________________
| उ३८ ।
શ્રી જ્ઞાતાધર્મકથા સુત્ર
एयमटुं आयाणाहि त्ति कटु दोच्चं पितच्चं पि एवं वयइ, वइत्ता जामेव दिसिं पाउब्भूए तामेव दिसिं पडिगए। ભાવાર્થ:- ત્યાર પછી પોઠ્ઠિલદેવે તેતલિપુત્ર પ્રધાનને આ પ્રમાણે કહ્યું- હે તેતલિપુત્ર ! ભયગ્રસ્તને માટે પ્રવ્રજ્યા શરણભૂત છે, તમારું આ કથન સત્ય છે. તે કથનને આચરણમાં મૂકીને તમે દીક્ષા ગ્રહણ કરો. આ પ્રમાણે બેવાર-ત્રણવાર કહીને દેવ જે દિશામાંથી પ્રગટ થયા હતા, તે જ દિશામાં પાછા ફરી ગયા. તેતલિ પ્રધાનને જાતિસ્મરણજ્ઞાન, દીક્ષા, કેવળજ્ઞાન - ५१ तए णं तस्स तेयलिपुत्तस्स सुभेणं परिणामेणं जाइसरणे समुप्पण्णे । तए णं तस्स तेयलिपुत्तस्स अयमेयारूवे अज्झथिए जाव समुप्पण्णे- एवं खलु अहं इहेव जंबुद्दीवे दीवे महाविदेहे वासे पोक्खलावई विजए पोंडरीगिणीए रायहाणीए महापउमे णामं राया होत्था। तए णं अहं थेराणं अंतिए मुंडे भवित्ता पव्वइए सामाइयमाइयाई चोद्दसपुवाई अहिज्जित्ता बहूणि वासाणि सामण्णपरियागं पाउणित्ता मासियाए संलेहणाए महासुक्के कप्पे देवत्ताए उववण्णे। ભાવાર્થ - ત્યાર પછી શુભ પરિણામથી તેતલિપુત્રને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું અને તેના પ્રભાવે તેતલિપુત્રે પોતાના પૂર્વ ભવ જાણી લીધા, તેને સ્મરણ થયું કે હું આ જંબુદ્વીપ નામના દ્વીપમાં મહાવિદેહ ક્ષેત્રમાં પુષ્કલાવતી વિજયમાં, પુંડરીકિણી રાજધાનીમાં મહાપા નામનો રાજા હતો. ત્યાં મેં સ્થવિરમુનિ પાસે મુંડિત થઈને યાવતુ દીક્ષા અંગીકાર કરીને, સામાયિકથી લઈને ચૌદપૂર્વોનું અધ્યયન કર્યું હતું. ઘણા વર્ષો સુધી શ્રમણ પર્યાય(ચારિત્ર)નું પાલન કરીને, એક માસની સંલેખના-સંથારો કરીને, મહાશુક્ર કલ્પ નામના સાતમા દેવલોકમાં દેવરૂપે જન્મ લીધો હતો. ५२ तए णं अहं ताओ देवलोयाओ आउक्खएणं जावचइत्ता इहेव तेयलिपुरे तेयलिस्स अमच्चस्स भदाए भारियाएदारगत्ताए पच्चायाए । "तं सेयं खलु मम पुव्वढिाई महव्वयाई सयमेव उवसंपज्जित्ता णं विहरित्तए;" एवं संपेहेइ, संपेहित्ता सयमेव महव्वयाई आरुहेइ, आरुहित्ता जेणेव पमयवणे उज्जाणे तेणेव उवागच्छइ, उवागच्छित्ता असोगवरपायवस्स अहे पुढविसिलापट्टयंसि सुहणिसण्णस्स अणुचिंतेमाणस्स पुव्वाहीयाई सामाइयमाइयाई चोद्दसपुव्वाई सयमेव अभिसमण्णागयाइं ।।
तए णं तस्स तेयलिपुत्तस्स अणगारस्स सुभेणं परिणामेणं जाव तयावरणिज्जाणं कम्माणंखओवसमेणंकम्मरयविकरणकरं अपुवकरणंपविट्ठस्सकेवलवरणाणदसणेसमुप्पण्णे। ભાવાર્થ- ત્યાર પછી આયુષ્યનો ક્ષય થતા હું તે દેવલોકથી ચ્યવીને અહીં તેતલિપુર નગરમાં તેતલિ પ્રધાનની ભદ્રા નામની ભાર્યાના પુત્રરૂપે જન્મ પામ્યો છું. તેથી પૂર્વ ભવમાં સ્વીકારેલા મહાવ્રતોને સ્વયં અંગીકાર કરીને વિચરવું મારા માટે શ્રેયસ્કર છે. આ પ્રમાણે વિચાર કરીને તેતલિપુત્રે સ્વયં મહાવ્રતોને અંગીકાર કર્યા, અંગીકાર કરીને અમદવન ઉદ્યાનમાં આવીને શ્રેષ્ઠ અશોકવૃક્ષની નીચે, પૃથ્વીશિલા પટ્ટક પર સુખપૂર્વક બેસીને વિચારણા કરતા તેમને પૂર્વભવમાં અધ્યયન કરેલા ચૌદપૂર્વ સ્વતઃ સ્મૃતિમાં આવ્યા.