________________
[ ૩૩૬ ]
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
અર્થાત્ ખૂબ ઊંડા પાણીમાં ઝંપલાવ્યું પરંતુ તે પાણી તેના માટે છીછરું થઈ ગયું.(તેમનો આત્મઘાતનો આ ચોથો પ્રયાસ નિષ્ફળ થયો.) ४६ तए णं से तेयलिपुत्ते सुक्कंसि तणकूडंसि अगणिकायं पक्खिवइ, पक्खिवित्ता अप्पाणं मुयइ । तत्थ वि य से अगणिकाए विज्झाए। ભાવાર્થ - ત્યાર પછી તેતલિપુત્રે સૂકા ઘાસના ઢગલામાં આગ લગાવી અને તે ભડભડતી અગ્નિમાં કૂદી પડયો પણ તે અગ્નિ ઠરી ગઈ.(તેમનો આત્મઘાતનો આ પાંચમો પ્રયાસ નિષ્ફળ ગયો.) ४७ तए णं से तेयलिपुत्ते एवं वयासी- सद्धेयं खलु भो ! समणा वयंति । सद्धेयं खलु भो ! माहणा वयंति । सद्धेयं खलु भो ! समणा माहणा वयंति । अहं एगो असद्धेयं वयामि । एवं खलु अहं सह पुत्तेहिं अपुत्ते, को मेदं सद्दहिस्सइ? सह मित्तेहिं अमित्ते, को मेदं सद्दहिस्सइ ? एवं अत्थेणं, दारेणं, दासेहि, पेसेहिं, परिजणेणं ।
एवं खलु तेयलिपुत्तेणं अमच्चेणं कणगज्झएणंरण्णा अवज्झाएणं समाणेणं तालपुडगे विसे आसगंसि पक्खित्ते, से वि य णो संकमइ । को मेदं सद्दहिस्सइ? तेयलिपुत्तेणं णीलुप्पल जाव खंधंसि ओहरिए, तत्थ वि य से धारा ओपल्ला; को मेदं सद्दहिस्सइ? तेयलिपुत्तेणं पासगं गीवाए बंधेत्ता जावरज्जू छिण्णा; को मेदं सद्दहिस्सइ ? तेयलिपुत्तेणं महासिलयं गीवाए बंधित्ता अत्थाह जाव उदगंसि अप्पा मुक्के, तत्थ वि य णं थाहे जाए; को मेदं सद्दहिस्सइ ? तेयलिपुत्तेणं सुक्कंसि तणकूडे अग्गी विज्झाए, को मेदं सद्दहिस्सइ? ओहयमणसंकप्पे जाव झियाइ । ભાવાર્થ:- ત્યાર પછી તેતલિપુત્ર પ્રધાન સ્વગત–મનોમન આ પ્રમાણે બોલ્યો-શ્રમણોનાં વચન શ્રદ્ધેય છે. બ્રાહ્મણોનાં વચન શ્રદ્ધેય છે. શ્રમણો અને માહણોનાં વચન શ્રદ્ધેય છે પરંતુ એક મારા વચન જ શ્રદ્ધેય બનશે નહીં.
પુત્રો સહિત હોવા છતાં પણ(અત્યારે) પુત્ર હીન છું, મારા આ વચન પર કોણ શ્રદ્ધા કરશે? હું મિત્રો સહિત હોવા છતાં પણ મિત્ર હીન છું, મારી આ વાત પર કોણ વિશ્વાસ કરશે? તે જ પ્રમાણે ધન, સ્ત્રી, દાસ, નોકર અને પરિવારથી સહિત હોવા છતાં પણ હું તેનાથી રહિત છું, મારી આ વાત પર કોણ શ્રદ્ધા કરશે?
તે જ રીતે કનકધ્વજ રાજા નારાજ થઈ જવાથી તેતલિપુત્ર પ્રધાને– (૧) તાલપુટ વિષ ચૂસ્યું પણ ઝેરે કંઈ પ્રભાવ ન બતાવ્યો, મારા આ કથન પર કોણ વિશ્વાસ કરશે? (૨) તેતલિપુત્રે પોતાના ખંભા ઉપર (ગળા ઉપર) નીલકમલ જેવી તલવારનો પ્રહાર કર્યો, પણ તેની ધાર કુંઠિત થઈ ગઈ, મારી આ વાતની કોણ શ્રદ્ધા કરશે?(૩) તેતલિપુત્રે ગળે ફાંસો ખાધો પણ તેની દોરી તૂટી ગઈ, મારી આ વાત પર કોણ ભરોસો કરશે? (૪) તેતલિપત્ર ગળામાં મોટો પત્થર બાંધી ઊંડા જળમાં કુદી પડયો પણ તે પાણી છીછરું થઈ ગયું, મારી આ વાત કોણ માનશે?(૫) તેતલિપુત્ર સૂકા ઘાસમાં આગ લગાવીને તે આગમાં કૂદી પડ્યો, પણ તે અગ્નિ બુઝાઈ ગઈ, આ વાત પર કોણ વિશ્વાસ કરશે ?(૬) આ પ્રમાણે તેતલિપુત્ર હતોત્સાહી થઈને આર્તધ્યાન કરવા લાગ્યો.