SearchBrowseAboutContactDonate
Page Preview
Page 399
Loading...
Download File
Download File
Page Text
________________ | અધ્ય–૧૪: તેતલિપુત્ર ૩૩૯ ] ત્યાર પછી તેતલિપુત્ર અણગારે શુભ પરિણામથી યાવતુ તદાવરણીય કર્મોના ક્ષયોપશમથી, કર્મરજનો નાશ કરનારા અપૂર્વકરણમાં પ્રવેશ કરીને અર્થાત્ ક્ષેપક શ્રેણીનો પ્રારંભ કરીને, ચાર ઘાતિ કર્મોનો ક્ષય કરીને ઉત્તમ કેવળજ્ઞાન તથા કેવળદર્શન પ્રાપ્ત કર્યું. ५३ तए णं तेयलिपुरे णगरे अहासंणिहिएहिं वाणमंतरेहिं देवेहिं देवीहि य देवदुंदुहीओ समाहयाओ, दसद्धवण्णे कुसुमे णिव्वाए, दिव्वे गीगंधव्वणिणाएकए यावि होत्था । ભાવાર્થ:- તે સમયે તેતલિપુર નગરની નજીક રહેલા વાણવ્યંતર દેવો અને દેવીઓએ દેવદુંદુભિઓ વગાડી. પાંચ વર્ણના ફુલોની વર્ષા કરી અને દિવ્યગીત-ગંધર્વનો અવાજ કર્યો અર્થાતુ કેવળજ્ઞાન સંબંધી મહોત્સવ ઉજવ્યો. ५४ तए णं से कणगज्झए राया इमीसे कहाए लढे समाणे एवं वयासी- एवं खलु तेयलिपुत्ते मए अवज्झाए मुंडे भवित्ता पव्वइए । तं गच्छामि णं तेयलिपुत्तं अणगारं वंदामिणमंसामि, वंदित्ता णमंसित्ता एयमटुं विणएणं भुज्जो भुज्जो खामेमि । एवं संपेहेइ, संपेहित्ता ण्हाए चाउरंगिणीए सेणाए सद्धिं जेणेव पमयवणे उज्जाणे जेणेव तेयलिपुत्ते अणगारे तेणेव उवागच्छइ, उवागच्छित्ता तेयलिपुत्तं अणगारं वंदइणमंसइ, वंदित्ता णमंसित्ता एयमटुं च विणएणं भुज्जो भुज्जो खामेइ, णच्चासण्णे जाव पज्जुवासइ । ભાવાર્થઃ- ત્યાર પછી કનકધ્વજ રાજા આ સમાચાર જાણીને સ્વગત (મનમાં જ) આ પ્રમાણે બોલ્યાનિસંદેહ મારા દ્વારા અપમાનિત થઈને તેતલિપુત્રે મુંડિત થઈને દીક્ષા અંગીકાર કરી છે. તો હું જાઉં અને તેતલિપુત્ર અણગારને વંદના-નમસ્કાર કરીને આ અપરાધ માટે વિનયપૂર્વક પુનઃ-પુનઃ ક્ષમાયાચના કરું. આ પ્રમાણે વિચાર કર્યો, વિચાર કરીને સ્નાન કર્યું કાવત્ રાજા તૈયાર થઈને ચતુરંગી સેના સાથે જ્યાં અમદવન ઉદ્યાન હતું, જ્યાં તેતલિપુત્ર અણગાર કેવળી બિરાજતા હતા ત્યાં આવ્યાં, આવીને તેતલિપુત્ર અણગારને વંદન, નમસ્કાર કર્યા, વંદન, નમસ્કાર કરીને તે અપરાધ માટે વારંવાર ક્ષમા યાચના કરી અને ન અતિ દૂર ન અતિ નજીક યથાયોગ્ય સ્થાન પર બેસીને તેમની ઉપાસના કરવા લાગ્યા. ५५ तए णं से तेयलिपुत्ते अणगारे कणगज्झयस्स रण्णो तीसे य महइमहालियाए परिसाए धम्म परिकहेइ । तए णं कणगज्झए राया तेयलिपुत्तस्स केवलिस्स अंतिए धम्म सोच्चा णिसम्म पंचाणुव्वइयं सत्तसिक्खावइयं दुवालसविहं सावगधम्म पडिवज्जइ, पडिवज्जित्ता समणोवासए जाए अभिगयजीवाजीवे, वण्णओ। ભાવાર્થ - ત્યાર પછી તેતલિપુત્ર અણગારે કનકધ્વજ રાજાને અને ઉપસ્થિત વિશાળ પરિષદને ધર્મનો ઉપદેશ આપ્યો. તે સમયે કનકધ્વજ રાજાએ તેતલિપુત્ર કેવળી પાસેથી ધર્મોપદેશ શ્રવણ કરીને, હૃદયમાં ધારણ કરીને પાંચ અણુવ્રત અને સાત શિક્ષાવ્રતરૂપ બાર પ્રકારના શ્રાવકધર્મનો સ્વીકાર કર્યો. શ્રાવકધર્મ અંગીકાર કરીને તે જીવ-અજીવ આદિ તત્ત્વોના જ્ઞાતા શ્રમણોપાસક થઈ ગયા.
SR No.008763
Book TitleAgam 06 Ang 06 Gnatadharma Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSumanbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages564
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy