________________
| उ३४ ।
શ્રી શાતાધર્મકથા સૂત્ર
यमाणे अपरियाणमाणे अणब्भुट्ठायमाणे परम्मुहे संचिट्ठइ ।
तए णं तेयलिपुत्ते अमच्चे कणगज्झयस्स रण्णो अंजलिं करेइ । तओ य णं कणगज्झए राया अणाढायमाणे अपरियाणमाणे अणब्भुटेमाणे तुसिणीए परम्मुहे संचिट्ठइ।
तए णं तेयलिपुत्ते कणगज्जयं विप्परिणयं जाणित्ता भीए जाव संजायभए एवं वयासी-"रुद्रु णं मम कणगज्झए राया । हीणे णं मम कणगज्झए राया । अवज्झाए णं कणगज्झए राया । तं ण णज्जइ णं मम केणइ, कु-मारेण मारेहि" त्ति कटु भीए तत्थे जाव सणियं-सणियं पच्चोसक्केइ, पच्चोसक्कित्ता तमेव आसखंधं दुरुहेइ, दुरुहित्ता तेयलिपुरं ममज्झेणं जेणेव सए गिहे तेणेव पहारेत्थ गमणाए । ભાવાર્થ:- ત્યાર પછી તે તેતલિપુત્ર પ્રધાન કનકધ્વજ રાજા હતા ત્યાં આવ્યા. કનકધ્વજે તેતલિપુત્રને આવતા જોયા, પણ તેમનો આદર કર્યો નહીં, તેમના આગમનથી ખુશ થયા નહીં, ઊભા થયા નહીં. આ રીતે તેમનો આદર કર્યા વિના, ખુશ થયા વિના, ઊભા થયા વિના મૌન ભાવે પીઠ ફેરવીને બેઠા રહ્યા.
ત્યાર પછી તેતલિપુત્ર પ્રધાને કનકધ્વજ રાજાને હાથ જોડ્યા ત્યારે પણ તેઓએ તેમનો આદર કયો નહીં, ખુશ થયા નહીં, ઊભા થયા નહીં, મૌન ભાવે વિમુખ થઈને બેઠા જ રહ્યા.
ત્યારે કનકધ્વજ રાજાને નારાજ થયેલા જાણીને તેતલિપુત્ર પ્રધાન ભયભીત થયા, તેમના હૃદયમાં ખૂબ ભય ઉત્પન્ન થયો; તેઓ સ્વગત આ પ્રમાણે બોલવા લાગ્યા– કનકધ્વજ રાજા મારાથી નારાજ થઈ ગયા છે, કનકધ્વજ રાજાને મારા પ્રત્યે માન ઓછું થઈ ગયું છે, રાજાને મારા માટે સદ્ભાવના રહી નથી. તો કોણ જાણે કયારે રાજા મને કમોતે મરાવી નંખાવે? આ પ્રકારના વિચારથી તેઓ ભય પામ્યા, ત્રાસ પામ્યા અને ધીરે-ધીરે ત્યાંથી પાછા ફર્યા. તે જ અશ્વ પર સવાર થઈને તેતલિપુર નગર મધ્યે થઈને પોતાના ઘર તરફ રવાના થયા. ४० तएणं तेयलिपुत्तं जे जहा ईसर जावपासंति ते तहा णो आढायंति, णो परियाणंति, णो अब्भुटुंति, णो अंजलिपरिग्गहं करेंति, इट्टाहिं जावणो संलवंति, णो पुरओ य पिट्ठओ य पासओ य मग्गओ य समणुगच्छति । ભાવાર્થ:- ત્યાર પછી માર્ગમાં રાજેશ્વર, તલવર વગેરે અનેક લોકોએ તેતલિપુત્રને પાછા ફરતાં જોયા પરંતુ તે લોકોએ પણ પહેલાંની જેમ તેમનો આદર કર્યો નહીં, તેના આગમનથી ખુશ થયા નહીં, ઊભા થયા નહીં, હાથ જોડ્યા નહીં, ઇષ્ટ શબ્દોથી વાર્તાલાપ કરતાં આગળ-પાછળ, આજુબાજુ સાથે રહીને ચાલ્યા નહીં.
४१ तए णं तेयलिपुत्ते जेणेव सए गिहे तेणेव उवागच्छइ । जा वि य से बाहिरिया परिसा भवइ, तंजहा- दासे इ वा पेसे इ वा भाइल्लए इ वा, सा वि यणं णो आढाइ णो परियाणाइ णो अब्भुढेइ । जा वि य से अभितरिया परिसा भवइ, तंजहा- पिया इ वा माया इ वा भाया इ वा भगिणी इ वा भज्जा इ वा पुत्ता इ वा धूया इ वा सुण्हा इ वा, सा वि य णं णो आढाइ णो परियाणाइ णो अब्भुढेइ । ભાવાર્થ - તેતલિપુત્ર પોતાને ઘેર આવ્યા. ત્યાં પણ ઘરમાં કામ કરનારા નોકરો, ઘરના કામ માટે