________________
३४२
પંદરમું અધ્યયન
નંદી ફળ
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
अध्ययन प्रारंभ :
१ जइ णं भंते! समणेणं भगवया महावीरेणं चोद्दसमस्स णायज्झयणस्स अयमट्ठे पण्णत्ते, पण्णरसमस्स णायज्झयणस्स के अट्ठे पण्णत्ते ?
ભાવાર્થ :- હે ભગવન્ ! જો શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ જ્ઞાતાસૂત્રના ચૌદમા અધ્યયનના આ ભાવ કહ્યા છે, તો પંદરમાં અધ્યયનના કયા ભાવ ફરમાવ્યા છે ?
ચંપાનગરી અને ધન્ય સાર્થવાહ :
२ एवं खलु जंबू ! तेणं कालेणं तेणं समएणं चंपा णामं णयरी होत्था । पुण्णभ चेइए । जियसत्तू राया । तत्थ णं चंपाए णयरीए धण्णे णामं सत्थवाहे होत्था - अड्डे जाव अपरिभू ।
ભાવાર્થ :- હે જંબૂ ! તે કાલે અને તે સમયે ચંપા નામની નગરી હતી, પૂર્ણભદ્ર નામનું ઉદ્યાન હતું. જિતશત્રુ નામના રાજા હતા, તે ચંપાનગરીમાં ધન્ય નામના સાર્થવાહ રહેતા હતા, તે ઋદ્ધિ સંપન્ન હતા યાવત્ અનેક લોકો માટે તે આદર્શભૂત હતા.
३ तीसे णं चंपाए णयरीए उत्तरपुरच्छिमे दिसिभाए अहिच्छत्ता णामं णयरी होत्थारिद्धत्थिमिय-समिद्धा, वण्णओ । तत्थ णं अहिच्छत्ताए णयरीए कणगकेऊ णामं राया हत्था, महया वण्णओ ।
ભાવાર્થ :- તે ચંપાનગરીથી ઉત્તર-પૂર્વ દિશામાં અહિચ્છત્રા નામની નગરી હતી. તે ધન-ધાન્ય આદિથી પરિપૂર્ણ સમૃદ્ધ હતી. તે અહિચ્છત્રા નગરીમાં રાજાના ગુણોથી યુક્ત કનકકેતુ નામના રાજા હતા. નગરી અને રાજાનું વર્ણન શ્રી ઔપપાતિક સૂત્ર અનુસાર જાણવું.
ધન્ય સાર્થવાહનું વ્યાપારાર્થ અહિચ્છત્રાનગરી પ્રયાણ ઃ
४ तए तस्स धण्णस्स सत्थवाहस्स अण्णया कयाइ पुव्वरत्तावरत्तकालसमयंसि इमेयारूवे अज्झत्थिए जाव समुप्पज्जित्था - सेयं खलु मम विडलं पणियभंडमायाए अहिच्छत्तं णयरिं वाणिज्जाए गमित्तए, एवं संपेहेइ, संपेहित्ता गणिमं च धरिमं च मेज्जं च पारिच्छेज्जं च चउव्विहं भंडं गेण्हइ, गेण्हित्ता सगडी-सागडं सज्जेइ, सज्जित्ता सगडी-सागडं भरेइ, भरित्ता कोडुंबियपुरिसे सद्दावेइ, सद्दावित्ता एवं वयासी
-