________________
અધ્ય—૧૪ : તેતલિપુત્ર
વિવેચનઃ
૩૩૭
પ્રસ્તુત સૂત્રમાં તેતલિપ્રધાનના મનોગત વિચારો પ્રગટ કર્યા છે.
સન્દેયં હતુ મો સમળા વયંતિ...:- શ્રમણ-બ્રાહ્મણ આદિ મહાત્માઓ જે કંઈ પણ અપ્રત્યક્ષ-અતિન્દ્રિય આત્મા, પરલોક વગેરેની વાતો કરે છે, તોપણ તે શ્રદ્ધેય છે કારણ કે તે તર્ક સિદ્ધ અને બુદ્ધિગમ્ય છે. તેમજ લોકોને માટે શ્રમણો, બ્રાહ્મણો વગેરે આપ્તપુરુષ છે, તેથી તેમના વચનો સંપૂર્ણ સત્ય હોય તેવી લોકોની શ્રદ્ધા હોય છે. પરંતુ મારા જીવનની પ્રત્યક્ષ અનુભવિત ઘટનાઓ અસંભવિત જેવી હોવાથી લોકો મારી વાતને સત્ય માનશે નહીં, આ પ્રકારે મનોમાનસિક દુઃખથી તેતેલીપુત્ર પ્રધાન દુઃખિત થઈ ગયા. પોટ્ટિલદેવનું પ્રગટીકરણ ઃ
४८ त णं से पोट्टिले देवे पोट्टिलारूवं विउव्वर, विउव्वित्ता तेयलिपुत्तस्स अदूरसामंते ठिच्चा एवं वयासी- हं भो तेयलिपुत्ता ! पुरओ पवाए पिट्ठओ हत्थिभयं, दुहओ अचक्खुफासे, मज्झेसराणि वरिसंति । गामे पलत्ते रण्णे झियाइ । रणे पलित्ते गामे झियाइ, आउसो तेयलिपुत्ता ! उभओ पलित्ते कओ वयामो ?
I
ભાવાર્થ :- ત્યારે પોટ્ટિલ દેવે પોટ્ટિલાના રૂપની વિકુર્વણા કરીને તેતલિપુત્રથી ન અતિ દૂર ન અતિ નજીક સ્થિત થઈને આ પ્રમાણે કહ્યું– હે તેતલિપુત્ર ! આગળ ખાડો હોય, પાછળ હાથીનો ભય હોય, બંને બાજુ કાંઈ જોઈ ન શકાય તેવું ગાઢ અંધારું હોય, વચ્ચે બાણોની વર્ષા થતી હોય, ત્યારે આપણે ક્યાં જવું ? ગામમાં આગ લાગે તો માણસ વનમાં ભાગી જવાનો વિચાર કરે, વનમાં આગ લાગે તો ગામમાં પહોંચી જવાનો વિચાર કરે; પરંતુ હે આયુષ્યમાન્ તેતલિપુત્ર ! ગામ અને વન બંને ભડકે બળતા હોય ત્યારે આપણે ક્યાં જવું જોઈએ ?
४९ तए णं तेयलिपुत्ते पोट्टिलं देवं एवं वयासी- भीयस्स खलु भो ! पव्वज्जा सरणं, उक्कंठियस्स सदेसगमणं, छुहियस्स अण्णं, तिसियस्स पाणं, आउरस्स भेसज्जं, माइयस्स रहस्सं, अभिजुत्तस्स पच्चयकरणं, अद्धाणपरिसंतस्स वाहणगमणं, तरिउकामस्स पवहण - किच्चं, परं अभिउंजिउकामस्स सहायकिच्चं । खंतस्स दंतस्स जिइंदियस्स एत्तो एगमवि ण भवइ ।
ભાવાર્થ :- ત્યાર પછી તેતલિપુત્રે પોટ્ટિલ દેવને આ પ્રમાણે કહ્યું– અહો ! આ પ્રમાણે સર્વત્ર ભયભીત પુરુષ માટે દીક્ષા જ શરણભૂત છે. જેમ પરદેશમાં રહેતી ઉત્કંઠિત વ્યક્તિને માટે સ્વદેશ શરણભૂત છે. ભૂખ્યાને અન્ન, તરસ્યાને પાણી, બિમારને ઔષધ, માયાવીને એકાંત, અપરાધીને વિશ્વાસ ઉપજાવવો, માર્ગના શ્રમથી થાકેલા મનુષ્યને માટે વાહનનો ઉપયોગ, સમુદ્ર આદિ તરવાના ઇચ્છુકને જહાજ અને શત્રુને પરાભવ કરવાના ઇચ્છુકને મિત્રોની સહાયતા શરણભૂત બને છે અર્થાત્ તે-તે શરણની તેને આવશ્યકતા રહે છે પરંતુ ક્ષમાશીલ, દમિતાત્મા(આત્મજયી-આત્માધિકારી) અને ઇન્દ્રિય વિજેતાને ઉપરોક્ત કોઈ શરણની આવશ્યકતા રહેતી નથી.
५० तए णं से पोट्टिले देवे तेयलिपुत्तं अमच्चं एवं वयासी - सुट्टु णं तुमं तेयलिपुत्ता !