________________
અધ્ય–૧૪: તેતલિપુત્ર
[ ૩૩૫ ]
બહાર મોકલાતા પ્રેપ્યો, ભાગીદારીમાં ખેતી વાડીનું કામ કરનારા ભાગીદારો વગેરે બહારની પરિષદે પણ તેમનો આદર ન કર્યો, ખુશ ન થયા અને ઊભા થયા નહીં. તે જ રીતે ઘરના સ્વજન સંબંધીઓ માતા-પિતા, ભાઈ, બહેન, પત્ની, પુત્ર, પુત્રી, પુત્રવધૂ રૂપ આત્યંતર પરિષદે પણ તેમનો આદર કર્યો નહીં, કે ઊભા થયા નહીં. આત્મહત્યા માટેના પ્રયત્નો:४२ तए णं से तेयलिपुत्ते जेणेव वासघरे जेणेव सए सयणिज्जे तेणेव उवागच्छइ, उवागच्छित्ता सयणिज्जंसि णिसीयइ, णिसीइत्ता एवं वयासी- "एवं खलु अहं सयाओ गिहाओ णिग्गच्छामि तं चेव जाव अभितरिया परिसा णो आढाइ णो परियाणाइ णो अब्भटेइ । तसेय खलु मम अप्पाण जीवियाओ ववरोवित्तए" त्ति कटू एव सपेहेइ, संपेहित्ता तालउडं विसं आसगंसि पक्खिवइ । से य विसे णो संकमइ । ભાવાર્થ - ત્યાર પછી તેતલિપુત્ર પોતાના નિવાસગૃહ(શયનકક્ષ)માં પોતાની પથારી ઉપર આવીને બેસી ગયા. તેઓ સ્વગત આ પ્રમાણે બોલ્યા કે હું મારા ઘેરથી રાજા પાસે જવા માટે નીકળ્યો(વગેરે સર્વ કથન કરવું) યાવતું સ્વજન-સંબંધીઓએ પણ મારો આદર-સત્કાર ન કર્યો, મારા આગમનથી ખુશ થયા નહીં, ઊભા પણ થયા નહીં, તેથી હવે મરી જવું તે જ મારા માટે ઉત્તમ છે.
આ પ્રમાણે વિચાર કરીને તેતલિપુત્રે તાલપુટ વિષ(કાતિલ ઝેર) ચૂસી લીધું, પરંતુ તે વિષની તેને અસર થઈ નહીં.(આત્મઘાત માટેનો આ પ્રથમ પ્રયાસ નિષ્ફળ ગયો.) ४३ तए णं से तेयलिपुत्ते णीलुप्पल गवलगुलिय-अयसिकुसुमप्पगासं खुरधारं असिं खंधे ओहरइ । तत्थ वि य से धारा ओपल्ला । ભાવાર્થ - ત્યાર પછી તેતલિપુત્રે નીલોત્પલ, ભેંસના શિંગડા, ગળી, અળસીના ફૂલ જેવી પ્રભાવાળી અને ધારદાર તલવારનો પોતાના ગળા ઉપર પ્રહાર કર્યો પરંતુ તેની ધાર બૂઠી થઈ ગઈ. (તેમનો આત્મઘાતનો આ બીજો પ્રયાસ નિષ્ફળ ગયો.) ४४ तएणं से तेयलिपुत्ते जेणेव असोगवणिया तेणेव उवागच्छइ, उवागच्छित्ता पासगं गीवाए बंधइ, बधित्ता रुक्खं दुरुहइ, दुरुहित्ता पास रुक्खे बंधइ, बधित्ता अप्पाणं मुयइ। तत्थ वि य से रज्जू छिण्णा । ભાવાર્થ :- ત્યાર પછી તેતલિપુત્ર અશોકવાટિકામાં ગયા. ત્યાં જઈને તેણે દોરડાનો ફાંસલો કરી ગળામાં નાંખ્યો; પછી ઝાડ ઉપર ચડીને તે દોરડાને(બીજે છેડેથી) વૃક્ષ સાથે બાંધ્યું અને પછી પોતે ઝાડ ઉપરથી કૂદકો મારીને લટકી ગયા, પણ દોરડું તૂટી ગયું.(તેમનો આત્મઘાતનો આ ત્રીજો પ્રયાસ નિષ્ફળ ગયો.)
४५ तए णं से तेयलिपुत्ते महइ महालियं सिलं गीवाए बंधइ, बंधित्ता अत्थाहमतारम पोरिसियंसि उदगंसि अप्पाणं मुयइ । तत्थ वि से थाहे जाए । ભાવાર્થ:- ત્યાર પછી તેતલિપત્રે પોતાની ડોક સાથે મોટો પત્થર બાંધીને અથાહ–અતિઊંડા તરી ન શકાય તેવા અતરણીય અને કેટલા માથોડા ઊંડુ પાણી છે તે જાણી ન શકાય તેવા અપુરુષ પ્રમાણ પાણીમાં