________________
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
५६ त णं तेयलिपुत्ते केवली बहूणि वासाणि केवलिपरियागं पाठणित्ता जावसिद्धे । ભાવાર્થ :- ત્યાર પછી તેતલિપુત્ર કેવળી ઘણા વર્ષો સુધી કેવલી અવસ્થામાં રહીને યાવત્ સિદ્ધ થયા. ५७ एवं खलु जंबू ! समणेणं भगवया महावीरेणं चोद्दसमस्स णायज्झयणस्स अयमट्ठे પળત્તે ।।ત્તિ નેમિ ॥
૩૪૦
ભાવાર્થ:- શ્રી સુધર્મા સ્વામી કહે છે– હે જંબૂ ! આ પ્રમાણે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ જ્ઞાતાસૂત્રના ચૌદમા અધ્યયનનો આ પૂર્વોક્ત અર્થ કહ્યો છે. એમ જે મેં સાંભળ્યું છે, તેમ જ કહું છું.
વિવેચનઃ
પ્રસ્તુત અધ્યયનમાં તેતલીપુત્ર પ્રધાનની ઘટિત જીવન ઘટનાના દૃષ્ટાંતે સાધકને માનકષાયથી દૂર રહેવાનું વિધાન છે. માન સાધકને ધર્મારાધનથી દૂર રાખે છે. આ બોધ વૃત્તિકા૨ે એક ગાથા દ્વારા કહ્યો છે.
યથા—
जाव ण दुक्खं पत्ता, माणब्धंसं च पाणिणो पायं । ताव ण धम्मं गेण्हंति, भावओ तेयलीसुयव्व ॥ १ ॥
અર્થ– પ્રાયઃ મનુષ્યોને દુઃખ પ્રાપ્ત ન થાય, માનનું મર્દન ન થાય ત્યાં સુધી તેતલી પુત્ર અમાત્યની જેમ તે ભાવપૂર્વક—અંતઃકરણથી ધર્મને આરાધતો નથી.૧/
॥ ચૌદમું અધ્યયન સંપૂર્ણ ॥