા. |७ तए णं धण्णे सत्थवाहे सोहणंसि तिहि-करणणक्खत्तंसि विउलं असणं पाणं खाइमं साइमं उवक्खडावेइ, उवक्खडावेत्ता मिक्तणाइ जाव आमंतेइ, आमंतित्ता भोयणं भोयावेइ, भोयावित्ता आपुच्छइ, आपुच्छित्ता सगडी-सागडंजोयावेइ,जोयावित्ता चंपाणयरीओणिग्गच्छइ, णिग्गच्छित्ता णाइविप्पगिटेहिं अद्धाणेहि वसमाणे-वसमाणे सुहेहि वसहि पायरासेहिं अंगं जणवयं मज्झमज्झेणं जेणेव देसग्ग तेणेव उवागच्छइ, उवागच्छित्ता सगडी-सागडं मोयावेइ, मोयावेत्ता सत्थणिवेसं करेइ, करित्ता कोडुंबियपुरिसे सद्दावेइ, सद्दावित्ता एवं वयासीભાવાર્થ - ત્યાર પછી ધન્ય સાર્થવાહે શુભ તિથિ, કરણ અને નક્ષત્રમાં વિપુલ પ્રમાણમાં અશન, પાન, ખાદિમ અને સ્વાદિમરૂપ ચારે પ્રકારનું ભોજન તૈયાર કરાવીને મિત્રો, જ્ઞાતિજનો આદિને આમંત્રિત કરીને તેઓને જમાડ્યા, જમાડીને તેઓની અનુમતિ લઈને ગાડી-ગાડા જોતરાવ્યા અને ચરકાદિને સાથે લઈ ચંપાનગરીથી બહાર નીકળ્યા. થોડા-થોડા અંતરે માર્ગમાં પડાવ કરતાં-કરતાં, સુખપૂર્વક રાત્રિવાસ અને પ્રાતઃકાલીન નાસ્તો વગેરે કરતાં-કરતાં, અંગદેશમાં થઈને દેશની સીમા પર પહોંચીને ગાડી-ગાડા ખોલાવ્યા, ખોલાવીને સાર્થને ઉતારો કરાવી, કર્મચારી પુરુષોને બોલાવીને આ પ્રમાણે કહ્યું – અટવીમાં પ્રવેશ કરતાં નંદીફળ માટે ઘોષણા:|८ तुब्भे णं देवाणुप्पिया ! मम सत्थणिवेसंसि महया-महया सद्देणं उग्घोसेमाणा उग्घोसेमाणा एवं वयह- एवं खलु देवाणुप्पिया! इमीसे अगामियाए छिण्णावायाए दीहमद्धाए अडवीए बहुमज्झदेसभाए, एत्थ णं बहवे णंदिफला णामं रुक्खा-किण्हा जावपत्तिया पुफिया फलिया हरिया रेरिज्जमाणा सिरीए अईव-अईव उवसोभेमाणा चिटुंति; मणुण्णा वण्णेणं, मणुण्णा गंधेणं, मणुण्णा रसेणं, मणुण्णा फासेणं, मणुण्णा छायाए ।